આપણા ભારતમાં એડિબલ ઓઇલનું માર્કેટ ઘણું જ મોટાપ્રમાણમાં વિકસેલ છે. આપણા દેશમાં બીજા દેશની ગણતરીએ એડિબલ ઓઇલનો વપરાશ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેના મુખ્ય કારણોમાં આપણે ત્યાં ફ્રાય સિસ્ટમથી બનતા ખોરાક (નમકીન)ની માંગ ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે. તેના કારણે એડિબલ ઓઇલનો વપરાશ પણ ખૂબ જ મોટા પાયે થાય છે.
એડિબલ ઓઇલ બે ગ્રુપમાં ક્લાસીફાઇડ કરવામાં આવેલ છે. જેમાં ટ્રેડીશનલ જેવા કે ગ્રાઉન્ડનટ, એસિડ-મસ્ટર્ડ સીડ, સનફલાવર. જ્યારે નોન-ટ્રેડીશનલ જેવા કે સોયાબીન, સનફ્લાવર, કોટનસીડ. આ પ્રકારના ઓઇલસીડ ખૂબ જ મોટા પ્રમાણમાં મળી રહે છે. અને તેનો ગ્રોથ પણ ઘણો જ મોટા પ્રમાણમાં છે.
આ પ્રકારના ઓઇલ સીડને એક્સ્પીલીંગ પ્રોસેસ વડે ક્રશીંગ કરી ઓઇલને ઓઇલસીડમાંથી મેળવવામાં આવે છે. એ પ્રકારના ઓઇલ સીડ કે જેમાં વધારે પ્રમાણમાં ઓઇલ કન્ટેન્ટ હોય, જેવા કે ગ્રાઉન્ડનટ, એસીડ-મસ્ટર્ડસીડ અને સનફ્લાવર પ્રકારના ઓઇલને મેળવવામાં આવે છે.
રીફાઈનિંગ સ્ટેઇજ : ઓઇલ સીડમાંથી ઓઇલને બહાર લાવ્યા પછીથી આ ઓઇલને રીફાઈનિંગ સ્ટેઇજ પર રીફાઈન (ફીલ્ટર પ્રેસ વડે) કરવામાં આવે છે. જ્યાં મીલના જીણા પાર્ટીકલ દૂર થાય છે. જેથી એડિબલ ઓઇલ ચોખ્ખુ (ક્લીયર) બને છે.
વનસ્પતિ ઇન્ડસ્ટ્રીઝ : એડિબલ ઓઇલને રીફાઈન કર્યા પછીથી આ ઓઇલને હાઈડ્રોજીનેશન, કેટલિસ પધ્ધતિથી માર્ગારિન અને વનસ્પતિ પ્રોસેસ કરવામાં આવે છે. જ્યાં ઘી અને બટરને મેળવવામાં આવે છે.
સોલવન્ટ એકસ્ટ્રેકશન : એક્સ્પીલર ઓઇલ સીડ, રીફાઈનીંગ પ્રોસેસીંગ પછીના મીલ (ખોળ), પ્રોડક્ટસને સોલવન્ટ (હેકઝીન) એકસ્ટ્રેકશન ટેકનોલોજી દ્વારા ડી.-કેક (ખોળ)માં રહી ગયેલ ઓઇલને બહાર લાવવમાં આવે છે. બાકી જે વધે છે તેને ફીડ માટે વાપરવામાં આવે છે. તેને ડી-કેક કહેવાય છે તેનું એક્સ્પોર્ટ પ્રમોશન ઘણું જ મોટું છે.
સ્મોલ સ્કેલ એકસ્પીલર્સ : ભારતમાં (SSI) સ્મોલ સ્કેલ યુનિટ પણ ઘણા જ છે. જે યુનિટો રોજનું લગભગ ૧૦ ટન જેટલું ગ્રાઉન્ડનટ, રેપસીડ મસ્ટર્ડ એકસ્પીલીંગ પ્રોસેસ ટેકનોલોજી દ્વારા મેટલ સ્ક્રુ વાપરીને ઓઇલ સીડમાંથી ઓઇલને મેળવે છે.
ઘાણી : બીજા પ્રકારનું સ્મોલ સ્કેલ યુનિટ કે જે બહુ જ ઓછા પ્રમાણમાં કે જે સિર્ફ કીલો ગ્રામમાં ઓઇલ પ્રોડકશન કરે છે. આ રીતે ઘાણી પ્રોડકશનનો પણ ઘણો મોટો શેર છે.
ઇન્ડીયન સ્ટાર્ન્ડડ : ઇન્ડીયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટીટયુટ, ન્યુદીલ્હી, ધ પ્રિર્ઝવેશન ઓફ ફુડ એડલસ્ટ્રેશન એક્ટ ૧૯૫૪ (પીએફએ), ધ લીમિટ ફોર ક્વોલિટી એટ્રીબ્યુટ વીચ મે બી ફોલોવ્ડ : રાઈસ બ્રાન ઓઇલ : આઈ એસ ૩૪૪૮-૧૯૬૮, મસ્ટર્ડ ઓઇલ : આઈ એસ ૪૪૨૮-૧૯૬૭, સિસમ ઓઇલ : આઈ એસ ૪૪૨૯ ૧૯૬૮, એડિબલ ગ્રેડ ઓઇલ મુજબનું સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ બીઝનેસ માટે જરૂરી હોય છે.
ઓઇલ સીડ, ઓઇલ અને મિલ ક્વોલિટી કન્ટ્રોલ : સેન્ટ્રલ ફુડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ મૈસુર જ્યાં દરેક પ્રકારના જેવા કે ગ્રાઉન્ડનટ, સોયાબીન, મસ્ટર્ડ, સનફ્લાવર સાફલાવર, કોટનસીડ, સિસમ, કોકોનટ, પામ, રાઇસ બ્રાન અને ટી બોર્ન ઓઇલ વિગેરેનું રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કરી આપે છે, જે હુમન ફુડની યોગ્યતા પ્રમાણેના ટેસ્ટ હોય છે.
ક્વોલિટી કન્ટ્રોલ : ઓઇલ સીડ ઓઇલ અને મિલને ડીફરન્ટ સ્ટેઇજે કન્ટ્રોલ અને પ્રોસેસીંગ કરવાના હોય છે. જેમાં હાર્વેસ્ટીંગ, ઓઇલસીડ, ઓઇલ અને મિલને ડીફરન્ટ સ્ટેઇજે પ્રોસેસ કરવા જરૂરી હોય છે.
ઓઇલ સીડ સુકા, ક્લીન, ફ્રી ઓફ માઇક્રોબીયલ કોન્ટ્રામિનેશન કંટ્રોલ જરૂરી બને છે. કારણ કે ટ્રેડીશનલ ઓઇલસીડનું ડાયરેક ઓઇલ ફુડ કુકીંગ અને બીજા પ્રિપરેશન માટે વપરાય છે. જ્યારે મિલ પ્રોસેસ ફુડ એક્સ્પોર્ટ માર્કેટ અને સાથે ફીડ માર્કેટમાં જાય છે.
બ્લેન્ડીંગ સ્ટાન્ડર્ડ : પીએફએ એક્ટ પ્રમાણે બે પ્યોર ઓઇલનું અડલસ્ટ્રેશન કરી શકાય છે અને તેના ઇનગ્રેડીએન્ટ પેકેજ લેબલ પર દર્શાવવા જરૂરી બને છે.
એડિબલ ઓઇલમાં કેસ્ટર ઓઇલ અથવા બીજા નોર્મલ ઓઇલનું એડલસ્ટ્રેશન કરી શકાય છે. એડિબલ ઓઇલમાં પ્રાઇઝ એડજેસ્ટ કરવા માટે ૨ ટકા જેટલું કેસ્ટર ઓઇલ વાપરી શકાય છે. અમૂક પ્રોડક્સમાં ૧૦ ટકા જેટલું પણ એડલસ્ટ્રેશન હોય છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31ZOb3x
via Latest Gujarati News
0 Comments