
૧.૦૬ કરોડની આવકમાં સેન્ટ્રલ જીએસટીના ૨૦,૩૫૩ કરોડ, સ્ટેટ જીએસટીના ૨૭,૫૨૦ કરોડ, ઇન્ટેગ્રેટેડ જીએસટીના ૫૦,૪૧૮ કરોડ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં જીએસટીનું કુલ કલેકશન ૧૧.૭૭ લાખ કરોડ રૃપિયા રહ્યું
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.1 એપ્રિલ, 2019, સોમવાર
જીએસટી કલેકશન ચાલુ નાણાકીય વર્ષના અંતિમ મહિના માર્ચમાં ૧.૦૬ લાખ કરોડ રૃપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. દેશમાં જીએસટી વ્યવસ્થા અમલમાં આવ્યા પછી ૧.૦૬ લાખ કરોડ રૃપિયાનું કલેકશન અત્યાર સુધીનું સૌથી વધારે છે.
આ અગાઉ ફેબુ્રઆરી મહિનામાં ૯૭,૨૪૭ કરોડ રૃપિયાનું જીએસટી કલેકશન થયું હતું. જીએસટી અમલમાં સુધારની સાથે જીએસટી રિટર્નની સંખ્યા વધવાથી જીએસટી કલેકશનમાં વધારો થયો છે.
એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચ, ૨૦૧૯માં કુલ ૧,૦૬,૫૭૭ કરોડની જીએસટી આવક પ્રાપ્ત થઇ છે. જેમાં સેન્ટ્રલ જીએસટ પેટે ૨૦,૩૫૩ રૃપિયા, સ્ટેટ જીએસટી પેટે ૨૭,૫૨૦ કરોડ રૃપિયા અને ઇન્ટેગ્રેટેડ જીએસટી પેટે ૫૦,૪૧૮ કરોડ રૃપિયા અને સેસ પેટે ૮૨૮૬ કરોડ રૃપિયા જમા થયા છે.
૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં ચાર વખત જીએસટી કલેકશન એક લાખ કરોડ રૃપિયાની ઉપર ગયું છે.
માર્ચ, ૨૦૧૯ના જીએસટી કલેકશનમાં માર્ચ, ૨૦૧૮ની સરખામણીમાં ૧૫.૬ ટકાનો વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે માર્ચ, ૨૦૧૮મા જીએસટી કલેકશન ૯૨,૧૬૭ કરોડ રૃપિયા હતું.
નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં જીએસટીનું કુલ કલેકશન ૧૧.૭૭ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. આ રકમ રિવાઇઝ બજેટ અંદાજમાં દર્શાવવામાં આવેલ ૧૧.૪૭ લાખ કરોડ રૃપિયાથી વધારે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U8vYiE
via Latest Gujarati News
0 Comments