કાપડ બજારમાં વિદાય લઈ રહેલું સં. ૨૦૭૬નું વર્ષ કાપડ અને ગાર્મેન્ટના વેપાર-ઉદ્યોગ માટે યાતનાભર્યું નીવડયું ગણી શકાય. કાપડ બજારમાં એક પછી એક કારણોના લીધે વિતેલ વર્ષ દરમિયાન કાપડના ઉત્પાદન અને વેપાર માટે મુશ્કેલી રહેવા પામેલ. નોટબંધી, જીએસટી, ઇ.વે બીલ વધુ પડતી ઉત્પાદન ક્ષમતા, નાણાભીંડ, પાર્ટીઓ ઢીલી પડવાની હવા અને છેલ્લે છેલ્લે માર્ચ મહિના પછી કોરોનાના લીધે કાપડ બજારમાં વેપારી વર્ગ કમાણી કરી શકેલ નથી.
મોટા ભાગના વેપારીઓ હવે કહી રહેલ છે કે આ વર્ષ આપણી વ્યવસાયી જિંદગીમાં હતા જ નહીં તેમ માનવું રહ્યું. મોટાભાગના વેપારીઓ આ વર્ષ દરમિયાન નુકસાન કરશે અને પોતાના ઘરના ખર્ચ માટે પોતાના ઘરની મૂડી ઓછી કરવાનો વખત આવેલ છે. માર્ચ મહિના પછી કાપડ બજારે ૨ થી ૩ મહિના બંધ રહેવા પામેલ અને તેના પરિણામે કાપડ બજારમાં પ્રવૃત્તિ ઘણી ઘટી જવા પામેલ. કોરોનાના લીધે બજારમાં વેપારીઓ અવર-જવર બંધ થઈ જવા પામેલ અને ટ્રેનો અને ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જતા કાપડની ડીલીવરી અટકી જવા પામેલ. વધુમાં બજાર બંધ હોવાના કારણે અને ઉત્પાદન લેવલે કારીગરોની ગેરહાજરીના કારણે કાપડનું ઉત્પાદન સારા પ્રમાણમાં ઘટી જવા પામેલ હતું. સ્પીનીંગ અને વીવીંગ ક્ષેત્રે ઉત્પાદન ૬૦ ટકા જ થવા પામેલ છે. પ્રોસેસના કારખાના પાસે કામકાજના અભાવે એક જ શીફટથી કામ કરી રહેલ છે.
બજારમાં જ્યા સુધી સેમી હોલસેઇલ તેમજ રીટેલમાં લેવાલીમાં સુધારો નહિ આવે ત્યાં સુધી હોલસેઇલ ઘરાકી આવી રીતે જ ચાલશે. કાપડ બજાર માટે મુખ્ય પ્રશ્ન નાણાંભીડ ગણી શકાય. આગળ જે માલો વેચેલ છે તેના પેમેન્ટ સમયસર આવતા નથી. અને જો પેમેન્ટ માટે તકાદો કરો તો માલ પાછા આપવાની વાતોના લીધે બજારનું મોરલ બગડતું હોય છે. બજારમાં માલ બોજો ઓછો છે પરંતુ તેની સામે લેવાલી પણ ઘટી ગયેલ છે. બજારમાં તહેવારો સીઝન એક પછી એક ફેઇલ જવા પામેલ છે. આગળ દિવાળી આવી રહેલ છે. સામાન્ય નિયમ પ્રમાણે દિવાળી પછી છેક જૂન સુધી ઘરાકી સારી હોય છે અને લોકલ તથા દેશાવરોમાં માલ બોજો ઓછો હોવાના લીધે કાપડના ભાવમાં વધારો નોંધાયેલ છે. આ વર્ષે કપાસ-રૂનો વિપુલ પાક આવેલ છે. દેશમાં સારો વરસાદ થયેલ છે. તેના લીધે આગળ ગ્રામીણ ઘરાકી સારી રહેવાની ધારણા છે.
જોકે તેની સામે ફુગાવો વધી રહેલ છે. અને જીવનજરૂરિયાતોના ભાવમાં વધારો થવા પામેલ છે. એક અંદાજ પ્રમાણે અત્યારે ઘરખર્ચના બજેટમાં ૭૫ ટકા ખર્ચ ખાવાપીવામાં જતા રહે છે. તેના લીધે હાથમાં નાણાં ઓછા રહે છે પરિણામે બજારમાં જેટલાં પ્રમાણમાં લેવાલી રહેતી હોય છે તેમાં ઘટાડો જોવા મળી રહેલ છે. બજારમાં યાર્નના ભાવ વધારા પછી વેપારી વર્ગ કાપડના ઊંચા ભાવ ક્વૉટ કરી રહેલ છે તેના લીધે જુના ભાવના માલો સારા પ્રમાણમાં વેચાઈ ગયેલ છે. પરંતુ જૂની ઉઘરાણી વધુ બાકી હોવાના લીધે હવે વેપારી વર્ગ વધુ ઉઘાર આપતા નથી. અને પેમેન્ટ બાકી હોવાના લીધે વેપારીઓ કેટલો વધુ માલ આપવો તે માટે ચિંતામાં છે અને વેપારી વર્ગ તેના માટે RTGS થી આપવાનો આગ્રહ કરી રહેલ છે. અમદાવાદના ઘણા વેપારીઓની ઉઘરાણી કરોડો રૂપિયાની બાકી છે. આ સંજોગોમાં વેપારીઓ માટે ધંધો કરવાની મુશ્કેલી વધી ગયેલ છે. આવા સમયમાં મહાજને સીટની રચના કરેલ છે.
કાપડના ભાવ :
યાર્નના ભાવ વધારા પછી કાપડની જાતોના ભાવમાં વધારો થવા પામેલ છે. જુના ભાવના માલો સારા વેચાઈ ગયેલ છે. રેયોનમાં સારી ડીમાન્ડ જોવા મળી રહેલ છે. રેયોન ૬૩ પનો ૧૮ કીલો ક્વોલીટી ૩૦/૩૦ ગ્રેના ભાવ રૂા. ૩૮ છે. રેયોન ૪૮ પનો ૧૪ કીલો ક્વોલીટીના સોદા રૂા. ૨૮માં થયેલ છે. જામ સાટીન ૪૮ પનો ગ્રે રૂ. ૪૦ માં મલે છે. એરજેટ ૬૩ પનો કોટન પોપલીન ૪૦/૪૦ ૧૩૨/૭૨ ક્વોલીટી રૂ. ૬૨માં માલો વેચાય છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37ZKZc3
via Latest Gujarati News
0 Comments