જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી ઠાર, પાંચ જવાન ઘાયલ


(પીટીઆઈ) શ્રીનગર, તા.29 માર્ચ, 2019, શુક્રવાર

જમ્મુ-કાશ્મીર સરહદે ફરીથી પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગ કરીને અંધાધૂંધ મોર્રાટ મારો કર્યો હતો. ભારતીય સૈન્યએ જવાબી કાર્યવાહી કરી હતી. ભારતીય સુરક્ષાતંત્રએ જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બે આતંકવાદીઓને ઠાર કરાયા હતા. પાંચ જવાન ઘાયલ થયા હતા.

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના પરગામ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની બાતમી પછી ભારતીય સુરક્ષાતંત્રએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં ભારતીય સુરક્ષાતંત્રને સફળતા મળી હતી. હજુય ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની અટકળ છે. તેને ઠાર કરવા ઓપરેશન ચાલુ રખાયું હતું.

ભારતના પાંચ જવાનો આ સામ-સામા ફાયરિંગમાં ઘાયલ થયા હતા. છેલ્લાં ત્રણ મહિનામાં જમ્મ-કાશ્મીરના સરહદી વિસ્તારમા આતંકવાદીઓની ઘૂસપેઠ એટલી વધી ગઈ છે કે આ સમયગાળામાં એન્કાઉન્ટરમાં લગભગ ૬૦ આતંકવાદીઓને ઠાર કરાયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું, એ જ રીતે સરહદે પાકિસ્તાની સૈન્યએ નાપાક પ્રવૃતિ શરૃ રાખીને પૂંછ વિસ્તારમાં મોર્રાટ મારો કર્યો હતો. પાકિસ્તાન સૈન્યએ પૂંછ સેક્ટરના ગ્રામ્ય વિસ્તારને નિશાન બનાવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ભારતીય સૈન્યએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

ભારતીય લશ્કરના પ્રવક્તાએ કહ્યું હતું કે લાઈન ઓફ કંટ્રોલના પૂંછ જિલ્લામાં પાકિસ્તાની લશ્કરે વહેલી સવારથી જ સીઝફાયર શરૃ કર્યું હતું. તે પછી ભારતે વળતો જવાબ આપવાની સાથે સાથે સરહદી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડયા હતા. એક સપ્તાહમાં પાકિસ્તાની સૈન્યએ ૬૦ કરતા વધુ વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FKAjzF
via Latest Gujarati News

Post a Comment

0 Comments