શેરોમાં સ્ક્રીપ આધારીત સુધારાની ચાલ જળવાશે


બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૮૩૧૦.૪૯ તા.૧૩-૦૮-૨૦)  ૩૬૯૧૧.૨૩નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૭૯૪૩.૦૧  અને ૪૮ દિવસની ૩૬૪૦૮.૧૨  તેમ જ ૨૦૦ દિવસની ૩૬૦૯૬.૪૩  છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  દૈનિક , અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૮૫૧૭ ઉપર ૩૮૬૧૭ કુદાવે તો ૩૯૦૦૦, ૩૯૪૦૦ સુધીની શક્યતા. નીચામાં ૩૮૧૬૦, ૩૮૦૦૦, ૩૭૯૦૦ સપોર્ટ ગણાય.

અશોક લેલેન્ડ (બંધ ભાવ રૂ.૬૧.૧૦ તા.૧૩-૦૮-૨૦) ૪૮નાં બોટમથી સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૫૦.૯૫ અને ૪૮ દિવસની ૫૦.૬૬ તેમ જ ૨૦૦ દિવસની ૬૦.૪૨ છે. ઉપરમાં ૬૨ ઉપર ૬૪, ૬૭,૭૧ સુધીની શક્યતા. નીચામાં ૫૪ સપોર્ટ ગણાય.

એક્સીસ બેંક  (બંધ ભાવ રૂ.૪૪૮.૧૦ તા.૧૩-૦૮-૨૦) ૪૧૫.૩૦નાં બોટમથી સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૪૩૮.૦૨ અને ૪૮ દિવસની ૪૩૨.૭૯ તેમ જ ૨૦૦ દિવસની ૫૨૩.૪૦ છે.  ઉપરમાં ૪૫૭ ઉપર ૪૬૯, ૪૯૬ સુધીની શક્યતા. નીચામાં ૪૩૫ સપોર્ટ ગણાય.

અદાણી પોર્ટ(બંધ ભાવ રૂ.૨૨૧૦.૫૫ તા.૧૩-૦૮-૨૦) ૨૯૮નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૩૨૬.૨૯ અને ૪૮ દિવસની ૩૨૪.૯૦ તેમ જ ૨૦૦ દિવસની ૩૩૫.૧૧ છે.    ઉપરમાં ૩૪૮ ઉપર ૩૭૭ કુદાવે તો ૩૭૨,૩૮૭ સુધીની શક્યતા. નીચામાં ૩૩૫, ૩૩૦ સપોર્ટ  ગણાય.

કયુમીન્સ (બંધ ભાવ રૂ.૪૩૬.૭૫ તા.૧૩-૦૮-૨૦) ૩૭૩.૨૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૪૧૧.૯૦  અને ૪૮ દિવસની ૩૯૯.૬૬ તેમ જ ૨૦૦ દિવસની ૪૬૨.૭૪  છે. ઉપરમાં ૪૪૮ ઉપર ૪૬૨ સુધીની શક્યતા નીચામાં ૪૨૦ નીચે ૪૧૫ સપોર્ટ ગણાય.

સ્ટેટ બેંક (બંધ ભાવ રૂ.૨૦૧.૯૦ તા.૧૩-૦૮-૨૦) ૧૮૫.૭૫નાં બોટમથી સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૧૯૩.૫૯ અને ૪૮ દિવસની ૧૮૯.૫૨  તેમ જ ૨૦૦ દિવસની ૨૨૮.૮૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે  દૈનિક  ધોરણે ઓવરબોટ   અઠવાડિક  ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિકધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૦૭ ઉપર ૨૧૨,  ૨૨૫  સુધીની  શક્યતા.નીચામાં ૧૯૯ નીચે ૧૯૦ સપોર્ટ ગણાય.

હિન્દુસ્તાન યુની લીવર(બંધ ભાવ રૂ.૨૧૯૮.૬૫ તા.૧૩-૦૮-૨૦) ૨૧૬૮.૦૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૨૨૧૧.૪૭ અને ૪૮ દિવસની ૨૧૯૨.૧૭ તેમ જ ૨૦૦ દિવસની ૨૦૯૯.૯૪ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમજ માકિ ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૨૪૨ ઉપર  ૨૨૬૨ કુદાવે તો ૨૩૦૩, ૨૩૫૦ સુધીની શક્યતા. નીચામાં ૨૧૯૦ નીચે ૨૧૭૫ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૨૨૨૧૭.૧૫   તા.૧૩-૦૮-૨૦) ૨૧૦૮૫.૩૫નાં બોટમથી  સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૨૧૯૬૦.૬૫   અને ૪૮ દિવસની ૨૬૬૮૩.૯૬   તેમ જ ૨૦૦ દિવસની ૨૪૦૮૨.૦૬   છે.  દૈનિક   એમએસીડી નરમાઈ  તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  ઉપરમાં ૨૨૪૪૫ ઉપર ૨૨૬૮૫,૨૨૯૧૫, ૨૩૧૪૮ સુધીની શક્યતા. નીચામાં ૨૨૦૦૦, ૨૧૮૦૦ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૧૧૩૨૩.૪૫  તા.૧૩-૦૮-૨૦) ૧૦૮૮૩.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૧૮૯.૪૦ અને ૪૮ દિવસની ૧૦૭૧૩.૭૩  તેમ જ ૨૦૦ દિવસની ૧૦૬૪૪.૧૭  છે દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૧૧૩૭૭ ઉપર ૧૧૪૫૦, ૧૧૫૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૧૨૬૬ નીચે ૧૧૨૦૦, ૧૧૧૬૦ સપોર્ટ ગણાય.

સાયોનારા

પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે, હોય જો પીનાર તો ખુદ ઝાંઝવા છલકાય છે. - સૈફ પાલનપુરી



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2E5tMBl
via Latest Gujarati News

Post a Comment

0 Comments