દેશી-આયાતી ખાદ્યતેલોમાં સૂસ્ત હવામાન માર્ચ વર્ષાન્ત વચ્ચે બજારમાં પાંખા વેપારો

મુંબઈ, તા.29 માર્ચ, 2019, શુક્રવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ નરમ હતા.  માર્ચ વર્ષાન્ત વચ્ચે બજારમાં નવી માગ પાંખી હતી. વિશ્વ બજારના સમાચાર પણ નિરૂત્સાહી  હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૯૮૫ વાળા ૯૮૦ હતા. જ્યારે  રાજકોટ બાજુ ભાવ ઘટી રૂ.૯૩૦થી ૯૬૦ તથા ૧૫ કિલોના રૂ.૧૫૧૦થી ૧૫૩૦ રહ્યા હતા. ત્યાં   કોટન વોશ્ડના ભાવ રૂ.૬૯૫થી ૬૯૮ હતા.  મુંબઈ બજારમાં  કપાસિયા તેલના ભાવ રૂ.૭૪૫ વાળા ૭૪૨ હતા. મુંબઈ બજારમાં  પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૫૯૦ તથા જેએનપીટીના રૂ.૫૮૮ બોલાતા હતા. 

નવી માગ પાંખી હતી. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૧૫ વાળા જોકે ૫૧૬ હતા. વાયદા બજારમાં સીપીઓના ભાવ રૂ.૫૨૭.૯૦ રહ્યા પછી રૂ.૫૨૪.૯૦ થઈ સાંજે ભાવ ૫૨૫.૫૦ હતા જ્યારે સોયાતેલ વાયદાના ભાવ રૂ.૭૩૨.૩૦ થઈ ૭૨૯.૩૦ રહ્યા પછી  સાંજે ભાવ રૂ.૭૩૧  હતા.  વિ શ્વ બજારમાં  અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૭થી ૧૯  પોઈન્ટ નરમ રહ્યા પછી આજે પ્રોજેકશનમાં  સાંજે ભાવ ૩થી ૪ પોઈન્ટ પ્લસમાં હતા.

જ્યારે ત્યાંના ઓવરનાઈટ સમાચારમાં સોયાખોળનો વાયદો ૧૭થી ૨૧ પોઈન્ટ પ્લસમાં હતો ઉપરાંત સોયાબીનનો  વાયદો  પણ ૧૨થી ૨૦ પોઈન્ટ પ્લસમાં  રહ્યાના વાવડ હતા.  મલેશિયામાં આજે  પામતેલનો વાયદો ઘટી છેલ્લે ૧૩,૧૧,૧૭ તથા ૧૮ પોઈન્ટ માઈનસમાં  હતો જયારે ત્યાં પામ પ્રોડકટના ભાવ  શાંત હતા. દરમિયાન, ન્યુયોર્ક કોટન વાયદો  ઓવરનાઈટ ૧૦૮, ૧૦૪ તથા ૯૧ પોઈન્ટ ગબડયાના સમાચાર હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓ પોઝીટીવ માહોલમાં આગળ વધી હોવાના નિર્દેશો હતા. આના પગલે હવે પછી ટૂંકમાં  બન્ને દેશો વચ્ચે  વેપાર કરાર થવાની આશા વિશ્વ બજારના ખેલાડીઓ આજ ે બતાવી રહ્યા હતા.  આમ થશે તો આગળ ઉપર અમેરિકાના કૃષી બજારોમાં  ચીનની માગ વધવાની તથા તેના પગલે  અમેરિકાના કૃષી બજારો ઉંચા જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.   મુંબઈ બજારમાં  સોયાતેલના ભાવ ડિગમના ૬૯૦ તથા રિફા.ના રૂ.૭૩૫ બોલાતા હતા.  સનફલાવરના ભાવ રૂ.૭૧૦ તથા રિફા.ના રૂ.૭૬૫ હતા. 

મસ્ટર્ડના ભાવ રૂ.૭૬૦ જ્યારે કોપરેલના રૂ.૧૨૦૦ના મથાળે અથડાતા હતા. દિવેલના ભાવ નજીવો સુધારો દર્શાવતા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવ પણ ધીમા સુધારા સાથે બંધ હતા. દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં  એરંડા ખોળના ભાવ ટનના રૂ.૪૦૫૦ હતા. અન્ય ખોળો સાંકડી વધઘટે  અથડાતા હતા. દરમિયાન, ભારતમાં  આરબીડી પામોલીનની નિકાસમાં  ઈન્ડોનેશિયાને પાછળ ધકેલી  મલેશિયા આગળ નિકળી ગયાના વાવડ હતા.  ૩ મહિનામાં  મલેશિયાથી  ભારતમાં  આવી નિકાસ  ૪.૫૫ લાખ ટન થઈ છે.

  ઈન્ડોનેશિયાથી  આવી નિકાસ ભારતમાં  ઘટી ૨.૧૫ લાખ  ટન થઈ છે જ્યારે ઈન્ડોનેશિયાથી આવી નિકાસ ભારતમાં  ઘટી ૨.૧૫  લાખ ટન થઈ છે.વિશ્વ બજારમાં સનફલાવરના ભાવ કાચા તેલના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના ૭૦૭.૫૦થી ૭૦૦ ડોલર હતા. ઘરઆંગણે  મધ્ય-પ્રદેશ બાજુ સોયાબીનની આવકો સવારે આશરે ૩૫ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ સોયાબીનના ભાવ રૂ.૩૬૦૦થી ૩૭૦૦ તથા પ્લાન્ટના રૂ.૩૭૦૦થી ૩૭૫૦ હતા જ્યારે ત્યાં  સોયાતેલના ભાવ રૂ.૭૦૦થી ૭૦૫ તથા રિફા.ના ૭૩૮થી ૭૪૨ હતા. 

એરંડા વાયદા બજારમાં  સાંજે ભાવ  રૂ.૧૬ માઈનસમાં હતા જ્યારે સીપીઓ વાયદાના  સાંજે ભાવ માર્ચમાં ધીમો સુધારો તથા એપ્રિલમાં રૂ.૨.૪૦ નરમ હતા.   સોયાતેલ વાયદાના  ભાવ સાંજે  રૂ.૧.૬૦ તથા ૦.૫૫ નરમ હતા.   અમેરિકા-શિકાગો  બજારમાં સાંજે  પ્રોજેકશનમાં ભાવ  સોયાતેલ, સોયાખોળ તથા સોયાબીન વાયદાના પ્લસમાં  હતા ઉપરાંત ન્યુયોર્ક કોટન વાયદો  પણ સાંજે ૪૦ પોઈન્ટ  પ્લસમાં  ચાલી રહ્યો હતો.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HNTbAa
via Latest Gujarati News

Post a Comment

0 Comments