બિહારની ગરીબી પાછળ રાજકારણ જવાબદાર


- બહારના લોકો મૂંગા મોઢે બધું જોઇ રહ્યા છે. શક્ય છે કે લોકો વર્તમાન સરકારના બદલે અન્ય જોડાણને વોટ આપે

- આરજેડી સાથે છેડો ફાડયા બાદ મુખ્ય પ્રધાન તરીકે ટકી રહેવા નિતીશ કુમારે  ભાજપનો ટેકોે લીધો ત્યારથી તેમની ઇમેજ તૂટી હતી

ગરીબ દેશમાં ગરીબ રહેવું એ લોકશાહીની નિષ્ફળતા કહી શકાય. ગરીબ દેશના ગરીબ રાજ્યની ગરીબી પાછળ રાજકારણ કારણભૂત છે.બિહારના મોટાભાગના નાગરિકો કમનસિબીના શિકાર બન્યા છે. બિહારના લોકોને વધુ સારા ભાવિની આશા આગામી મહિને ચૂંટણી જંગના કારણે ઉભી થઇ છે. બિહારના લોકોની સામે એનડીએ (જેડીયુ-ભાજપ અને એચએએમ), મહા ગઠબંધન(એલજેડી-કોંગ્રેસ-સીપીઆઇ-સીપીઆઇ(એમ) આ ઉપરાંત એલજેપી અને અન્ય નાની પાર્ટીઓનું જોડાણ પણ છે.

બિહારની ગરીબી..

બિહાર કેટલું ગરીબ છે? આવો આંકડા જોઇએ..

ભારતની માથાદીઠ આવક ૨૦૧૯-૨૦માં રૂપિયા૧,૩૪,૨૨૬ આંકવામાં આવી છે, જ્યારે બિહારની ૪૬,૬૬૪ રૂપિયા છે. એટલેકે ભારત કરતાં એક તૃતિયાંશ જેટલી ઓછી છે. તેમજ તમામ રાજ્યોમાં પણ સૌથી ઓછી છે. ત્યાં એવરેજ માસિક આવકના કારણે મોટા ભાગના બિહારીઓ પૂરતો ખોરાક કે પૂરતા કપડાં કે રહેવા લાયક સારી જગ્યા મેળવી શકતા નથી. (ભારતમાં બિહારના લોકો અન્ય રાજ્યો કરતાં વધુ ગરીબીમાં જીવે છે કેમકે તેમની આવક ઓછી છે)

બિહારના કિસાનોની સ્થિતિ તો વધુ ખરાબ છે. અન્ય રાજ્યો કૃષિ માટે બજેટના ૭.૧ ટકા ફાળવે છે જ્યારે બિહાર સૌથી ઓછા એવા ૩.૫ ટકા ફાળવે છે. જે લોકો પાસે રહેવાના ઘર છે એવા ૪૨.૫ ટકા લોકો કિસાનોના માથે દેવું છે અને તેમની પાસે ઓછી જમીન છે એવા લોકો ૮૬.૭ ટકા કિસાનોના માથે દેવું છે. બિહારે એપીએમસી એક્ટ હટાવીને  ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ અપનાવી છે.

બિહારમાં બેરોજગારીનો દર કોવિડ અગાઉ એટલેકે ફેબુ્રઆરી-૧૯માં ૧૦ ટકાથી વધુ હતો. ૫૫ ટકા યુવાનો બેકાર છે. જે લોકો પાસે નોકરી છે એવા લોકો પૈકી ૮૭ ટકા પાસે કાયમી કે નિયમિત પગાર વાળી જોબ નથી. મનરેગા સ્કીમ હેઠળ બે કરોડ લાકોએ નામ લખાવ્યા છે પરંતુ ૩૬.૫ ટકા લોકોને કામ મળે છે.

બિહારના બોલ્ડ પગલાં

જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે બિહારમાં મજબૂત વહિવટી તંત્ર હતું, વિકાસ માટે વિચારતા નેતાઓ હતા, બિહારમાંથી પસાર થતી ગંગાના કારણે દક્ષિણ બિહાર દેશનો સૌથી વધુ ખૂબ ફળદ્રૂપ વિસ્તાર હતો. બિહારની એક માત્ર સિધ્ધિ એ હતી કે જમીનના કાયદા સુધાર્યા હતા. જુની જમીનદાર વાળી સિસ્ટમને નાબૂદ કરી હતી અને જમીન વિહોણા કિસાનોને જમીન વહેંચી હતી.(આ કિસ્સામાં માત્ર જમ્મુ-કાશમીર તેનું હરીફ હતું). મિશનરીઓએ બિહારમાં શિક્ષણ માટેના બીજ રોપ્યા હતા. તેમની પાસે મહેનતુ અને તેમની પાસે તન મનથી કામ કરતા સેવાભાવી લોકો હતા. (આજે પણ માઇગ્રેટ બિહારી કામદારોની ડિમાન્ડ કન્સટ્રક્શન તેમજ કૃષિ ક્ષેત્રે મોટા પાયે છે). છેલ્લા ૩૦ વર્ષમાં બધું જ નાટકીય રીતે બદલાઇ ગયું છે. આ ૩૦ વર્ષમાં ૧૫ વર્ષ નિતીશ કુમારનું શાસન હતું. આ બધા પાછળનું મૂળ કારણ અંધેર વહિવટ હતો. ૨૦૧૧-૧૨ અને ૨૦૧૮-૧૯ વચ્ચે બિહારનો જીડીપી ભારતના એવરેજ જીડીપીની સરખામણીમાં બિહારનો રેટ ૬.૬ ટકા હતો. ૨૦૦૫ અને ૨૦૧૯ દરમ્યાન બિહારનું જાહેર દેવું ૪૩,૧૮૩ કરોડ પરથી  ૧૬૧,૯૮૦ કરોડ પર પહોંચ્યું હતું. બિહારમાં  ગરીબી સતત વધી રહી હતી. નિતી આયોગના આંકડા પ્રમાણે ૨૦૧૮-૧૯માં ગરીબાઇ વધીને ૫૫ ટકા પર પહેંાચી હતી. આ સ્થિતિમાં ગરીબ બિહારી શું કરે? તે અન્ય સ્થળે સ્થળાંતર કરે છે.

બિન કાર્યક્ષમને હટાઓ

એક વાત સ્પષ્ટ છે કે બિહારના લોકો ક્યાંતો નિતીશ કુમારની તરફેણમાં વોટ કરશે કે વિરોધમાં કરશે. નિતીશ કુમાર જયપ્રકાશ નારાયણની મુવમેન્ટ દરમ્યાન તૈયાર થયેલા છે. તે સેક્યુલર છે. વડાપ્રધાન મોદી સાથે તે ટકરાઇ શકે એવા હતા. તે પ્રથમવાર ચૂંટાયા ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી હતી. જુલાઇ-૨૦૧૭થી બધું બદલાયું હતું. આરજેડી સાથે છેડો ફાડયા બાદ મુખ્ય પ્રધાન તરીકે ટકી રહેવા તેમણે ભાજપનો ટેકોે લીધો ત્યારથી તેમની ઇમેજ તૂટી હતી. આ બધું માફ થઇ શકત જો તેમણે  બિહારને આર્થિક રીતે ઉંંચુ લાવવા પ્રયાસ કર્યા હોત. જો કે બિહાર આર્થિક રીતે ભાંગી ચૂક્યું છે.

કાયદો વ્યવસ્થા સુધર્યા છે એવી પણ નિતીશ કુંમાર હાંકી શકે એમ નથી કેમકે ૨૦૦૫થી ૨૦૧૯ દરમ્યાન ગુનાખોરી ૧૫૭ ટકા વધી છે. 

બિહારના લોકો મૂંગા મોઢે બધું જોઇ રહ્યા છે. શક્ય છે કે આ લોકો વર્તમાન સરકારના બદલે અન્ય જોડાણને વોટ આપે. 

કોઇને વોટીંગ આઉટ કરવાની શક્તિ મતદારો પાસે છે. લાગે છે કે વોટિંગ આઉટ કરવાની સિસ્ટમ ૨૦૨૦થી શરુ થઇ જશે...




from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jnkAXS
via Latest Gujarati News

Post a Comment

0 Comments