વડાપ્રધાને કેમેરા સામે જોઇને પણ સ્મિત નથી આપ્યું...


- ત્રણ કારણોસર વડાપ્રધાન ટેન્શનમાં હતા.એક તો ખાડે ગયેલું આર્થિક તંત્ર, નહીં કાબૂમાં આવતો રોગચાળો અને ભારતની સરહદે ઉભી થયેલી અપમાન જનક સ્થિતિ...

ભારતના લોકોએ ક્યારેય ગંભીર મંદીનો સામનેા ના કર્યો હોય એવી મંદીનો સામનો કરી રહ્યા છે. ક્યારેય કોઇ એવા રોગચાળાનો સામનો નથી કર્યો કે લોકોએ ફરજીયાત ઘરમાં પુરાઇ રહેવું પડે તેમજ ક્યારેય એવું નથી જોયું કે ભારતના તમામ પાડોશી દેશો કોઇને કોઇ કારણોસર બાવળાં બતાવતાં હોય.

વડાપ્રધાન માટે ૧૫ ઓગષ્ટના દિવસે દેશવાસીઓ સમક્ષ થોડી સાચી વાતો કહીને સોરી મોડમાં બોલવાનો દિવસ હતો. હું એમ માનતો હતો કે વડાપ્રધાન ભૂતકાળમાં કરેલી ભૂલો તેમજ રાજ્યો સાથે તેમજ વિપક્ષો મસલત કરીને વહિવટ કરવાનું નમ્ર સ્વરે પ્રોમીસ આપશે. પરંતુ તેમાનું કશું થયું નહોતું.

તેનાથી ઉલટું થયું હતું. તે અસ્ખલિત ૯૦ મિનિટ બોલ્યા. તેમના સમર્થકો કહે છે કે વડાપ્રધાન જોરદાર બોલ્યા છે. જોકે તેમના સમર્થકો એ નથી નોંધ્યું જે મેં નોંધ્યું છે. તે એ છે કે વડાપ્રધાને કોઇની સામે તો ઠીક પણ કેમેરા સામે જોઇને પણ સ્મિત નથી આપ્યું. એમ લાગે છે કે તે ત્રણ કારણોસર  ટેન્શનમાં હતા.એક તો ખાડે ગયેલું આર્થિક તંત્ર, નહીં કાબુમાં આવતો રોગચાળોે અને ભારતની સરહદે ઉભી થયેલી અપમાન જનક સ્થિતિ.

મોદી સરકાર સ્પષ્ટ માને છે કે લોકોની યાદશક્તિ ટૂંકી છે. ૨૦૧૪ની ૧૫ ડિસેમ્બરે ટેલિકોમ્યુનિકેશન પ્રધાન રવિશંકર પ્રસાદે જાહેર કર્યું હતું કે તમામ ગામડામાં ૨૦૧૬ના અંત સુધીમાં ઓપ્ટીકલ ફાઇબર નાખી દેવાશે. વડાપ્રધાન પણ આ પ્રોજેક્ટમાં રસ લઇ રહ્યા છે એમ જણાવ્યું હતું. હવે ૧૫ ઓગષ્ટે વડાપ્રધાન એમ કહે છે કે આગામી ૧૦૦૦ દિવસોમાં અમે તમામ ગામોમાં ઓપ્ટીકલ ફાઇબર નાખી દઇશું.

મને લાગે છે કે આ લોકો પંચાયત અને ગામડાં કહીને શબ્દની રમત રમી રહ્યા છે. 

૧૫ ઓગષ્ટે વડાપ્રધાને કરેલા સંબોધનમાં કેટલી સચ્ચાઇ હતી તે અહીં  દર્શાવ્યું છે. 

દાવો એવો કરાયો છે કે આપણે સૌથી વધુ પ્રાધાન્ય જે કામને આપવાનું છે તે કોવિદ-૧૯ રોગચાળાને નાથવાનું છે. જેના કારણે દરેક માટે મુક્તપણે ફરવાનું બંધ થઇ ગયું છે.

હકીકત એ છે કે કોવિદ-૧૯ને નાથવા સરકાર બહુ ઓછા પગલાં લઇ રહી છે તે તો ઠીક પણ રોગચાળા સામે લડવા રાજ્ય સરકારોને પૂરતું ભંડોળ પણ નથી અપાતું. રાજ્યો વિવિધ રીતે વ્યૂહાત્મક રીતે રોગ સામે સફળતા મેળવી રહ્યા છે. રોજના સંક્રમિતની યાદીમાં ભારત વિશ્વના ટોપના દેશોમાં છે. રોજે રોજના વધતા કેસોને જોઇને એમ કહી શકાય કે આગામી સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં ભારત પાંચ લાખ કેસોને વટાવી જશે.

ભારત વેકસીન બનાવશે તે વાતને એક વર્ષ નીકળી જશે. જો રશિયા, બ્રિટન કે અમેરિકા વેક્શીન બનાવશે તો પણ ભારતની તમામ વસ્તી સુધી તે પહોંચાડવાનું કામ ભગીરથ  બની રહેશે.  ભારતના લોકો કોવિડ સામે ઝઝુમી રહ્યા છે અને બચી રહ્યા છે તેની પાછળનું કારણ આપણી વસ્તી છે. તેમની રોગપ્રતિકારક શક્તિ તેમને બચાવે છે. ૮૦ ટકા કેસોમાં લક્ષણ નથી દેખાતા તેની પાછળનું મુખ્ય કારણ ડીએનએ અને કદાચ લક હોઇ શકે. એવો દાવો પણ કરાયો છે કે આપણે મેકઇન ઇન્ડીયાના મંત્ર સાથે તેમજ મેક ફોર ધ વર્લ્ડ સાથે આગળ વધવાનું છે. હકીકત એ છે કે મેક ઇન ઇન્ડિયા સ્લોગન ૨૦૧૪માં જાહેર કરાયું હતું જે સાવ નિષ્ફળ ગયું હતું. ૨૦૧૫-૧૬થી ઉત્પાદનનો જીડીપી વત્તે ઓછે અંશે ૧૬.૬ ઉપર  સ્થિર રહ્યો હતો.

૨૦૧૯-૨૦માંતે ૧૫.૯ ટકા પર પહોંચ્યો હતો. ૨૦૧૩-૧૪માં વેપારી ક્ષેત્ર દ્વારા થયેલી નિકાસ ૩૧૫ અબજ અમેરિકી ડોલરની હતી.  છ વર્ષમાં માત્ર એકજ વાર ૨૦૧૮-૧૯ માં તે ૩૩૦ અબજ અમેરિકી ડોલરની થઇ હતી.દાવો એવો કરાયો છે કે ત્રાસવાદ અને વિસ્તારવાદની નિતી સામે લડવા ભારત સક્ષમ છે.એલએાસીથી માંડીને એલએસી સુધી જ્યારે ભારત સામે પડકાર ફેંકાયો છે ત્યારે તેમની જ ભાષામાં આપણે જવાબ આપ્યો છે. હકીકત એ છે કે ચીનના સૈનિકો આજે પણ ગલવાન વેલીમાં છે. ખરેખર રાષ્ટ્રને દેશની સ્થિતિનો હિસાબ આપવાની તક ગુમાવી છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aOFfBv
via Latest Gujarati News

Post a Comment

0 Comments