ફુડ ગ્રેડ ગુવાર-ગમ વિશે વિસ્તૃત માહિતી


વર્ડ ઓવર ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એજન્સીઓએ ગુવાર ગમને ફૂડ ઓડિટીવ તરીકે માન્યતા આપી છે. (જનરલી રીર્ગાડેડ એઝ સેફ). ફુડ ગ્રેડ ગુવાર ગમ સોફટ-ચીઝ, યોગાર્ટ, આઇસ્ક્રીમ, ડેરી પ્રોડક્ટસ, માઉથફીલ અને સ્ટેબીલાઇઝર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

ગુવાર ગમ અને ડેરિવૅટિવનું કન્ઝપ્શન લગભગ ૬૦,૦૦૦ ટન જેટલું આંકવામાં આવે છે. જે વધીને ૯૦,૦૦૦ ટન સુધી પહોંચેલ છે. ગુવાર ગમ ત્રણ પ્રકારની ડેરિવેટીવ ધરાવે છે. જેમાં એનઆયોનિક, કેટ આયોનિક અને હાઇડ્રોફોબીક જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ માટે અને અલગ એપ્લીકેશન પ્રમાણેનાં હોય છે.

ગુવાર ગમ પાવડર અને દાલ ભારતમાંથી મોટા પ્રમાણમાં એકસ્પોર્ટ થાય છે. ભારતીય ફુડ ગ્રેડ ગુવાર ગમપજ પૂરા વર્ડમાં માન્યતા પ્રાપ્ત થયેલ છે. ભારતીય ફૂડ ગ્રેડ ગમ ગુવાર મેન્યુફેકચર્સ આ પ્રોડક્ટસને હાઇજીનિક કન્ડીશનમાં મેન્યુફેકચરીંગ કરી રહ્યાં છે. ફુડ ગ્રેડ ગુવાર ગમ મેન્યુફેકચરોને એકસ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટીએ  (APEDA) ઘણો જ સહકાર આપ્યો છે.

ગુવાર પ્લાન્ટ (Cyomposis Tetragonclobus), ગુવાર ગમે લેગુમીસીડ ઓફ ગુવારમાંથી મેળવવામાં આવે છે. જે ૯૦ ટકા ઇન્ડીયન પ્રોડક્ટસ છે. આ ગુવાર પ્લાન્ટને ઓછામાં ઓછું પાણી અને સ્પેશિયલ પ્રકારની જમીનની જરૂરત રહેતી નથી. ગુવાર પ્રોડક્ટસ નોર્થ-વેસ્ટર્ન ઇન્ડિયામાં વધારે થાય છે. જેમાં રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને પંજાબ મુખ્ય છે. ગુવાર પ્રોડક્ટસને ૩૨૦ કિલો ગ્રામ એક હેક્ટર જમીનમાંથી મેળવવામાં આવે છે. આ પ્રોડક્ટસ વડે ફોરેન એક્સચેઇન્જ રૂા. ૨૦૦ કરોડથી વધારે એકસ્પોર્ટ પ્રમોશનમાં કમાય છે.

* ફૂડ ગ્રેડ ગુવાર-ગમ મેન્યુફેકચરીંગ પ્રોસેસ :

ક્વોલીટી ગમ ગુવાર પ્રોડયુસ કરવા માટે નેચરલ ગુવાર સીડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગુવાર સીડને મેન્યુફેકચરીંગ ડીપાર્ટમેન્ટમાં લઈ જવામાં આવે છે. જ્યાં ગુવાર ઉપર રહેલ ફોતરીને સાફ કરવામાં આવે છે. ત્યારબાદ આ સીડમાંથી દાળ બનાવવામાં આવે છે. આ પ્રકારે બનેલ દાળને ક્રશીંગ માટે બીજા યુનિટમાં કન્વેઅર મારફતે લઈ જવામાં આવે છે ત્યાં દાળમાંથી જીણાદાણાને વાઇબ્રેટીંગ સ્ક્રીન વડે જુદા પાડવામાં આવે છે. કારણ કે જીણાદાણા વિસ્કોસ લોસ્ટ કરે છે.

ઊંચી વિસ્કોસીટી અને હાઇડ્રેટીંગ પ્રોડક્ટસ બનાવવા માટે તેમાં ઇક્વિલ એમાઉન્ટ ડીમિનરલાઇઝ વોટર સાથે કેમિકલ એડીંગ કરવામાં આવે છે. કેમિકલ એડીંગમાં બફરીંગ, વાઇટનીંગ એજન્ટ અને પ્રિઝર્વવેટિવનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આ દાળને પેરાલેલ પ્લેટ ગ્રાઇન્ડર રોટરમાં નાખવામાં આવે છે. ત્યાં તે પાવડર ફોમમાં આવે છે. આ રોટર ૧૫૦૦થી ૧૮૦૦ આરપીએમનું હોય છે. આ તૈયાર થયેલ પાવડરને હાઇડ્રોલીક રોલર વડે તેના ફલેકસ પાડવામાં આવે છે. જ્યાં તે સેલ્યુલોસ સ્ટાર્ચ પ્રોડયુસ થાય છે.

છેલ્લે આ તૈયાર થયેલ માસને પલ્પરાઇઝ-અલ્ટ્રાફાઇન ગ્રાઇન્ડરમાં મોકલવામાં આવે છે. ત્યાં સ્ટાર્ચમાં રહેલ મોઇચર ઇવેપોરેટેડ થાય છે. આ કન્ટીન્યુઅસ પ્રોસેસમાં લો-ટેમ્પ્રેસર ખૂબ જ મહત્ત્વનું હોય છે. બીજું એ કે આ પ્રોડક્ટસ ડી-પોલિમરાઇઝ ઓછામાં ઓછું થવું જોઈએ એ જરૂરી ફેકટર છે. આ ગમ-ગુવારમાં મોઇચરનું પ્રમાણ ૬ થી ૮ ટકા છેલ્લે રહે છે. ત્યારબાદ આ બનેલ ફીનીસ ગુડઝને ૨૦૦ થી ૪૦૦ મેચ સાઇઝમાં સ્ક્રીન કરી પેક કરવામાં આવે છે.

લાઇસન્સ : ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Earn8a
via Latest Gujarati News

Post a Comment

0 Comments