કોવિડગ્રસ્ત સગર્ભા મહિલાઓમાં અધૂરા માસે પ્રસૂતિનો દર ઉંચોઃ અભ્યાસ



મુંબઇ, તા.7 મે, 2020, ગુરુવાર

વિશ્વના ૧૬ દેશોની ૪૪૧ કોવિડ-૧૯ પીડિત સગર્ભા મહિલાઓના અભ્યાસમાં જણાયું હતું કે આમાંની ૯૬ ટકા મહિલાઓને ન્યુમોનિયાની તકલીફ પણ હતી.

અભ્યાસમાં એમ પણ જણાયું હતું કે કોવિડ-૧૯ ગ્રસ્ત સગર્ભા મહિલાઓમાં અધૂરા માસે (પ્રીટર્મ બર્થ-ગર્ભાધાનનાં ૩૭ સપ્તાહ પૂરાં થાય તે પહેલાં) પ્રસૂતિનો દર ૨૬ ટકાનો છે. જે રાબેતા મુજબના પ્રીટર્મ બર્થના ૧૩.૬ ટકાના દરથી બમણો છે. અભ્યાસમાં આમાંની નવ મહિલાઓનાં મોત થયાનું છ બાળકો મૃતવસ્થામાં અવતર્યાનું તથા ચાર નવજાત શિશુનાં મોત થયાનું પણ જણાયું હતું.

નોંધપાત્ર બાબત એ કે અભ્યાસમાં આવરી લેવાયેલી મહિલાઓમાંથી માત્ર ૫૦ ટકા જ કોરોનાના હોટસ્પોટના વિસ્તારની રહિશ હતી અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કમાં હતી. બાકીની મહિલાઓને કમ્યુનિટિ ટ્રાન્સમિશન (જનસમુદાય સ્તરના સંક્રમણ)ને કારણે ચેપ લાગ્યાનું જણાયું હતું.

સગર્ભા મહિલાઓની રોગ પ્રતિકારક પ્રણાલી (ઇમ્યુનિ સિસ્ટમ્સ)માં ફેરફાર થયેલો હતો અને કોરોનાવાઇરસની મહિલાઓ પર શી અસર હોઇ શકે તે બાબતે ડોક્ટરોએ જીજ્ઞાાસા અનુભવી છે. વિશ્લેષણમાં જણાયું હતું કે વિવિધ દેશોની સગર્ભા મહિલાઓમાં  એકસમાન લક્ષણો જણાયાં હતાં.

જેમાં સૌથી વધુ સર્વસામાન્ય તાવનું લક્ષણ ૫૬ ટકા મહિલાઓમાં, ૪૩ ટકામાં ખાસી તથા ૧૯ ટકામાં કળતરનું લક્ષણ જોવા મળ્યું હતું. ૧૮ ટકાને સ્પનિયા (શ્વાસની તકલીફ)નો પણ અનુભવ થયો હતો. સહળીયારીઓમાં સૌથી વધુ સર્વસામાન્ય હાયરપટેન્શન (૧૦ ટકા મહિલામાં) જોવા મળ્યું હતું. તે પછીના ક્રમે ગર્ભાવસ્થા દરમિયાનનો ડાયાબિટીઝ (નવટકામાં) જોવા મળ્યો હતો. આ કોવિડ પીડિતા મહિલાઓ પૈકી ૯૦ ટકાની પ્રસૂતિ 'સીદ સેક્શન (શક્રિયા) દ્વારા કરવામાં આવી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LbSGPK
via Latest Gujarati News

Post a Comment

0 Comments