
(પીટીઆઇ) નવીદિલ્હી, તા. 23 માર્ચ, 2019, શનિવાર
દિલ્હી હાઇકોર્ટ, 'ફેમા'ની જોગવાઇઓના ભંગ બદલ 'લિક્ર બેરન' વિજય માલ્યાની બેંગાલુરૃ સ્થિત સંપત્તિને જપ્ત કરવાનો આદેશ કર્યો છે.
બેંગાલુરૃ પોલીસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વિશેષ સરકારી વકીલ એન.કે. માટ્ટા તથા ધારાશાસ્ત્રી સામવેદના વર્મા મારફતે આ બાબતના અગાઉના અદાલતી આદેશોના પાલન માટે વધુ સમય માગતા અહીંના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દીપક શેરાવતે આ મુદ્દે નવેસરથી નિર્દેશ પૂરા પાડયા છે.
કોર્ટે કેસની સુનાવણીની આગામી તા.૧૦ જુલાઇ સુધીમાં મિલકતોને જપ્ત કરવા રાજ્ય પોલીસને જણાવ્યું છે.
બેંગાલુરૃ પોલીસે અગાઉ કોર્ટને જણાવ્યું હતું કે એણે માલ્યાની માલિકીની ૧૫૯ મિલકતોને ઓળખી કાઢી છે, પરંતુ એમાંની એક પણ જપ્ત કરી શકાઈ નથી.
કોર્ટે સમન્સને ટાળ્યા કરવા બદલ તા.૪ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ માલ્યાને ખુલ્લંખુલ્લા ગુન્હેગાર જાહેર કર્યો હતો.
કોર્ટે ગયા વર્ષની તા.૮મેએ બેંગાલુરૃ પોલીસ કમિશનર મારફતે માલ્યાની સંપત્તિને જપ્ત કરવાનો આદેશ કર્યો હતો અને પોતાને એ વિષે રીપોર્ટ કરવા પણ જણાવ્યું હતુ.
કોર્ટે ફોરેન એકસચેંજ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની જોગવાઈઓના ભંગના કેસમાં સમન્સને ટાળ્યા કરવા બદલ માલ્યાને ખુલ્લંખુલ્લા ગુન્હેગાર જાહેર કર્યો હતો. વારંવારના સમન્સ છતાં માલ્યા કોર્ટમાં હાજર નહિ થતાં કોર્ટે ઉપરોક્ત પગલું ભર્યુ હતુ. કોર્ટે માલ્યા સામે તા.૧૨ એપ્રિલ, ૨૦૧૭ના રોજ અમર્યાદિત સમય માટેનું બિન જામીનપાત્ર વોરંટ બહાર પાડયુ હતુ.
બિન જામીનપાત્ર વોરંટથી વિપરિત અમર્યાદિત સમય માટેના બિન જામીનપાત્ર વોરંટના અમલીકરણ માટે સમય મર્યાદા હોતી નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YmejCe
via Latest Gujarati News
0 Comments