બ્યુનોસ એર્સ, તા.૨૩
યુરો ક્વોલિફાયરમાં રોનાલ્ડોનુ પુનરાગમન પોર્ટુગલ માટે ઉત્સાહજનક નહતું રહ્યું, તો આર્જેન્ટીનાની ટીમમાં પાછો ફરેલો મેસી પણ વેનેઝુએલા સામેની મેચમાં ટીમને જીતાડી શક્યો નહતો. આફ્રિકન ટીમ વેનેઝુએલાએ જબરજસ્ત પર્ફોમન્સ આપતાં ૩-૧થી આર્જેન્ટીનાને હરાવીને સનસનાટી મચાવી હતી.
વેનેઝુએલા તરફથી સોલોમન રોન્ડોને મેચની છઠ્ઠી મિનિટે જ ગોલ ફટકારીને ટીમને સરસાઈ અપાવી દીધી હતી. આ પછી જુઆન મુરીલોએ ટીમની સરસાઈ ૨-૦ કરી દીધી હતી. લ્યુતારો માટનેઝે આર્જેન્ટીના તરફથી ગોલ ફટકારતાં લડાયક મિજાજ દેખાડયો હતો. જોકે ૭૫મી મિનિટે વેનેઝુએલાને પેનલ્ટી કીક મળી હતી અને જોસેફ માટનેઝે ગોલ ફટકારતાં ટીમને ૩-૧થી જીત અપાવી હતી.
થોમસ મુલર, મેટ્સ હમ્મેલ્સ અને જેેરોમે બોયટેંગ જેવા દિગ્ગજ ખેલાડીઓને પડતા મુકવાના વિવાદ વચ્ચે જર્મનીએ સબયા સામેની મેચ ડ્રો કરી હતી. યોકીમ લોના માર્ગદર્શનમાં તૈયાર થયેલી જર્મન ટીમ તરફથી એકમાત્ર ગોલ લેઓન ગોરેેત્ઝકાએ ફટકાર્યો હતો. જ્યારે સર્બિયાએ ૧૨મી મિનિટે લુકા જોવિકેે ગોલ ફટકારીને ટીમને સરસાઈ અપાવી દીધી હતી. ફિફા વર્લ્ડકપમાં પ્રથમ રાઉન્ડમાં બહાર ફેંકાયા બાદ જર્મનીએ ડ્રો સાથેે ઉત્સાહવર્ધક દેેખાવ કર્યો હતો.
કોપા અમેરિકાની વિજેેતા ચિલીની ટીમ ૧-૩થી મેક્સિકો સામે હારી ગઈ હતી. મેક્સિકો તરફથી રાઉલ જેમેનેઝ, હેેક્ટર મોરેનો અને હિવગ લોઝાનોએ ગોલ ફટકાર્યા હતા. જ્યારે ચિલી તરફથી એકમાત્ર ગોલ નિકોલસ કોસ્ટિલોના નામે નોંધાયો હતો. પેરૃએ ક્રિસ્ટીનો ક્યુવાના ચોથી મિનિટના ગોલને સહારે પેરાગ્વેને હરાવીને અપસેેટ સર્જ્યો હતો.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fu98Ym
via Latest Gujarati News
0 Comments