
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર
આઈટી-સોફટવેર સર્વિસિઝ જાયન્ટ ઈન્ફોસીસ લિમિટેડે ૩૧,માર્ચ ૨૦૧૯ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકના અપેક્ષાથી સારા પરિણામ જાહેર કર્યા છે. પરંતુ કંપનીએ પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેના આવક અંદાજો નબળા રજૂ કર્યા છે.
કંપનીનો ચોથા ત્રિમાસિક જાન્યુઆરી થી માર્ચ ૨૦૧૯માં ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૧૦ ટકા વધીને રૃ.૪૦૭૪ કરોડ હાંસલ કર્યો છે. જ્યારે આવક ૧૯.૧ ટકા વધીને રૃ.૨૧,૫૩૯ કરોડ મેળવી છે.
ઈન્ફોસીસનું માર્જિન ગત વર્ષના સમાનગાળાના ૨૪.૭ ટકાની તુલનાએ ઘટીને આ વખતે ૨૧.૪ ટકા મેળવ્યું છે. એનાલિસ્ટોનો ચોખ્ખા નફાનો અંદાજ રૃ.૩૯૫૬ કરોડ જેટલો હતો. અલબત નવા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઈન્ફોસીસે આવક વૃદ્વિનો અંદાજ ૭.૫ ટકા થી ૯.૫ ટકાની રેન્જમાં મૂક્યો છે. કંપનીએ શેર દીઠ રૃ.૧૦.૫૦ અંતિમ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે.
ડોલરમાં કંપનનીએ ચોથા ત્રિમાસિકમાં ૩૦૬ કરોડ આવક મેળવી છે. જે ત્રિમાસિક ધોરણે ૨.૪ ટકા અને વાર્ષિક ધોરણે ૯.૧ ટકા વૃદ્વિ મેળવી છે. આવકમાં ૧૧.૭ ટકા વૃદ્વિ મેળવી છે. કંપનીની ડિજીટલ આવક ત્રિમાસિકમાં ૧૦૩.૫ કરોડ ડોલરની રહી છે. જે કુલ આવકના ૩૩.૮ ટકા રહી છે. જે ત્રીજા ત્રિમાસિકની તુલનાએ ૯.૭ ટકા અને ગત વર્ષના સમાન ત્રિમાસિકની તુલનાએ ૪૧.૧ ટકા વધી છે.
ઈન્ફોસીસના સીઈઓ અને એમ.ડી સલિલ પારેખે જણાવ્યું હતું કે, આવક વૃદ્વિ, ડિજીટલ પોર્ટફોલિયોની કામગીરી, લાર્જ ડિલ્સ અને ક્લાયન્ટ મેટ્રિક્સ તમામ રીતે કંપનીની કામગીરી મજબૂત રહી છે. કંપનીએ નાાણાકીય વર્ષ ૨૦૨૦ માટે બિઝનેસોમાં કાર્યકારી સક્ષમતા માટે વિવિધ પગલાં અમલી બનાવ્યા છે. કંપનીએ માર્ચના ત્રિમાસિકમાં ૧.૫૭ અબજ ડોલરના મોટા ડીલ મેળવ્યા છે. જે સાથે નાણાકીય વર્ષ ૨૦૧૯માં મોટા ડિલનો આંક ૬.૨૮ અબજ ડોલર થયો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gk2Ps1
via Latest Gujarati News
0 Comments