
પશ્ચિમ બંગાળ સરહદેથી બંગલાદેશ સાથેનો વેપાર ફરી શરૂ થતા નોન-બાસમતિ ચોખાના ટ્રેડરોને નવા ઓર્ડર્સ મળવાની આશા જાગી છે. હાલમાં ચોખાને લઈને જતી ટ્રકસ પેટ્રાપોલ-બેનાપોલ સરહદેથી જાય છે. કોવિડ-૧૯ના ફેલાવા પહેલાના ઓર્ડરો હાલમાં પૂરા કરવામાં આવી રહ્યા છે.
બંગલાદેશ મોટી સંખ્યામાં નોન-બાસમતિ ચોખાની ખરીદી કરે છે. બંગલાદેશ આ વર્ષે ભારત ખાતેથી ચોખાની વધુ આયાત કરશે એવી અમને જાણ થઈ હોવાનું ઓલ ઈન્ડિયા રાઈસ એકસપોર્ટર્સ' એસોસિએશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું. આ મુદ્દે બંગલાદેશ તથા ભારતના સરકારી સ્તરે અમે સંપર્ક કરી રહ્યા છીએ. ૨૦૧૮-૧૯માં ભારતે ૭૫૯૯૫૫૨ ટન્સ ચોખાની નિકાસ કરી હતી. જેનું કુલ મૂલ્ય રૂપિયા ૨૧૧૮૪ કરોડ જેટલું રહ્યું હતું.
સરકારી વેરહાઉસોને પૂરા પડાતા ચોખા માટે બંગલાદેશના રાઈસ મિલરો ઊંચા ભાવ માગી રહ્યા હોવાનું ટ્રેડરો જણાવી રહ્યા છે. કોરોનાને કારણે લોકો ઘરમાં પુરાઈ રહેતા બંગલાદેશમાં ચોખાની માગમાં વધારો થયો છે. હાલમાં જુના ઓર્ડરો પૂરા કરવામાં આવી રહ્યા છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kSRBx9
via Latest Gujarati News
0 Comments