નવી દિલ્હી, તા. 26 એપ્રિલ, 2019, શુક્રવાર
ક્રુડ તેલના વધી રહેલા ભાવ ભારતીય ઈક્વિટીઝ માટે સૌથી મોટું જોખમ હોવાનું સીએલએસએના એક સાપ્તાહિક રિપોર્ટમાં જણાવાયું છે. ઈરાન પરના પ્રતિબંધો પરની મુક્તિઓ અમેરિકા જો સંપૂર્ણ પાછી ખેંચશે તો ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલર પહોંચી શકે છે.
ઓઈલના જોખમને ટાળવા માટે સૌથી સરળ માર્ગ ઓઈલ સ્ટોક કરવાનો છે. જો કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રતિબંધો હળવા કરશે તેવી શકયતા પણ રહેલી છે.
ઈરાનના તેલની ખરીદીના મુદ્દે ચીન સાથે તકરારમાં ઉતરવાનો કોઈ અર્થ નથી અને મુક્તિઓ લંબાવવામાં નહીં આવે તો તકરારો ઊભી થશે. જો કે અમેરિકન પ્રમુખ એક વેપાર ડીલ થવાની આશા ધરાવે છે.
ટ્રમ્પની ધમકીના પ્રતિસાદમાં સાઉદી અરેબિયા પણ વધારાનું તેલ છૂટું કરવા ઉત્સાહી નહીં રહે. ઈરાન પરના પ્રતિબંધને કારણે ૨૦૧૯માં બ્રેન્ટ ક્રુડના ભાવમાં અત્યારસુધી ૩૮ ટકાનો વધારો થયો છે.
હાલમાં ક્રુડ તેલના ભાવ ફરી વધીને પ્રતિ બેરલ ૭૫ ડોલરને પાર કરી ગયા છે ત્યારે ભારતમાં ક્રુડ તેલના ઉત્પાદનની સ્થિતિ પણ સારી નહીં હોવાનું જણાય રહ્યું છે. દેશના ક્રુડ તેલના ઉત્પાદનની વાત કરીએ તો નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં ક્રુડ તેલનું ઉત્પાદન ૪.૧૫ ટકા ઘટીને ૩.૪૨ કરોડ ટન રહ્યું હતું. ૨૦૧૭-૧૮માં આ આંક ૩.૫૬ કરોડ ટન રહ્યો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GBhj5P
via Latest Gujarati News
0 Comments