વિશ્વ બજારમાં સોનાના ભાવમાં 50-50 ડોલર પ્રતિ ઔંસના ભાવની વધઘટની અફડાતફડી


- સ્થાનિક ચાંદી બજાર નહિંવત ખુલ્યા જેવો  પ્રતિસાદ આપે છે અને હાજર ચાંદીની જુના ભાવની ડિલીવરી વેપારીઓને મળે છે 

વિશ્વ બજારમાં  સોનાના ભાવમાં  ૫૦-૫૦ ડોલર પ્રતિ ઔંસની વધઘટ જોવા મળી અને ગયે અઠવાડિયે સોનું ૧૭૦૦ ડોલરપ્રતિ  ઔસના ભાવની અંદરી ઉતરી ગેલું  અને ૧૬૮૫ ડોલર પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ કરેલો. ત્યારે આ અઠવાડિયે સોનામાં ૫૦-૫૫ ડોલર પ્રતિ ઔંસના ઉછાળો આવતા  સોનું૧૭૩૭ ડોલર  પ્રતિઔંસની સપાટીને આંબી આવીને ૧૭૩૦  ડોલર પ્રતિ ઔંસની આસપાસ  અથડાય છે. આ અઠવાડિયે ફેડના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજના દર યથાવત રાખતા  અને ૨૦૨૨ના વર્ષ સુધી વ્યાજના દર શુન્યથી  ૦.૨૫ ટકા  રહેશે તેવી જાહેરાત કરતા સોનાના ભાવોઉછળ્યા.

કોરોના વાયરસે માનવની સ્વાસ્થ્યની હાની તા  આર્થિક મુશ્કેલીએ અમેરિકાને હચમચાવી દીધું છે.  ઉપરાંત  બેકારીના આંકડાઓ  વધતા તથા રંગ ભેદની નીતિ તથા પોલીસના અત્યાચાર સામે દેખાવો યોજાતા  અમેરિકાના ઘણા રાજ્યોમાં  હુલ્લડની સ્થિતિ સર્જાઈ છે. જે અમેરિકાનીનાણાંકીય સ્થિતિને સંગીન બનાવે છે. પરિણામે સોનાના ભાવો ઉછળે છે.  ત્યારે એએનઝેડ બેન્ક આગાહી કરે છે કે  સોનું  ૧૯૦૦ ડોલર પ્રતિ ઔંસને આંબશે.

માર્ચ ૨૦૨૦માં ઈન્વેસ્ટરોએ સોના-ચાંદીને બજારમાં પુષ્કળ પ્રમાણમાં ઠાલવતા  સોનું ૧૪૭૩  ડોલર પ્રતિ ઔંસને આંબેલું  ત્યારે ચાંદીએ ૧૨ ડોલર પ્રતિ ઔંસનીનીચી સપાટીપરનો ભાવ દાખવ્યો હતો.

આ સમયે સ્કોશીયા બેન્કના મૂળિયામાં  ૧૬૦૦ ડોલર પ્રતિ ઔંસના ભાવના સૌદાઓ ઊભા હતા  અને તેઓ હવે કિમતી ધાતુનો વેપાર બંધ કરવા માગે છે  તથા ઊભા સૌદાઓ  સરખા કરવા માગે છે  ૧૬૮૦ લાખ ડોલરના ફંડને  રાખીને  પહેલાના નફાના રેેટને  ભીનું સકેલ્યું છે. ઉપરોક્ત નાણાંનું બેલેન્સ પેનેલ્ટી, તથા દંડ વિગેરે ભરવા માટે તેઓની તપાસ દરમિયાન જે નાણા લેણા નીકળશે તેને અનામત રાખવા આ ફંડ રહ્યું છે. ઘણા વેપારીઓને આશા હતી કે સ્કોશીયા બેન્ક તેમના  સોનાના ઊભા સૌદાની હાજર ડિલીવરી આપશે પણ સ્કોશીયા  બેન્ક પાસે તેમના  સોનાના ઊભા  સૌદાની  હાજર ડીલીવરી  આપશેપણ સ્કોશીયા બેન્ક પાસે  હાજર સોનું હતું જ નહીં  પણ તેઓ માનતા હતા કે  વેપારીઓ પેપર ગોલ્ડને  કેરીફોરવર્ડ  કરશે અને સોનાની ડીલીવરી  નહીં દેવીપડે.   પણ લગભગ  બધા વેપારીઓએ પોતાના સૌદા પેટે  હાજર સોનાની  ડિલીવરી માગી  જે સ્કોશિયા બેન્ક દેવામાં અસમર્થ  હતી કારણ કે  સ્ટોકમાં  સોનું હતું જ નહી.  વેપારીઓએ સોના માટે ભીખ માગવી પડી, ઉછીનું  સોનું લીધું, ખૂબ જ મોટા પ્રીમિયમે   સોનાની ડિલીવરી લેવા તત્પર થયા ત્યારે  તેઓને થતા મોટા નફાને બદલે મોટી નુકશાની ભોગવવી પડી અહીં એચએસબીસી બેન્કે  પણ પ્રથમ કવાર્ટરમાં  કિમતી ધાતુના  વેપારમાં નુકશાની દેખાડી ત્યારે આ બન્ને  બેન્કોએ  કોવિડ-૧૯ને માથે દોષ ઢોળીને બહાનું દાખવ્યું કે  રીફાઈનરી બંધ છે. અને ધાતુના હેરફેરની પાબંદી છે.  લોકડાઉનને કારણે ડીલીવરી દઈ નથી શકાતી,  અને તેમની પાસે રહેલા સોનાના સ્ટોકની માહિતી  કોઈને ન જણાવી, અને માચ માસનો ધક્કો ટાળી શક્યા તથા બેન્કોએ  કોવિડ-૧૯નું કારણ આગળ ધરીને  નુકશાની માટે કોરોના વાયરસને જવાબદાર ગણાવ્યું. સ્કોશીયા બેન્ક ૨૦૨૧માં  કિંમતી ધાુનો વેપાર બંધ  કરે છે અને નુકશાનીની ચૂકવણીના પૈસા   જુદા મૂકયા છે.

વિશ્વ બજારમાં  ચાંદીના ભાવમાં ૫૫-૬૦ સેન્ટની  વધઘટ  નોંધાઈ. કોવિડ-૧૯ના કારણે કિંમતી ધાતુના ભાવો ચમક્યા અને ચાંદી  સોના કરતાં  વધુ ૨૦ ટકા  જેટલો ઉછાળો આવતા વધુ ચમક  દાખવે છે અને ચાંદીની રોકાણકારો વધુ પસંદ કરવા લાગ્યા છે  ચાંદી વધીને ૧૮૧૩ સેન્ટ  પ્રતિ ઔસના ભાવો દેખાડી આવી.

સ્થાનિક સોના બજારને લોકડાઉનમાંથી  છૂટ મળતા સોનાની દુકાનો ખોલવા રજા મળી પરંતુ શો-રૂમ વાળા બીકના માર્યા  હજુ દુકાન ખોલવા નથી માંગતા  અને ૧૦ ટકા જેવી દુકાનો ખુલી છે ભારતના અનેક રાજ્યોમાં  સોનાના શોરૂમોખુલી રહ્યા છે.  પણ ઘરાકીનો અભાવ છે. બુલિયનના વેપારીઓ છૂટક છૂટક  કામ કરે છે પણ વેપારનું વોલ્યુમ નહિંવત  છે. જુના સોનાની દુકાનમાં થોડા ઘણા ઘરાકો  દાગીના વેંચાવા આવે છે.  સરેરાશ ૫૦થી ૧૦૦ ગ્રામ જુના દાગીનાની આવક છે. ત્યારે મુંબાદેવીના એક વેપારી જણાવે છે કે લોકો પાસે નાણાભીડ હોવાથી   સોનાના દાગીના પુષ્કળ પ્રમાણમાં વેંચાવા આવે છે. હાલમાં અમો રીફાઈન કરવા ખુબ જ ઓછા પ્રમાણમાં  રીફાઈનરીને  આપીએ  છીએ   ઘરાકો નથી પણ વેપારીઓ અંદર અંદર લે વેચ કરે છે.   ત્યારે હાજર સોનાનો ભાવ ગુરૂવારના રોજ રૂ.૪૭૨૦૦ પ્રતિ૧૦ ગ્રામ ક્વોટ થતો હતો  ત્યારે વેપારીઓ  રૂ.૪૭૦૦૦ પ્રતિ  ૧૦ ગ્રામનાભાવે  સોનું ખરીદતા હતા.

વાયદો રમનારા ઘણા વેપારીઓ વે-વેચ કરે છે અને  વાયદો વધીને રૂ.૪૭૨૩૦  પ્રતિ ૧૦ ગ્રામ બોલાયો હતો  નીચામાં રૂ.૪૬૦૩૦ પ્રતિ૧૦ ગ્રામનો  ભાવ ક્વોટ થયો હતો. આ સમયે વાયદાનો સીધો બદલો થયો હતો.  અને રૂ.૧૦૦થી ૬૦૦ પ્રતિ  ૧૦ ગ્રામ બદલાના સોદાઓ પડયા હતા.સ્થાનિક ચાંદી બજારમાં ચાંદીના શો-રૂમ ઓછા ખુલ્યા હતા.પણ ઘરાકો નથી આવતા.

બુલિયનના જુના  ભાવના ચાંદીના સૌદાની  ડીલીવરીઓ   આયાતકારોએ આપવી શરૂ કરી છે બુલિયનનો વેપાર સ્થગિત જેવો જ છે. વાયદા બજારની  રૂ.૮૦ પ્રતિ કિલોની વધઘટ વેપારીઓને વેપાર  કરવાની તક આપે છે. વાયદો નીચામાં રૂ.૪૮૦૫૮ પ્રતિ કિલો અને ગુરૂવારે  રૂ.૪૮૯૨૦ પ્રતિ કિલો ક્વોટ થતો હતો. વાયદાની રમત ચાલુ છે. હાજર વેપાર નહિંવ જેવો છે.  વેપારીઓ મુંઝાય છે કે  વેપાર કેમ કરવો જો ઘરાકો  જ નહીં આવે તો...?



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YDKBdf
via Latest Gujarati News

Post a Comment

0 Comments