(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા.29 માર્ચ, 2019, શુક્રવાર
ફોરેન ફંડોએ ટૂંકા વિરામ બાદ ફરી ભારતીય શેર બજારોમાં મોટાપાયે શરૂ કરેલી ખરીદી કર્યા બાદ આજે લોકલ ફંડોએ શેરોમાં મોટી ખરીદી કરીને તેજીની દોટને આગળ વધારી હતી. બેંકિંગ શેરોમાં પાછલા દિવસોમાં અવિરત ખરીદી કરતાં રહેલા ફોરેન ફંડોએ આજે બેંકિંગ શેરોમાં તેજીને વિરામ આપીને ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં આક્રમક ખરીદી કરી તેજીના ચક્રને ગતિમાન રાખ્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વાટાઘાટના પોઝિટીવ સંકેતે આજે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે અમેરિકાએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ હજુ ઊંચા હોવાનું જણાવીને ઓપેક દેશોને ક્રુડનો પુરવઠો વધારવાની ફરી તાકીદ કરતાં એશીયાના બજારોમાં પોઝિટીવ અસર જોવાઈ હતી. આ સાથે ભારતમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પ્રચાર યુદ્વ ચૂંટણી નજીક આવતાંની સાથે સાથે આક્રમક બની રહ્યું હોઈ ફોરેન ફંડોની પણ શેરોમાં ફરી ઓલરાઉન્ડ લેવાલી વધ્યા બાદ આજે લોકલ ફંડોએ તેજી કરી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૯ પૈસા નબળો પડીને રૂ.૬૯.૧૫ થઈ ગયો હતો. જ્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટયામથાળેથી આજે સાધારણ વધીને ફરી બ્રેન્ટ ક્રુડ ૬૮ ડોલરની સપાટી કુદાવી હતી. ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં તેજીએ સેન્સેક્સ ૧૨૭.૧૯ પોઈન્ટ વધીને ૩૮,૬૭૨.૯૧ અને નિફટી સ્પોટ ૫૩.૯૦ પોઈન્ટ વધીને ૧૧,૬૨૩.૯૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સની ૩૯૦૦૦ તરફ દોટ : ઈન્ટ્રા-ડે ૨૦૩ પોઈન્ટ ઉછળી ૩૮૭૪૮ સુધી જઈ અંતે ૧૨૭ પોઈન્ટ વધીને ૩૮૬૭૩
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૫૪૫.૭૨ સામે ૩૮૬૭૫ મથાળે ખુલીને મેટલ-માઈનીંગ શેરોમાં વેદાન્તા, ટાટા સ્ટીલ સહિતમાં ફંડોની આક્રમક લેવાલી સાઓથે ઓટોમોબાઈલ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, હીરો મોટોકોર્પ સહિતમાં આકર્ષણે અને ફાઈનાન્સ શેરોમાં એચડીએફસી લિમિટેડ, બજાજ ફાઈનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સતત તેજી સાથે ઓએનજીસી, હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ, સન ફાર્મા, એચડીએફસી બેંક, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ સહિતમાં લેવાલી થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મજબૂતીએ સેન્સેક્સ એક તબક્કે ૨૦૩.૧૨ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૮૭૪૮.૫૪ સુધી પહોંચ્યો હતો. જે બેંકિંગ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, યશ બેંકમાં નરમાઈ તેમ જ બજાજ ઓટો, એનટીપીસી, આઈટીસીમાં વેચવાલીએ અંતે ૧૨૭.૧૯ પોઈન્ટ વધીને ૩૮૬૭૨.૯૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૧૧૫૭૦ થી વધીને ૧૧૬૩૦ થઈ અંતે ૫૪ પોઈન્ટ વધીને ૧૧૬૨૪
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૫૭૦ સામે ૧૧૬૨૫.૪૫ મથાળે ખુલીને મેટલ-માઈનીંગ શેરોમાં વેદાન્તા, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો સહિતમાં આકર્ષણે અને ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ સહિતમાં આકર્ષણે અને ઓટોમોબાઈલ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી સાથે યુપીએલ, ગ્રાસીમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઈટન, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસીસ, આઈઓસી સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૧૬૩૦.૩૫ સુધી પહોંચી અંતે ૫૩.૯૦ પોઈન્ટ વધીને ૧૧૬૨૩.૯૦ બંધ રહ્યો હતો.
એપ્રિલ નિફટી ફયુચર ૧૧,૬૬૩ થી વધીને ૧૧,૬૮૩ : નિફટી ૧૧,૭૦૦નો કોલ ૫૨.૭૦ થી વધીને ૫૫
ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના ગઈકાલે તેજીએ અંત બાદ આજે બિગબુલ-ફંડોએ નિફટી બેઝડ તેજીને આગળ વધારી હતી. નિફટી એપ્રિલ ફયુચર ૧,૦૧,૧૭૨ કોન્ટ્રેકટસમાં રૂ.૮૮૫૮.૯૦ કરોડના કામકાજે ૧૧,૬૬૩.૬૦ સામે ૧૧,૬૮૯ મથાળે ખુલીને નીચામાં ૧૧,૬૪૧ થઈ વધીને ૧૧,૭૧૮.૫૦ સુધી જઈ અંતે ૧૧,૬૮૩.૦૫ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો ૪,એપ્રિલ એક્સપાઈરીનો કોલ ૧,૬૮,૬૪૪ કોન્ટ્રેકટસમાં રૂ.૧૪,૮૭૨.૪૭ કરોડના કામકાજે ૫૨.૭૦ સામે ૬૯.૪૦ મથાળે ખુલીને નીચામાં ૪૭.૬૫ થઈ વધીને અંતે ૫૫ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો પુટ ૧,૫૬,૭૩૨ કોન્ટ્રેકટસમાં રૂ.૧૩,૭૨૬.૨૫ કરોડના કામકાજે ૮૩.૮૫ સામે ૬૩ મથાળે ખુલીને ઉપરમાં ૯૫ થઈ ઘટીને ૫૦ સુધી આવી અંતે ૬૨.૨૬ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૧,૪૫,૬૦૭ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૬૦૪.૯૭ કરોડના કામકાજે ૯૩.૨૦ સામે ૧૦૩.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧૫ થઈ ઘટીને ૮૪.૪૫ સુધી આવી અંતે ૯૭ રહ્યો હતો.
બેંક નિફટી એપ્રિલ ફયુચર વધીને ૩૦,૯૧૫ થઈ ઘટીને ૩૦,૫૦૦ : નિફટી ૧૨,૦૦૦નો કોલ વધીને ૯.૭૦ થઈ ૪.૫૦
બેંક નિફટી એપ્રિલ ફયુચર ૧,૧૮,૫૯૧ કોન્ટ્રેકટસમાં રૂ.૭૨૩૯.૨૦ કરોડના કામકાજે ૩૦,૫૨૭.૩૫ સામે ૩૦,૬૦૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૦,૯૧૫.૬૫ થઈ ઘટીને ૩૦,૪૦૮.૫૫ સુધી આવી અંતે ૩૦,૫૦૦.૦૫ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો ૪,એપ્રિલ એક્સપાઈરીનો કોલ ૪૫,૪૩૫ કોન્ટ્રેકટસમાં રૂ.૪૧૦૮.૪૩ કરોડના કામકાજે ૪.૨૫ સામે ૯.૭૦ મથાળે ખુલીને નીચામાં ૪.૧૦ સુધી આવી અંતે ૪.૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૪૮.૪૦ સામે ૨૬.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૫૩.૫૦ થઈ અંતે ૩૧ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો કોલ ૯.૩૫ સામે ૧૦.૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૬.૮૫ અને નીચામાં ૯.૫૫ સુધી આવી અંતે ૧૦.૭૦ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો પુટ ૫.૮૦ સામે ૬.૪૫ મથાળે ખુલીને નીચામાં ૩.૧૫ સુધી આવી અંતે ૩.૫૫ રહ્યો હતો.
ફાઈનાન્સ શેરોમાં આકર્ષણ : ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ, બજાજ ફાઈ., બજાજ ફિનસર્વ વધ્યા : ઈન્ડસઈન્ડ, બીઓબી ઘટયા
બેંકિંગ શેરોમાં આજે ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. અલબત પસંદગીના અન્ય બેંક શેરો અને ફાઈનાન્સ શેરોમાં ફંડોની સતત લેવાલી રહી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૭.૮૫ ઘટીને રૂ.૧૭૮૨.૧૦, બેંક ઓફ બરોડા રૂ.૧૨૮.૮૦, એક્સીસ બેંક રૂ.૪.૧૦ ઘટીને રૂ.૭૭૬.૧૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧.૧૫ ઘટીને રૂ.૩૯૮.૮૫ રહ્યા હતા. જ્યારે ફેડરલ બેંક રૂ.૨.૮૫ વધીને રૂ.૯૬.૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૪૦ વધીને રૂ.૩૨૦.૮૦, એચડીએફસી બેંક રૂ.૧૫.૯૫ વધીને રૂ.૨૩૧૬.૫૦, લક્ષ્મી વિલાસ બેંક રૂ.૬.૪૦ વધીને રૂ.૭૦.૫૦, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૮૦ વધીને રૂ.૩૬.૫૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૪૨.૨૫ વધીને રૂ.૮૫૭.૨૦, બિરલા મની રૂ.૨.૨૦ વધીને રૂ.૪૬.૬૫, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૩૬.૨૦ વધીને રૂ.૮૬૫.૭૦, ઉજ્જિવન રૂ.૧૧.૩૫ વધીને રૂ.૩૪૭.૯૫, આઈબી વેન્ચર્સ રૂ.૧૦.૮૫ વધીને રૂ.૩૨૫.૩૫, એચડીએફસી લાઈફ રૂ.૭.૪૫ વધીને રૂ.૩૭૮.૫૦, એચડીએફસી એએમસી રૂ.૨૯.૭૦ વધીને રૂ.૧૫૩૪.૨૦, બજાજ ફિનસર્વ રૂ.૮૨.૪૦ વધીને રૂ.૭૦૩૫.૪૫, બજાજ ફાઈનાન્સ રૂ.૩૫.૨૦ વધીને રૂ.૩૦૨૪.૮૫, મુથુટ ફાઈનાન્સ રૂ.૬.૭૦ વધીને રૂ.૬૧૫.૭૦, કેનફિન હોમ રૂ.૩.૩૦ વધીને રૂ.૩૪૮.૫૫ રહ્યા હતા.
અમેરિકા-ચાઈના ટ્રેડ વાટાઘાટના પોઝિટીવ સંકેતે મેટલ શેરોમાં તેજી : જિન્દાલ સ્ટીલ, સેઈલ, નાલ્કો, વેદાન્તા, ટાટા સ્ટીલ વધ્યા
અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વાટાઘાટમાં પોઝિટીવ સંકેતે આજે ફરી મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની વ્યાપક લેવાલી નીકળી હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૧૪.૭૦ વધીને રૂ.૧૭૯.૫૫, સેઈલ રૂ.૩.૧૫ વધીને રૂ.૫૩.૭૦, નાલ્કો રૂ.૨.૨૫ વધીને રૂ.૫૫.૪૦, વેદાન્તા રૂ.૫.૭૦ વધીને રૂ.૧૮૩.૭૫, ટાટા સ્ટીલ રૂ.૧૩.૮૫ વધીને રૂ.૫૨૦.૮૫, એનએમડીસી રૂ.૨.૬૫ વધીને રૂ.૧૦૪.૧૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૫.૧૫ વધીને રૂ.૨૯૨.૮૫, હિન્દાલ્કો રૂ.૨.૪૫ વધીને રૂ.૨૦૫.૩૫, કોલ ઈન્ડિયા રૂ.૧.૨૫ વધીને રૂ.૨૩૬.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧.૨૫ વધીને રૂ.૨૭૬.૪૦ રહ્યા હતા.
ડોલરની નરમાઈ : ક્રુડ બ્રેન્ટ વધીને ૬૮ ડોલર પાર : પેટ્રોનેટ, એચપીસીએલ, બીપીસીએલ,ઓએનજીસી, આઈઓસી વધ્યા
રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૯ પૈસા ઘટીને રૂ.૬૯.૧૫ થઈ જતાં અને સામે અમેરિકાએ ઓપેક દેશોને ક્રુડના ભાવ ઊંચા હોવાથી પુરવઠો વધારવા ગઈકાલે ચેતવણી આપ્યા બાદ ભાવ ઘટી આવ્યાની પોઝિટીવ અસર આજે ઓઈલ-ગેસ શેરોમાં જોવાઈ હતી. અલબત આજે મોડી સાંજે ક્રુડના ભાવ વધીને બ્રેન્ટ ક્રુડ ૬૮ ડોલરની સપાટી કુદાવી ગયા હતા. ઓઈલ-ગેસ શેરોમાં એચપીસીએલ રૂ.૧૦.૪૫ વધીને રૂ.૨૮૩.૫૦, બીપીસીએલ રૂ.૧૧ વધીને રૂ.૩૯૬.૩૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૬.૩૦ વધીને રૂ.૨૫૦.૫૦, ઓએનજીસી રૂ.૨.૬૦ વધીને રૂ.૧૫૯.૫૫, કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૧.૮૫ વધીને રૂ.૧૬૬.૫૦, આઈઓસી રૂ.૧.૦૫ વધીને રૂ.૧૬૨.૭૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૮૫.૩૫ રહ્યા હતા.
ફાર્મા-હેલ્થકેર શેરોમાં આકર્ષણ : એચસીજી, ન્યુલેન્ડ લેબ., ઈન્ડોકો, મર્ક, કેડિલા, અપોલો હોસ્પિટલ, લુપીન, પિરામલ વધ્યા
ફાર્મા-હેલ્થકેર શેરોમાં પણ આજે ફંડોની લેવાલી વ્યાપક બની હતી. એચસીજી રૂ.૨૪.૨૫ ઉછળીને રૂ.૨૧૫.૪૦, ન્યુલેન્ડ લેબ રૂ.૬૧.૩૦ ઉછળીને રૂ.૬૭૪.૩૫, ઈન્ડોકો રેમેડિઝ રૂ.૧૬.૦૫ વધીને રૂ.૨૦૨.૭૦, ડીઆઈએલ રૂ.૩૭ વધીને રૂ.૮૨૩.૦૫, મર્ક રૂ.૧૧૫.૫૦ વધીને રૂ.૩૬૭૩.૬૫, કેડિલા હેલ્થકેર રૂ.૧૦.૮૫ વધીને રૂ.૩૪૬.૫૦, અપોલો હોસ્પિટલ રૂ.૩૬.૪૫ વધીને રૂ.૧૨૨૦.૯૫, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૬૨.૪૫ વધીને રૂ.૨૭૫૪.૭૦, ડો.રેડ્ડીઝ લેબ રૂ.૫૭.૩૫ વધીને રૂ.૨૭૭૪.૧૫, લુપીન રૂ.૧૪.૪૦ વધીને રૂ.૭૩૯.૧૦, એપીએલ રૂ.૧૦.૫૦ વદીને રૂ.૫૩૦.૫૫ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં આકર્ષણ : જેકે એગ્રી રૂ.૧૩૪ ઉછળીને રૂ.૮૦૭ : એડવાન્સ એન્ઝાઈમ, વાડીલાલ, આઈએફબી વધ્યા
એફએમસીજી શેરોમાં ફંડોની આજે સતત લેવાલી રહી હતી. જેકે એગ્રી રૂ.૧૩૪.૬૦ વધીને રૂ.૮૦૭.૬૫, એડવાઈન્ઝ એન્ઝાઈમ રૂ.૧૪.૦૫ વધીને રૂ.૧૮૨.૯૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૭.૯૦ વધીને રૂ.૬૦૭.૮૦, આઈએફબી એગ્રો રૂ.૨૦.૦૫ વધીને રૂ.૫૦૦.૦૫, એટીએફએલ રૂ.૧૫.૯૫ વધીને રૂ.૫૯૪.૫૫, મેરિકો રૂ.૬.૯૦ વધીને રૂ.૩૪૫.૨૫, ટાટા ગ્લોબલ બિવરેજીસ રૂ.૩.૯૦ વધીને રૂ.૨૦૩.૧૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૨૩.૫૦ વધીને રૂ.૧૭૦૭.૮૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની લેવાલી જળવાઈ : ૧૪૫૭ શેરો પોઝિટીવ બંધ : ૧૯૬ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડોનું સતત પસંદગીનું આકર્ષણ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૦૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૫૭ અને ઘટનારની સંખ્યા ૧૧૮૭ રહી હતી. ૧૯૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
DIIની રૂ.૧૭૨૪ કરોડની ચોખ્ખી ખરીદી : FII/FPIની કેશમાં રૂ.૮૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૧૭૨૪.૩૯ કરોડની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૧૦૮.૩૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૩૮૩.૯૯ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૮૬.૨૧ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૦૪૪.૬૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૧૩૦.૮૩ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૬૬૬.૮૦ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૩૮૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WqNYBs
via Latest Gujarati News
0 Comments