અમેરિકા આવતા શરણાર્થીઓની લઘુત્તમ સંખ્યા વાર્ષિક 95,000થી વધારીને 1.25 લાખ કરાય તેવી શક્યતા
(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. 8 નવેમ્બર, 2020, રવિવાર
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બિડેન નજીકના સમયમાં એચ-1બી સહિત હાઈ-સ્કીલ્ડ વિઝાની સંખ્યા વધારશે અને વિવિધ દેશોની રોજગાર આધારિત વિઝા પરની મર્યાદા દૂર કરશે. બિડેનના આ બંને પગલાંથી હજારો ભારતીય પ્રોફેશનલ્સને લાભ મળવાની સંભાવના છે.
પ્રમુખપદેથી વિદાય લઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિના કારણે ભારતીય વસાહતી પ્રોફેશનલ્સને ફટકો પડયો હતો. બિજડેન એચ-1બી વિઝાધારકોના જીવનસાથીના કામ કરવા પર ટ્રમ્પ તંત્રે મૂકેલો પ્રતિબંધ પણ દૂર કરી શકે છે.
ટ્રમ્પ તંત્રે એચ-1બી વિઝાધારકોના જીવનસાથીના કામ કરવા પર પ્રતિબંધ મૂકતાં ભારતીય વસાહતીઓને મોટો ફટકો પડયો હતો. કમલા હેરિસ ભારતીય મૂળના સૌપ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા છે. આ બધી જ યોજનાઓ બિડેન તંત્રની ઈમિગ્રેશન નીતિમાં વ્યાપક સુધારાના ભાગરૂપે છે. આ યોજનાઓનો અમલ એક સાથે થઈ શકે છે આૃથવા અલગ અલગ પણ થઈ શકે છે.
બિડેન અભિયાન દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજમાં જણાવાયું છે કે, 'હાઈ-સ્કીલ્ડના કામચલાઉ વીઝાનો ઉપયોગ પહેલાથી અમેરિકામાં વિવિધ પદો પર કામ કરનારા પ્રોફેશનલ્સને હતોત્સાહિત કરવા માટે ન થવો જોઈએ. '
બિડેન કોંગ્રેસ સાથે મળીને કામચલાઉ વિઝામાં સૌપ્રથમ સુધારો ભથૃથા આધારિત ફાલળણી પ્રક્રિયા સૃથાપવા કરશે અને નિશ્ચિત ભથૃથા કરતાં ઓછી કિંમતે કોઈને નોકરી પર રાખવામાં ન આવે તેની ખાતરી રાખવા એક વ્યવસૃથાતંત્ર ગોઠવશે. ત્યાર પછી બિડેન હાઈ-સ્કિલ્ડ વિઝાની સંખ્યા વધારશે અને દેશ દ્વારા રોજગાર આધારિત વિઝા પરની મર્યાદા દૂર કરશે.
દરમિયાન બિડેન તંત્ર પરિવાર આધારિત ઈમિગ્રેશન સિસ્ટમનું સમર્થન કરશે અને અમેરિકાની ઈમિગ્રેશન વ્યવસૃથાના મૂળ સિદ્ધાંતના રૂપમાં પરિવારના એકીકરણને સંરક્ષિત કરશે, જે રૂપરેખા તૈયાર કરાશે તેમા ંપરિવાર વિઝા બેકલોગ ઘટાડવાનો પણ સમાવેશ થાય છે.
જો બિડેન એક કરોડથી વધુ વસાહતીઓને અમેરિકન નાગરિક્તા આપશે, જેમાં પાંચ લાખ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. બિડેને ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું હતું કે, બિડેન તુરંત સંસદની સાથે કામ શરૂ કરી દેશે, જેથી ઈમિગ્રેશન સુધારા સંબંિધત કાયદો પસાર કરી શકાય. તેના હેઠળ 1.1 કરોડ એવા વસાહતીઓને નાગરિક્તાની રૂપરેખા તૈયાર કરાશે જેમની પાસે દસ્તાવેજ નથી.
બિડેનનું નવું તંત્ર અમેરિકામાં પ્રત્યેક વર્ષે આવનારા શરણાર્થીઓની નિશ્ચિત લઘુત્તમ સંખ્યા 95,000 અંગે પણ સંસદ સાથે કામ કરશે. એમ પણ કહેવાય છે કે બિડેન આ સંખ્યા 1.25 લાખ કરવાની યોજના પર પણ કામ કરશે. તેનાથી અમેરિકામાં આવતા શરણાર્થીઓને નાગરિક્તા મળવાનો માર્ગ મોકળો થશે.
ઉપરાંત રોજગાર આધારિત વિઝાને ગ્રીન કાર્ડના નામથી પણ ઓળખાય છે. તેની મદદથી અમેરિકામાં વસાહતીઓને કાયદેસર સૃથાયી નાગરિક્તા અપાય છે. વર્તમાનમાં પ્રતિ વર્ષ 1.40 લાખ લોકોને ગ્રીન કાર્ડ અપાય છે. બિડેન પોલિસી ડૉક્યુમેન્ટમાં કહેવાયું છે કે તેઓ સંસદ સાથે મળીને આ સંખ્યા વધારવા પ્રયાસ કરશે.
આ વખતની અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો
* છેલ્લાં 100 વર્ષમાં સૌથી વધુ મતદાન. આ વખતે 160 મિલિયનથી વધુ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો જે એક રેકોર્ડ છે.
* જો બિડેન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ મત મેળવનારા પ્રમુખ બન્યા જેમને 75,215,326 (50.65%) મત મળ્યા. આ પહેલાં આ રેકોર્ડ બરાક ઓબામાના નામે હતો. ઉપરાંત બિડેનના પ્રતિસ્પર્ધી ટ્રમ્પને પણ આ વખતે 70,812,355 (47.68%) મત મળ્યા.
* અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાનારા કમલા હેરિસ પ્રથમ મહિલા અને અશ્વેત મૂળના પણ પહેલા મહિલા બન્યા.
* ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ દાયકા પછી પહેલા અને છેલ્લાં 100 વર્ષમાં પાંચમાં એવા રાષ્ટ્રપ્રમુખ બન્યા જે બીજી ટર્મ મેળવવામાં નિષ્ફળ રહ્યા. છેલ્લે 1992માં H. W. Bush સીનિયર રાષ્ટ્રપ્રમુખની બીજી ટર્મ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.
* 1960થી ચાલી આવતી ઓહાયો જીતે તે રાષ્ટ્રપ્રમુખ બને તેવી પરંપરા તૂટી. ડોનાલ્ડ ટ્રમ્પે ઓહાયો રાજ્યમાં જીત મેળવી પણ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા.
* 1992 પછી પ્રથમ વાર ડેમોક્રેટ ઉમેદવાર જ્યોર્જયા રાજ્યમાં જીતની નજીક. છેલ્લે 1992માં ડેમોક્રેટ ઉમેદવાર બિલ ક્લિન્ટન જ્યોર્જયા રાજ્ય જીતવામાં સફળ રહ્યા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mXhSum
via Latest Gujarati News
0 Comments