લખનૌ, તા. 24. માર્ચ 2019 રવિવાર
સમાજવાદી પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે જાહેર કરેલા 40 સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી મુલાયમસિંહ યાદવનુ નામ ગાયબ છે.
તેનીસાથે સાથે બે મહત્વની બેઠકો માટે ઉમેદવારો પણ જાહેર કર્યા છે.જેમાં આઝમગઢ બેઠક પરથી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ ચૂંટણી જંગમાં ઝુકાવશે જ્યારે રામપુર બેઠક પરથી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમખાન ચૂંટણી લડશે.
જોકે આશ્ચર્ય એ વાતનુ છે કે મુલાયમસિંઘ યાદવનુ નામ રેલી કરનારા સ્ટાર નેતાઓમાંથી ગાયબ છે.આ લિસ્ટમાં અખિલેશ યાદવ, તેમના પત્ની ડિમ્પલ યાદવ, જયા બચ્ચન, રામગોપાલ યાદવ જેવા નેતાઓના નામ છે.
આઝમગઢને સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.જેના પગલે અખિલેશ યાદવ આ બેઠક પરથી ચૂંટણી લવાના છે.2014માં મોદી લહેર હોવા છતા મુલાયમસિંહ યાદવ આ બેઠક પરથી જિત્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FmndXN
via Latest Gujarati News
0 Comments