
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 23 માર્ચ, 2019, શનિવાર
અમેરિકાના નાણા મંત્રાલયે નવા પ્રતિબંધ લાદ્યાના થોડા સમય પછી જ પ્રમુખ ટ્રમ્પે અચાનક જ તેમને પાછા ખેંચી લીધા હતા અને તેમના અખબારી સચિવે કહ્યું હતું કે પ્રમુખને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઊન ખૂબ જ ગમે છે અને આ પ્રતિબંધ જરૃરી હતું તેવું તેઓ માનતા નથી.
વિયેતનામના હેનોઇમાં કિમ સાથે બીજી મુલાકાત પછી પ્રમુખ ટ્રમ્પે આ મુજબ કહ્યું હતું. ઉત્તર કોરિયાએ તમામ પ્રતિબંધ ઉઠાવી લેવાની વાત કરતાં ટ્રમ્પે તેને ફગાવ્યા પછી ચાલુ બેઠકમાંથી ચાલતી પકડી હતી.
'અમેરિકાના નાણા મંત્રાલયે આજે જાહેરાત કરી હતી કે ઉત્તર કોરિયા પર હાલમાં લાદેલા પ્રતિબંધ ઉપરાંત વધારાના પ્રતિબંધ લાદવામાં આવશે. મેં આજે તમામ વધારા પ્રતિબંધને ઉઠાવી લેવા ઓર્ડર કર્યો હતો'એમ ટ્રમ્પે ટ્વિટ કરીને શુક્રવારે કહ્યું હતું.ઉત્તર કોરિયા સાથે વેપાર કરતી ચીની શિપીંગ કંપનીઓ પર ગુરૃવારે લાદેલા વધારાના પ્રતિબંધનો તેઓદેખીતી રીતે જ ઉલ્લેખ કરી રહ્યા હતા.
આ પ્રતિબંધના તરત જ પછી ચીની અને ઉત્તર કોરિયન સરકારોએ પ્રતિસાદ આપ્યો હતો. આ બે કંપનીઓ છે ડાલિઆન હાઇબો ઇન્ટરનેશનલ ફ્રેટ કંપની લિ. અને લિઓનિંગ ડોન્ઝીંગ ઇન્ટરનેશનલ ફોર્વર્ડીંગ કંપની લિ. હેનાઇમાં બંને નેતાઓ વચ્ચે થયેલી નિષ્ફળ મંત્રણા પછી દબાણનો નવો સંકેત હતો.'
અમેરિકા અને અમારા જેવી સમાન વિચારધારા ધરાવતા સાથીઓ ઉત્તર કોરિયા સંપૂર્ણ રીતે નિશસ્ત્ર થાય એ માટે પ્રતિબધ્ધ છીએ અને અમે માનીએ છીએ કે એના સફળ પરિણામ માટે યુએન સુરક્ષા પરિષદનો ઉત્તર કોરિયા સબંધીત ઠરાવનો સંપૂર્ણપણે અમલ થવો જોઇએ'એમ નાણા મંત્રી સ્ટીવન મુનિચે કહ્યું હતું.
'નાણા મંત્રાલય અમારા પ્રતિબંધ લાદવાનું ચાલુ રાખશે અને અમે પણ સ્પષ્ટ કરીએ છીએ કે ઉત્તર કોરિયા સાથે ગેરકાયદે વેપાર કરતી શિપીંગ કંપનીઓ અયોગ્ય યુક્તિઓ અજમાવી પોતે જ પોતાની જાતને જોખમમાં મૂકે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CA71St
via Latest Gujarati News
0 Comments