ઉદારમતવાદી લોકશાહી ભાગ્યે જ જોવા મળે છે


- સિટિઝનશીપ બીલ સામે લાખો લોકોએ વ્યકત કરેલી શંકા, ફ્રી સ્પીચ પર કાતર, સમાચાર માધ્યમોનું નાક દબાવવું, દેખાવો પર પ્રતિબંધ કે વિવિધ નિયંત્રણો લાદવા વગેરે ઉદારમતભાવનો અભાવ બતાવે છે

ભા રતના બંધારણનું પ્રિએમ્બલ છે. ઘણા લોકોએ તે વાંચ્યું નથી કે તેનું મહત્વ સમજ્યા નથી. જે લોકો પાયાના હકો, આર્ટીકલ-૩૨ અને ઇમર્જન્સી જેવા શબ્દોનો ઉપયોગ કરે છે તેમને પણ કદાચ પ્રિએમ્બલની ખબર નથી. જ્યારે બંધારણીય એસેમ્બલીએ તેને સ્વિકાર્યું ત્યારે પ્રિએમ્બલમાં જાહેર કરાયું હતું કે અમે ભારતના નાગરિકો સાર્વભૌમિક ડેમોક્રેટિક રિપબ્લિકને વરેલા છીએ. (આ વ્યાખ્યાને વધુ મજબુત બનાવવા જાન્યુઆરી -૧૯૭૭માં  સોશ્યાલીસ્ટ અને સેક્યુલર શબ્દો ઉમેરાયા હતા). આ પ્રિએમ્બલ આગળ વધતાં કહે છે કે અમે દરેક નાગરિકને ન્યાય, લિબર્ટી, સમાનતા તેમજ આ બધાથી ઉપર ભાઇચારાની સાથે જોડાયેલા રાખે છે. આ શબ્દો એમ દર્શાવે છે કે ભારત રિપબ્લિક એ ઉદારતમવાદી લોકશાહી છે.

આ શબ્દો કાયમ યાદ રહેશે..

૧૭૮૯મા ફ્રેન્ચ રિવેલ્યુએશન વખતે લિબર્ટી, ઇક્વાલીટી, ફ્રેટરનીટી (બંધુત્વ),કે ડેથ જેવા  શબ્દો ખુબ વપરાતા હતા. ફ્રાન્સના લોકોને આ શબ્દો ખુબ યાદ રહ્યા છે. ઇસ્લામ ત્રાસવાદ સાથે સંકળાયેલા ત્રાસવાદીએ જ્યારે  સેમ્યુલ પેટી નામના ટીચરની હત્યા કરી ત્યારે ફ્રાન્સના પ્રમુખ એમ્યુલ મેક્રેાને કહ્યું હતું કે અમે શાંતિ સ્થાપવાની આડે આવતા તમામ મુદ્દે ચર્ચા કરીશું. અમે ક્યારેય ધિક્કાર ભર્યા ભાષણો સહન નહીં કરીએ. તેમજ યોગ્ય મુદ્દે ચર્ચા કરીશું. અમે હંમેશા માનવતા અને વૈશ્વિક મૂલ્યોને વળગી રહીશું. 

દરેક દેશ લિબર્ટી, સમાનતા અને ભાઇચારાના શબ્દોને એક યા બીજી રીતે વળગી રહે છે. ભારતની જેમ આ દેશો પણ પોતાના  બંધારણમાં  ઉદારતમવાદી લોકોશાહી દેશ ગણાવે છે. લોકશાહીના પ્રથમ પગથિયા સમાન ફ્રી સ્પીચના મામલે અનેક દેશો ઉદારમતવાદી સાબિત થયા નથી.

ટાઇમ મેગેઝીનના તાજેતરના અંકમાં વિશ્વના સૌથી વધુ ૧૦૦ વગદાર લોકોની યાદી આપી છે.જેમાં છ દેશોના વડાઓનો પણ સમાવેશ થાય છે. જેમાં નરેન્દ્ર મોદી, શી જીનપીંગ,એન્જલ માર્કેલ, જૈર બોલસેનારો(બ્રાઝીલ),  ડોનાલ્ડ ટ્રમ્પ, તાઇવાનના વેનનો સમાવેશ થાય છે. આ પૈકીના બે એવા છે કે જ્યાં લોકશાહી કહેવા પૂરતીજ છે. મોદી અને  ટ્રમ્પ ચૂંટાઇને  આવેલા નેતાઓ છે પરંતુ તેમના પર લિબરલનું લેબલ ના મારી શકાય. માત્ર માર્કેલ અને તાઇવાનના વડાને ઉદારમતવાદી લોકશાહી દેશના વડા કહી શકાય. જો તમે અન્ય કોઇ દેશના વડાને ઉદારમતવાદી લોકશાહી દેશમાં જોડવા માંગતા હોવ તો તે ભાગ્યેજ મળી આવે એમ છે. મધ્ય એશિયામાં આફ્રિકા અને લેટિન અમેરિકામાં ચૂંટાયેલી નેતાગીરી છે પરંતુ ત્યાં ઉદારમત લોકશાહી નથી.

મોદી વિશે ટાઇમ મેગેઝીને લખ્યું છે કે દલાઇલામા ભારતની શાંતિ અને સ્થિરતાના વખાણ કરી રહ્યા છે. મોદી શાંતિ લાવ્યા છે તેમાં શંકાને સ્થાન નથી પરંતુ તેમનો પક્ષ વર્ચસ્વવાદ અને બહુમતી વાદમાં માને છે. આમ વિશ્વની સૌથી વાયબ્રન્ટ ડેમોક્રેસી અટવાયેલી નજરે પડે છે. જ્યાં અનેક મુદ્દે અસંમતિ જોવા મળે છે.

અન્ય દેશોની લોકશાહી પણ આવીજ કોઇ સમસ્યામાં અટવાયેલી જોવા મળે છે. જસ્ટીસ રૂથ બેડરના અવસાન પછી તેમની જગ્યાએ થોડો સમય પણ વેડફ્યા વગર ટ્રમ્પે જજ એમી કૂની બેરેટને નિમ્યા હતા. જેના કારણે ઉદારમતવાદી અમેરિકનો ખાસ કરીને મહિલાઓએ ઝડપી નિર્ણયને આવકાર્યો હતો.

આપણે ક્યાં છીએ?

લોકશાહી હોવી અને ઉદારમતવાદી લોકશાહીમાં ફેર છે. ભારતમાં જોવા મળે છે એમ લોકશાહી કેટલીકવાર ઉદારમતવાદી નજરે પડે છે. પરંતુ સિટિઝનશીપ બીલ સામે લાખો લોકોએ વ્યકત કરેલી શંકા, ફ્રી સ્પીચ પર કાતર, સમાચાર માધ્યમોેનું નાક દબાવવું, દેખાવો પર પ્રતિબંધ કે વિવિધ નિયંત્રણો લાદવા, રાજકીય બળવાખોરીને પ્રોત્સાહન, રાજ્યોને પોતાના આશ્રય હેઠળ રાખવા, લધુમતી કોમને ડરાવે રાખવી, રાજકીય નેતાઓને શરણે જતું પોલીસ તંત્ર, રાજકીય મુદ્દા પર લશ્કરના લોકો પણ પોતાનો ઓપિનિયન આપતા હોય, કાયદાના શાસનનો અભાવ વગેરે ઉદારમતવાદનો અભાવ બતાવે છે.

નવેમ્બર ૨૦૧૯માં ન્યુઝિલેન્ડમાં જ્યારે એક બંદુકધારીએ બે મસ્જીદમાં ફાયરીંગ કરીને ૫૧ લોકોને મારી નાખ્યા ત્યારે વડાપ્રધાન જેસીન્ડા એર્ડેમે કહ્યું હતું કે આ લોકો આપણા છે. જેણે ફાયરીંગ કર્યું છે તે આપણો નથી. મિસ્ટર મેક્રેાન અને જેસિન્ડા આપણે સાંભળવા માંગતા હોય એવી ભાષા બોલે છે. આપણે જ્યારે ઉદારમતવાદી લોકશાહીનો મૃત્યુઘંટ વાગતો જોઇ રહ્યા છે ત્યારે આપણે ક્યાં ઉભા છે તે પણ જોવું જોઇએ.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35Rn640
via Latest Gujarati News

Post a Comment

0 Comments