(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. 8 નવેમ્બર, 2020, રવિવાર
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ જો બિડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસે અત્યંત રસાકસીભરી પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા પછી વિજયની ઊજવણી કરતાં જણાવ્યું હતું કે, વ્યાપક સ્તરે વિભાજિત રાષ્ટ્રમાં 'રાક્ષસી શાસનનો યુગ' પૂરો થયો છે અને હું બધા જ અમેરિકનોનો પ્રમુખ છું. હું એવો પ્રમુખ બનીશ જે લોકોને વિભાજિત નહીં પરંતુ જોડવાનું કામ કરશે, જે કોઈ રાજ્યને રેડ સ્ટેટ અને બ્લ્યુ સ્ટેટ તરીકે નહીં જુએ, જે બધા જ રાજ્યોને અમેરિકા તરીકે જોશે.
અમેરિકામાં મંગળવારે મતદાન પૂરૂં થયા પછી ચાર દિવસે શનિવારે અનિશ્ચિતતાઓનો અંત આવ્યો હતો અને જો બિડેનને અમેરિકાના 46મા પ્રમુખ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા. 77 વર્ષીય ચૂંટાયેલા પ્રમુખ જો બિડેને ડેલાવરના વિલમિંગ્ટનમાં તેમના હોમટાઉમાં વિક્ટરી સ્પીચ આપતાં જણાવ્યું હતું કે, 'તમે લોકોએ મારા પર મુકેલા વિશ્વાસથી હું અભિભૂત થયો છું.'
વ્હાઈટ હાઉસની રેસમાં ત્રીજા પ્રયાસે સફળ થયેલા બિડેન 20મી જાન્યુઆરી 2021ના રોજ અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લેશે ત્યારે તે અમેરિકાના સૌથી વૃદ્ધ પ્રમુખ બનશે. બિડેને અમેરિકન ઈતિહાસમાં સૌથી વધુ મતો મેળવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, 'હવે હું અમેરિકન પ્રમુખ તરીકે કામ કરીશ. હું મને વોટ નહીં આપનારા અને મને વોટ આપનારા બંને માટે કામ કરીશ. અમરિકામાં 'રાક્ષસી શાસનનો અંત' આવ્યો છે.' ટ્રમ્પના સમર્થકોને સંબોધતા બિડેને કહ્યું હતું કે, આજે રાતે હું તમારી હતાશા સમજી શકું છું. હું પણ કેટલીક વખત હાર્યો છું.
પરંતુ હવે આપણે એકબીજાને તક આપીએ અને અમેરિકાને પ્રગતિ તરફ લઈ જઈએ. તેમણે ઉમેર્યું હતું કે, 'હું અમેરિકાના આત્માને પુન:સૃથાપિત કરવાનો પ્રયાસ કરીશ અને આ રાષ્ટ્રને ફરીથી બેઠું કરીશ. સમગ્ર વિશ્વમાં અમેરિકાને ફરીથી સન્માનનીય રાષ્ટ્ર બનાવીશ. આપણે દુશ્મનો નથી, આપણે અમેરિકન્સ છીએ.'
બિડેને જણાવ્યું હતું કે, આપણે આગામી સમયમાં વાઈરસને નિયંત્રિત કરવા લડવાનું છે. સમૃદ્ધિ માટે લડવાનું છે. પરિવારના સ્વાસ્થ્યની સલામતી માટે લડવાનું છે. આપણે રંગભેદની નીતિ સામે લડવાનું છે અને આ દેશમાંથી સિસ્ટેમેટિક રંગભેદના મૂળને દૂર કરવાના છે. આપણે ક્લાઈમેટ બચાવવા લડવાનું છે. શિષ્ટતાની પુન: સૃથાપના માટે, લોકશાહીના રક્ષણ માટે અને આ દેશમાં બધા જ લોકોને સમાન અિધકારો આપવા માટે લડવાનું છે.
બિડેને અમેરિકનોને ખાતરી આપી હતી કે ચૂંટાયેલા પ્રમુખ તરીકે તેમનું સૌપ્રથમ કામ દેશમાં કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવાનું રહેશે. સોમવારે હું અગ્રણી વૈજ્ઞાાનિકો અને નિષ્ણાતોના એક ગૂ્રપનું નામ જાહેર કરીશ, જે બિડેન-હેરિસ કોવિડ પ્લાનના અવરોધોને દૂર કરવામાં મદદરૂપ થશે અને 20મી જાન્યુઆરી 2021થી તેના અમલની બ્લુપ્રિન્ટ તૈયાર કરશે.
અમેરિકાના તાજેતરના ઈતિહાસમાં 2020ની ચૂંટણી સૌથી વિભાજક ચૂંટણી હતી. અમેરિકન ચૂંટણીના ઈતિહાસમાં સૌપ્રથમ અશ્વેત અને ભારતીય મૂળની મહિલા ઉપરાષ્ટ્રપતિ બનવાનો વિક્રમ સર્જનારાં કમલા હેરિસે જણાવ્યું હતું કે, 'તમે આશા અને એકતા, શિષ્ટતા, વિજ્ઞાાન અને સત્યને પસંદ કર્યા છે. તમે અમેરિકા માટે નવો દિવસ શરૂ કર્યો છે. '
કેલિફોર્નિયાના 56 વર્ષીય સેનેટરે જણાવ્યું હતું કે, 'તમે કોને મત આપ્યો છે તેની ચિંતા કર્યા વિના હું ઉપપ્રમુખ તરીકે બિડેન ઓબામાને વફાદાર હતા તેમ વફાદાર, પ્રમાણિક રહીશ અને દરરોજ હંમેશા તમારા અને તમારા પરિવારોના કલ્યાણ માટે વિચાર કરીશ. હવે ખરેખર કામ શરૂ થયું હોવાથી અમેરિકા માટે નવા દિવસની શરૂઆત થઈ છે તેની હું તમને ખાતરી આપું છું.'
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JLj9Gt
via Latest Gujarati News
0 Comments