રોનાલ્ડોની હાજરી છતાં પોર્ટુગલે યુક્રેન સામેની મેચ 0-0થી ડ્રો કરી

લિસ્બન, તા.૨૩

વર્લ્ડકપ બાદ પોર્ટુગલે સુપરસ્ટ્રાઈકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને ટીમમાં પહેલી વખત સામેલ કર્યો હોવા છતાં તે કોઈ જાદુ કરી શક્યો નહતો અને યુરો ક્વોલિફાયરની યુક્રેન સામેની મેચ ૦-૦થી ડ્રોમાં પરીણમી હતી. પોર્ટુગલના કોચ ડોસ સાન્તોસને ઘરઆંગણાની મેચમાં જીતની આશા હતી, જે ફળી નહતી. જોકે, વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસે ધમાકેદાર જીત હાંસલ કરી હતી. ફ્રાંસે ૪-૧થી મોલ્ડોવાને કચડી નાંખ્યું હતુ. 

યુરો કપ ૨૦૨૦ના ક્વોલિફાયર્સ શરૃ થઈ ચૂક્યા છે, જોકે તેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પોર્ટુગલની શરૃઆત સારી રહી નહતી. ઘરઆંગણે રમવા છતાં તેઓ યુક્રેનની સામે જીતી શક્યા નહતા. જોકે,  વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસેે તેનો સુપરપાવર મોલ્ડોવા સામે બતાવ્યો હતો. ફ્રાન્સ તરફથી એન્ટોની ગ્રીઝમાન, રાફાલ વારાને, ઓલિવિયર જિરોડ અને કિલિયન એમ્બાપ્પેેએ ગોલ ફટકાર્યા હતા. વ્લાદિમીર એમ્બ્રોસે ૮૯મી મિનિટે મોલ્ડોવા તરફથી એકમાત્ર આશ્વાસનરૃપ ગોલ ફટકાર્યો હતો. 

રહીમ સ્ટિલગની ગોલ હેટ્રિકને સહારે ઈંગ્લેન્ડે ચેક રિપબ્લિક સામે ફાઈવસ્ટાર વિજય મેળવ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી સ્ટિર્લિંગ ઉપરાંત હેરી કેન અને થોમસ કલાસે ૧-૧ ગોલ ફટકાર્યા હતા. ફિફા વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરનારા આઈસલેન્ડે ૨-૦થી એન્ડોરાને પરાસ્ત કર્યું હતુ. આઈસલેન્ડ તરફથી બિકન બ્જાર્નાસન અને ક્રાર્ટાસને ગોલ ફટકાર્યા હતા. 

તુર્કીએ ૨-૦થી અલ્બેનિયાને પરાજય આપ્યો હતો. જ્યારે લક્ઝમ્બર્ગે ૨-૧થી લિથુનિયાને મહાત કર્યું હતુ.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2up8q9E
via Latest Gujarati News

Post a Comment

0 Comments