
કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના સૌથી મોટા એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ૫થી ૧૧ જૂનના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં કુલ રૂ.૧,૪૬,૫૮૨.૬૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૭૧૮ વધ્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧૭૨ ઘટયો હતો. જસત સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસમાં બેતરફી વધઘટ હતી. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ૧,૫૮,૩૧૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. એલચી અને મેન્થા તેલમાં નરમાઈ હતી, જ્યારે રૂ (કોટન)ના વાયદામાં ઉછાળો હતો. કપાસમાં સુધારાનો સંચાર થયો હતો.
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ એમસીએક્સ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૪૦૧ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૭,૬૮૦ અને નીચામાં રૂ.૪૫,૪૨૧ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૪૬,૬૯૬ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૭૧૮ (૧.૫૪ ટકા) વધી રૂ.૪૭,૪૧૪ના સ્તરે બંધ થયો હતો.
ગોલ્ડ-ગિનીનો જૂન વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૭,૫૦૭ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫૫૯ (૧.૪૮ ટકા)ના ઉછાળા સાથે રૂ.૩૮,૨૫૩ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૩૮,૩૩૩ અને નીચામાં રૂ.૩૬,૫૮૧ બોલાયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો જૂન વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૬૮૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૫ (૦.૯૬ ટકા) વધી બંધમાં રૂ.૪,૭૫૦ના ભાવ થયા હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪,૭૬૨ અને નીચામાં રૂ.૪,૫૯૧ બોલાયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૪૫૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૭,૬૩૦ અને નીચામાં રૂ.૪૫,૫૦૧ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૭૫૭ (૧.૬૨ ટકા)ની વૃદ્ધિ સાથે બંધમાં રૂ.૪૭,૪૦૫ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૪૮,૪૭૪ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૯,૬૦૦ અને નીચામાં રૂ.૪૭,૦૭૯ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.૪૮,૮૧૧ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧૭૨ (૦.૩૫ ટકા)ના ઘટાડા સાથે રૂ.૪૮,૬૩૯ના સ્તરે બંધ થયો હતો.
ચાંદી-મિની જૂન વાયદો કિલોદીઠ રૂ.૪૯,૦૦૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૯,૮૨૬ અને નીચામાં રૂ.૪૭,૭૦૦ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૪૯,૨૪૨ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૨૧૬ (૦.૪૪ ટકા) ઘટી રૂ.૪૯,૦૨૬ના સ્તરે બંધ થયો હતો.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d2Jl8H
via Latest Gujarati News
0 Comments