સલમાન ખાન હવે નાટયકલાકારોને મદદ કરી રહ્યો છે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 2 જૂન 2020, મંગળવાર

કોરોના મહામારીને કારણે દૈનિક વેતન મેળવનાર અને ગરી બ પરિવારોને ખાવાના ફાંફા થઇ ગયા છે.પરિણામે લોકો પોતપોતાની રીતે કોઇને કોઇ રીતે મદદ કરી રહ્યા છે. તાજેતરમાં મરાઠી નાટયગૃહના આર્ટિસ્ટોઅને ટેકનિશિયોને પોતાની સમસ્યા જણાવી હતી. 

આ યુવા નેતાએ જણાવ્યું હતું કે, મારી પાસે શ્રી શિવાજી મંદિરના નાટયગૃહના ્આર્ટિસ્ટો અને ટેકનિશિયનો મારી પાસે પોતાની  સમસ્યા લઇને આવ્યા હતા. મને આ લોકોની દુર્દશા જોઇને બહુ દુઃખ થયું હતું. તેથી આ પછી હું સલમાન ખાનને મળ્યો હતો અને તેની સાથે વાતચીત કરી હતી. સલમાને શ્રી શિવાજી મંદિર નાટયગૃહના કલાકારો અને ટેકનિશિયનોને કિટ આપવાનો નિર્ણય લીધો હતો. જેમાં રેશનિંગ કિટ સામેલ છે. આ કિટમાં ઘઉંનો લોટ, પાંચ કિલો ચોખા, તેલ, મીઠુ, ચા ની ૂક્કીના પેકેટ આપ્યા છે. પહેલા દિવસે અમે ૧૮૬ મજૂરોને આ કિટ વહેંચી શક્યા હતા. જોકે આ કિટના વિતરણ વખતે અને તમામ સુરક્ષાના ઉપાયોને ધ્યાનમાં રાખ્યા હતા. 

સલમાન ખાન ગરીબો, ગામડાના લોકો, મેડિકલ સ્ટાફ, પોલીસો તેમજ અન્યોને પોતાની રીતે દરેક  પ્રકારની મદદ કરી રહ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Mqbony
via Latest Gujarati News

Post a Comment

0 Comments