
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 2 જૂન 2020, મંગળવાર
મોહના કુમારી સિહે ગયા વરસે ઉત્તરાખંડના પ્રયટન મંત્રી સતપાલના પુત્ર સુયશ રાવત ાથે હરદ્વારમાં લગ્ન કર્યા હતા અને લગ્ન પછી તે ત્યાં જ સ્થાયી થઇ ગઇ છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે જેના લપેટમાં તે આવી ગઇ છે. એટલું જ નહીં તેનો પરિવાર તેમજ તેમના કર્મચારીઓમાં પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
મળેલી જાણકારીના અનુસાર મોહના કુમારી, તેનો પતિ સુયશ, સસરા અને કેબિનેટ મંત્રી સસતપાલ મહારાજ, જેઠાણી આરાધ્યા અને તેનો પાંચ વર્ષનો પુત્ર શ્રેયાંશ સહિત સાત લોકોને કોરોના થો છે. આ ઉપરાંત મોહનાના ઘરમાં કામ કરનાર ૧૭ કર્મચારીઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દરેકને હૃષિકેશ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.
કહેવાય છે કે, મોહનાની સાસુ અમૃતા રાવતને શનિવારે કોરોના પોઝિટિવ આવ્યું હતું. આ પછી સ્વાસ્થય વિભાગની ટીમે તેના ઘરમાં રહેતા દરેકના મેડકિલ ટેસ્ટ કર્યા હતા. જેમાં પરિવારજનો અને કર્મચારીઓ સહિત રુલ ૪૧ જણાના કોરોના સેમ્પલ લેામાંઆવ્યા હતા જેમાંથી ૨૨ લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યું છે.
મોહનાએ જણાવ્યું હતું કે, આપણા ભારતીયોની પ્રતિકારક ક્ષમતા બહુ સારી હોય છે. તેથી અમે બધા જ જલદી સારા થઇ જશું અને ઘરે પાછા આવીશું. કોવિડ૧૯ના સપાટામાં આવ્યા પછી હોસ્પિટલમાં આજે બીજો દિવસ છે. અને અણએ ક્વોરોનટાઇનના દરેક નિયમોનું પાલન કરી રહ્યા છીએ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XrFw8j
via Latest Gujarati News
0 Comments