
પટણા,તા.29 માર્ચ 2019, શનિવાર
બિહાર લોકસભાની ચૂંટણી માટે લાંબા સમય સુધી ચાલેલી ખેંચાખેચ પછી મહાગઠબંધનમાં સૌ સાથી પક્ષોને સમાવી લેવામાં આવ્યા હતા અને તમામ 40 બેઠકોની ફાળવણી પુરી કરી દેવાઇ હતી, એમ રાજદના નેતા તેજસ્વી યાદવે આજે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું.
કોંગ્રેસમાંથી શત્રુઘ્ન અને મીરા કુમાર તો, રાજદમાંથી લાલુના પુત્રી મીસાને ટિકિટ રાજદને 20, કોંગ્રેસને નવ, RSPLને પાંચ અને 'હમ' તેમજ VIPને ફાળે ત્રણ ત્રણ બેઠકો
લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી પાટલીપુત્ર અને અબ્દુલ બારી સિદ્દીકી દરભંગામાંથી ચૂંટણી લડશે.તો કોંગ્રેસના મીરા કુમાર તેમના પિતા જગજીવન રામની બેઠક સાસારામમાંથી ચૂંટણી લડશે. બેઠકોની થયેલી વહેંચણી મુજબ, રાજદને 20 બેઠકો મળી હતી જેમાંથી એક બેઠક ડાબેરીઓ માટે છોડી દેવાઇ હતી.
ઉપરાંત કોંગ્રેસને નવ, ઉપેન્દ્ર કુશવાહાના પક્ષ RSPLને પાંચ અને પૂર્વ મુખ્ય પ્રધાન જીતેનરામ માઝીના પક્ષ 'હમ' તેમજ મુકેશ સાહનીના પક્ષ વીઆઇપીને ત્રણ ત્રણ બેઠકો મળી હતી. દરભંગામાંથી રાજદના સિદ્દીકી ચૂંટણી લડતાં હવે કોંગ્રેસમાં જોડાયેલા ક્રિકેટર અને સાંસદ કિર્તિ આઝાદને ત્યાંથી લડવાની તક નહીં મળે.કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની ગેરહાજરી એ તરફ સંકેત કરતી હતી કે બેઠકોની વહેંચણીથી તેમને સંતોષ નથી.
કોંગ્રેસના વડા રાહુલ ગાંધી માટે પણ ક્ષોભની ક્ષણ હતી જેમણે કિર્તિ આઝાદને ભારે ધામધુમથી પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો.દરભંગામાંથી લાલુ પ્રસાદ યાદવના ખૂબ જ વિશ્વાસપાત્ર અબ્દુલ બારી સિદ્દીકી લડશે.તેજસ્વી યાદવે બેગુસરાયમાંથી તનવીર હસનના નામની જાહેરાત કરતાં યુવા નેતા કનૈયા કુમારને પણ તકલીફ પડી શકે છે જે ભાજપના વિવાદાસ્પદ નેતા ગિરિરાજ સિંહ સામે લડશે.
સૌથી આશ્ચર્ય જનક વાત એ હતી કે હિંદી ફિલમોના સેટ ડીઝાઇનર મુકેશ સાહનીના પક્ષ વિકાસશીલ ઇન્સાન પાર્ટીને ત્રણ બેઠકો મળી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V3iMI4
via Latest Gujarati News
0 Comments