ચીનમાં પ્રવાસી બસમાં આગ લાગતાં 26 મુસાફરોનાં મોત, 28 દાઝ્યા


(પીટીઆઇ) બેજીંગ, તા. 23 માર્ચ, 2019, શનિવાર

ચીનના પ્રાંત હુનાનમાં ૫૬ મુસાફરો સાથેની એક બસમાં અચાનક જ આગ લાગતાં તેમાં સવાર ૨૬ જણાના મોત થયા હતા અને ૨૮ જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ કહ્યું હતું. 

શુક્રવારે પાડેશી હુનાન પ્રાંતમાંથી ૫૯ પેસેન્જરોની ક્ષમતા ધરાવતી  બસ પસાર થઇ રહી હતી ત્યારે અચાનક જ  ચાંગદે શહેરના રસ્તામાં જ તેમાં આગ લાગી ગઇ હતી. દાઝી ગયેલા ૨૮ જણાને ત્રણ સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરાયા હતા.

દાઝેલાઓ પૈકી પાંચ જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા, એમ સરકારી માધ્યમોએ કહ્યું હતું.અકસ્માત સમયે બસમાં ૫૩ મુસાફરો, બેે ડ્રાઇવરો અને એક પ્રવાસી ગાઇડ હતા. બંને ડ્રાઇવરોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને ઘટનાની તપાસ શરૃ કરાઇ હતી.

પૂર્વીય ચીનમાં એક ફેકટરીમાં કેમિકલ પ્લાન્ટમાં શક્તિશાળી વિસ્ફોટ થતાં ૬૪ લોકો માર્યા ગયા હતા તેના બીજા જ દિવસે આ દુર્ઘટના બની હતી. ગુરૃવારે  જીઆંગસુ પ્રાંતમાં યેમનેચંગના એક ઓદ્યોગિક વિસ્તારમાં કેમિકલ ફેકટરીમાં આગ પછી થયેલા વિસ્ફોટમાં ૬૪ લોકો માર્યા ગયા હતા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FxaByC
via Latest Gujarati News

Post a Comment

0 Comments