કાપડ બજારમાં મૂવમેન્ટમાં સુધારો પણ રજાઓના લીધે ઘટેલા કામકાજ


કાપડ બજારમાં અમુક જાતોમાં લેવાલીમાં સુધારા થવાના લીધે હવે બજારમાં મનોવૃત્તિ સુધરવા પામેલ છે. ઘણા વખતથી કાપડ બજારમાં જે નેગેટિવ ઇમ્પેક્ટ હતો તે પરિસ્થિતિમાં ફેરફાર જોવા મળી રહેલ છે. જો કે, ઓગસ્ટ મહિનામાં વધારે પડતી રજાઓના કારણે કાપડમાં જે મુવમેન્ટ જોઈએ તે આવતા હજુ સમય જશે ઑગસ્ટ મહિનામાં બેંકોની કુલ અગિયાર રજાઓ છે આમ મહિનાના કુલ ત્રીસ દિવસોમાંથી બેંકો અગિયારદિવસ બંધ રહેતા તેની નાણાંકીય વ્યવહાર ઉપર અસર થવા પામેલ છે. 

બજારમાં પેમેન્ટની દશા આમ પણ ખરાબ છે અને નાણાંકીય સાયકલ બરાબર ચાલતી નથી. વેપારીઓ પોતે વેચેલા માલના નાણાં સમયસર આવતા નથી આના પરિણામે બેંકોની પૂરી લીમીટ વપરાતી થયેલ છે. બેંકો પણ આવા સમયમાં સજાગ થઈ ગયેલ છે. એક બાજુ બેંકો પાસે પુષ્કળ નાણાં ન વપરાયેલા હાલમાં પડી રહેલ છે. જ્યારે બીજી બાજુ કાપડ બજારમાં નાણાંખેંચ છે. કાપડ બજારમાં હોલસેલ તેમજ સેમી હોલસેલ લેવલે સારા પ્રમાણમાં સ્ટોક છે.

રીટેલના સ્ટોર્સ હજુ બરાબર ચાલતા નથી. આમ જ્યાં સુધી કાપડમાં દરેક લેવલે લેવાલી થાય તો જ કાપડ બજાર સુધરે બાકી અત્યારે બજારમાં કેમ્બ્રિક, રેયોન અને હોઝીયરીમાં સારી ડીમાન્ડ જોવા મળી રહેલ છે. જ્યારે સુટીંગ્સ, શર્ટીંગ્સ અને ડેનિમમાં ઘરાકી નથી તેના પરિણામે વીવીંગ ક્ષેત્રે કયા માલો બનાવવા તે પ્રશ્ન ફેક્ટરીના માલિકોને સતાવી રહેલ છે. કારીગરો પોતાના વતન પાછા જતા હવે પૂરી ક્ષમતાથી વીવીંગ ચાલુ થયેલ નથી. કાપડ બજારના રાહુલભાઈના જણાવ્યા મુજબ વીવીંગ જે ૩૦ ટકા આસપાસ ચાલી હતી તેમાં ફેરફાર થઈને હવે વિવિંગ ફેક્ટરીઓ ૪૦થી ૫૦ ટકા કામકાજ કરી રહેલ છે.

આ એક સારી નિશાની છે. સરકારે સ્મોલ સ્કેલ યુનિટો માટે સારા પ્રમાણમાં રાહત આપતા તેઓના કામકાજમાં વધારો થવા પામેલ છે. કોરોના લીધે સ્પિનિંગ મિલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયેલ છે. ઇન્ટરનેશનલ લેવલે યાર્નની નિકાસ ઘટતાં સ્પીનીંગ યુનિટોમાં પચ્ચાસ ટકાનો કાપ મૂકવો પડેલ છે. લોકડાઉન અગાઉ સ્પીનીંગ યુનિટોમાં સ્ટોક હતો અને આ માલ વેચાયો ન હતો અને નવા ઉત્પાદનના કારણે સ્ટોકમાં વધારો થવા પામેલ છે પરંતુ સારા સમાચારમાંકોટન યાર્નના ભાવમા રૃા. ૪થી ૫નો પ્રતિ કિલો દીઠ વધવા પામેલ છે. યાર્નમાં ડોમેસ્ટિક અને એક્સપોર્ટમાં કામકાજ વધવા પામેલ છે. સ્પીનીંગ યુનિટોમાં હવે કારીગરો વતનથી પાછા આવવા માંડયા છે તેના લીધે પણ ઉત્પાદન વધવા પામેલ છે. વધુમાં આ વર્ષે કપાસનો વિપુલ પાક આવવાની ગણત્રીના લીધે કોટન યાર્નનું ઉત્પાનદ અને એક્સપોર્ટમાં સારા પ્રમાણમાં વધારો આવશે તેવું લાગે છે આગળ સિઝનની શરૃઆત થતાં કાપડનું ઉત્પાદન પણ વધતા યાર્નના ભાવો સુધરશે તેવું લાગે છે.

કાપડ બજારમાં પ્રોસેસ હાઉસ પાસે જે કામકાજનો અભાવ હતો તેમાં ફેરફાર થવા પામેલ છે. અમદાવાદ અને સાઉથ અને વેસ્ટ સહિત કુલ લગભગ ૬૦૦ ટેક્સટાઇલ પ્રોસેસ હાઉસો જે કોરોનાના લીધે બંધ હતા તેમાં ફેરફાર થયેલ છે. બજારમાં કેમ્બ્રિક, હોઝીયરી આઇટમો અને લેડીઝ આઇટમોમાં સુધારો થતા પ્રોસેસના કારખાના પાછા ૫૦ ટકા ચાલતા થયેલ છે. પ્રોસેસ હાઉસોના ઉપપ્રમુખ નરેશ શર્માએ સરકારને જે પ્રોસેસના કારખાનાો એક્સપોર્ટમાં કામ કરી રહેલ છે તેમાં મદદ માટે રજૂઆત કરેલ છે. ટેક્સટાઇલ જે નિકાસ માટે મુખ્ય હિસ્સો ધરાવે છે અને રોજગારીમાં ખેતી પછી ટેક્સટાઇલનો નંબર આવે છે.

દેશમાં પડી રહેલ સારા વરસાદના લીધે કપાસનો વિપુલ પાક આવશે તે ગણત્રી મૂકી શકાય. કપાસનો વધુ પાક આવતા કોટન યાર્નના ભાવોમાં ઘટાડો થઈ શકે જે કાપડ બજાર માટે સારી સાઇન છે. કોટરન યાર્નનો વપરાશ સ્થાનિક તથા એક્સપોર્ટમાં વધારો થાય અને કોટન કમ્પોઝીટ યુનિટોને સારા પ્રમાણમાં ફાયદો થાય તેવું બને. કપાસનો પાક ૨૦૧૯-૨૦માં ૫.૫૦ લાખ ગાંસડી વધીને ૩૩૫ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે કપાસનું ઉત્પાદન ૩૧૨ લાખ ગાંસડીના ઉત્પાદન કરતા ૨૩.૫૦ લાખ ગાંસડી વધુ રહેશે અને રૃનો સ્ટોક વધીને ૫૫ લાખ ગાંસડી રહેશે. દેશમાં પડી રહેલા સારા વરસાદના લીધે કાપડમાં પણ ગ્રામીણ ક્ષેત્રોની ઘરાકીમાં સુધારો થાય.

વધુમાં ઇન્ટરનેશનલ લેવલે ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડાના લીધે દેશને બેલેન્સ ઓફ પેમેન્ટમાં રાહત થાય જે ઇકોનોમી માટેના સારા સમાચાર છે. કાપડ બજારમાં જો કે સ્ટોક હોલસેલ લેવલે તેમજ દેશાવરોની ચેનલોમાં સારા પ્રમાણમાં સ્ટોકના લીધે બજારમાં એકદમ પરિસ્થિતિ સુધરે તેવા સંજોગો ઓછા છે પરંતુ બજારમાં અમુક જાતોમાં લેવાલીમાં સુધારો થતા બજારે રાહતનો શ્વાસ લીધેલ છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iHBj88
via Latest Gujarati News

Post a Comment

0 Comments