
ઓ ગષ્ટ ૧૯૫૯માં ભારત-ચીનની સરહદના પૂર્વીય ક્ષેત્રના લોંગજુ પર હુમલો કર્યો હતો. તે ખતરાની ઘંટડી સમાન હતો. ત્યાર બાદ ૮ સપ્ટેમ્બર ૧૯૬૨ના રોજ ચીનનું સૈન્ય ભારતીય સરહદમાં ઘૂસ્યું હતું. તેના થોડા સમય બાદ ૨૦ ઓક્ટોબરે ચીનના સૈનિકોેએ આક્રમણ કર્યું હતું. ત્યાર બાદ ૨૪ ઓક્ટોબરે ચીને પોતાની રીતેજ ત્રણ મુદ્દાની દરખાસ્ત તૈયાર કરીને મોકલી હતી જેને ભારતે નકારી કાઢી હતી.૧૪ નવેમ્બરે ચીનના સૈન્યે જોરદાર હુમલો કરીને ભારતની સરહદની અંદર ૧૦૦ માઇલ સુધી ઘુસી ગયા હતા.
૨૧ નવેમ્બરે ચીને એક તરફી યુધ્ધ વિરામ જાહેર કરીને પૂર્વીય ક્ષેત્રમાંથી સૈન્ય પાછું ખેંચી લીધું હતું. તેમજ એમ કહ્યું હતું કે ચીન લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પરથી પણ લશ્કર પાછું ખેંચી લેશે. એટલેકે ઉત્તરમાં ગેરકાયદે ઉભી કરેલા મેક મોહન લાઇનથી વધુ ૨૦ કિ.મીટરની અંદર સૈન્ય ખેંચી લેશે. ત્યારથી એેટલેકે ૧૯૬૨થી ચીને જે એક તરફી જાહેરાત કરી હતી તે પ્રમાણે પોતાની જગ્યા પર હતું. ૧૯૬૨નું યુધ્ધ ભારત હાર્યું હતું પણ લાઇન ઓફ કંન્ટ્રોલ માટે તેણે ચીનને પડકાર્યું હતું.
આ બાબતે બંને પક્ષ વચ્ચે મતભેદો હતા.૧૯૯૩માં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ કે આવા જ પ્રકારની કોઇ લાઇન માટે બંને પક્ષ સંમત થયા હતા. પરંતુ બંનેનો ખ્યાલ એલએસી માટે અલગ રહ્યો હતો. ૧૯૭૫થી બંને દેશ વચ્ચે સરહદ પર કોઇ ગોળીબાર કે જાનહાનીની કોઇ ઘટના નહોતી બની. ચીન સાથેની ૪૫૦૬ કિલો મીટરની સરહદ પરની શાંત સ્થિતિને સિધ્ધિ સમજવી જોઇએ. ૨૦૨૦માં ચીને ભારતના ૨૦ સૈનિકોને મારી નાખીને શાંતિ છિન્ન ભિન્ન કરી નાખી હતી. એટલેકે નરેન્દ્ર મોેદીના નેતૃત્વ હેઠળના દિવસોમાં આવું થયું છે.
ચીન હુમલાખોર છે..
લાઇન ઓફ એેક્ચ્યુઅલ કંન્ટ્રેાલ બાબતે બંને દેશ ભલે અસહમત હોય પણ તે સમય દરમ્યાન શાંતિ રહી હતી. ચીને ક્યારેય લદાખની ગલવાન વેલી પર કોઇ દાવો નહોતો કર્યો. ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ ૧૯૬૩ની ૧લી જાન્યુઆરીએ તે સમયના ચીનના વડાપ્રધાન ઝોહુ ઇન લીને પત્ર લખીને ગ્રાઉન્ડ રીયાલીટી સ્પષ્ટ કરી હતી. છેલ્લા સાત આંઠ વર્ષમાં મેં કેટલાક પ્રસંગોએ લદાખના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. શરૂઆતની મુલાકાતોમાં ચીનનું સૈન્ય ત્યાં દેખાતું નહોતું કે તે અંગેના કોઇ અહેવાલો પણ નહોતા પરંતુ છેલ્લી કેટલીક મુલાકાતોમાં ચીનના સૈન્યની હાજરી હોવાનું મનાતું હતું. પરંતુ તમે એવો આક્ષેપ ના કરી શકો કે ચીનનું સૈન્ય લદાખમાં દેખાતું હતું કેમકે મેં તે વિશે સાંભળ્યું છે.લોંગજુ સિવાય ક્યાંય ચીનના સૈન્યે સરહદ ઓળંગી નથી એમ કહી શકાય.
મોદીના રાજમાં...
જ્યારે વડાપ્રધાન નહેરૂએ ચીનના વડાપ્રધાનને પત્ર લખ્યો તેમાં કશું છુપાવ્યું નહોતું. તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે ચીન આક્રમણખોર છે. ત્યાર બાદ ભારત યુધ્ધ હાર્યું હતું પણ ચીને પોતાની ઇમેજ સુધારવાના પ્રયાસો કર્યા હતા. ગલવાન વેલી કે જેના પર ચીને પહેલાં ક્યારેય તે દાવો નહોતો કર્યો ત્યાં ચીને પાંચ મેના રોજ ઘૂસી જઇને ભારતને પડકાર્યું હતું. ૧૫-૧૬ મેના રોજ જે લોહિયાળ અથડામણ તે પણ મેાદીના રાજમાં થઇ છે. કેટલાક મહિનાઓમાં જ બંને દેશો વચ્ચેના સંબંધો સાવ કથળી ગયા હતા. ૨૦૧૯ની મહાબલિપુરમ ખાતેની સમિટની સફળતા ક્યાંય કામ આવી નથી.
૧૯૯૩થી ચીન સાથે શાંતિનો જે લાભ મેળવ્યો હતો તે ગુમાવી દીધો છે. ચીન સાથેની ડિપ્લેામેટિક સંબંધોનો ધબડકો થયો છે એમ કહી શકાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાંચ જુલાઇએ એનઅસએ સાથેની મંત્રણા દરમ્યાન એમ કહેવાયું હતું કે બંને દેશ વચ્ચેનો ચર્ચાનો દોર આગળ વધ્યો છે. આ વાતને હું આવકારૂં છું પરંતુ પાંચ મે-૨૦૨૦ના રોજ જે સ્થિતિ હતી તે બાબતે સ્ટેટસ કો એટલે કઇ સ્થિતિ તે સ્પષ્ટતા થાય તે જરૂરી છે.
પ્રજા પણ ચીન સાથેના વિવાદની સ્થિતિને નજીકથી જોઇ રહી છે. તે પણ માને છે કે મોદી સરકાર જવાબદાર છે.
દરમ્યાન ચીન સાથે સરહદે કંઇ થાય તે પહેલાં ઉભી થયેલી શરમજનક સ્થિતિ અંગે એમ કહી શકાય કે ૨૦૨૦નું વર્ષ ભારત-ચીન વિવાદનું બની રહેશે.. ૧૯૯૩થી ચીન સાથે શાંતિનો જે લાભ મેળવ્યો હતો તે ગુમાવ દીધો છે. ચીન સાથેની ડિપ્લેામેટિક સંબંધોનો ધબડકો થયો છે એમ કહી શકાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાંચ જુલાઇએ એનએસએ સાથેની મંત્રણા દરમ્યાન એમ કહેવાયું હતું કે બંને દેશ વચ્ચેનો ચર્ચાનો દોર આગળ વધ્યો છે.
આ વાતને હું આવકારૂં છું પરંતુ પાંચ મે-૨૦૨૦ના રોજ જે સ્થિતિ હતી તે બાબતે સ્ટેટસ કો એટલે કઇ સ્થિતિ તે સ્પષ્ટતા થાય તે જરૂરી છે. પ્રજા પણ ચીન સાથેના વિવાદની સ્થિતિને નજીકથી જોઇ રહી છે. તે પણ માને છે કે મોદી સરકાર જવાબદાર છે. દરમ્યાન ચીન સાથે સરહદે કંઇ થાય તે પહેલાં ઉભી થયેલી શરમજનક સ્થિતિ અંગે એમ કહી શકાય કે ૨૦૨૦નું વર્ષ ભારત-ચીન વિવાદનું બની રહેશે..
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CqGOs8
via Latest Gujarati News
0 Comments