
- અભિનેતાના મીર ફાઉન્ડેશને દાદા સાથે રહેનાર આ બાળકને આર્થિક સહાયતા આપવાનો ફેંસલો કર્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 2 જૂન 2020, મંગળવાર
થોડા દિવસો પહેલા બિહારના મુઝફ્ફરપુર રેલ્વે સ્ટેશન પરનો એક કરુણ વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક માસૂમ બાળકો પોતાની મૃત માતા પર ઢાંકેલી ચાદરને ખેંચીને ઉઠાડવાના પ્રયાસ કરતો જોવા મળે છે.શાહરૂખ પાસે આ વાત પહોંચતા અને તેણે આ વીડિયો જોતા તેના મીર ફાઉન્ડેશન આ બાળકને આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે.
મીર ફાઉન્ડેશનના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ બાળકની તેના દાદા-દાદી સાથેની તસવીર પોસ્ટ કરી છે. આ સાથે લખ્યું છે કે મીર ફાઉન્ડેશન એ બધાનો આભાર માને છે જેમણે આ બાળકની મદદ માટે અમારો સંપર્ક કર્યો. આ એક કરુણ વીડિયો છે જેને જોઇને દરેકના દિલ દ્રવી ગયા હતા. જેમાં એક બાળક તેની મૃત માતાને ઉઠાડવાનો પ્રયાસ કરે છે. આ બાળક હવે તેના દાદાની દેખભાળ હેઠળ રહેશે.
શાહરૂખે મીર ફાઉન્ડેશનના ટ્વીટને રી-ટ્વીટ કરતાં લ્યું હતું કે, જે લોકો થકી અમે આ બાળક સુધી પહોંચી શક્યા એ લોકોને હું આભાર માનું છું. માતા-પિતાને ગુમાવનાર આ બાળકને આ દરદ સહન કરવાની ભગવાન શક્તિ આપે. પેરન્ટસને ગુમાવાના દુઃખનો અનુભવ હું જાણું છું. તને અમારો પ્રેમ અને સપોર્ટ બેબી.
શાહરૂખે પિતા મીર તાજ મોહમ્મદને નાનપણમાં જ ગુમાવ્યા હતા અને ૩૦ વરસનો હતો ત્યારે માતા લતીફ ફાતિમા ખાનનું નિધન થયું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xruf7V
via Latest Gujarati News
0 Comments