
આ વખતે સમગ્ર દેશમાં ભાજપને વિરોધ પક્ષના મજબૂત ઉમેદવારનો સામનો કરવો પડશે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.1 એપ્રિલ, 2019, સોમવાર
દેશના હિતને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો ભાજપને હરાવવા માટે એક છે ત્યારે ચૂંટણી પછી વિરોધ પક્ષો વચ્ચે ગઠબંધન થવું અશક્ય નથી તેમ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું.
રાહુલે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવાનું છે અને આ વખતે સમગ્ર દેશમાં ભાજપને વિરોધ પક્ષના મજબૂત ઉમેદવારનો સામનો કરવો પડશે.
રાહુલ ગાંધીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિરોધ પક્ષ માટે પ્રથમ કાર્ય લોકશાહી અને બંધારણને બચાવવા વડાપ્રધાન મોદીને હરાવવાનું છે. ે દેશની સંસ્થાઓનો નાશ થતો અટકાવવા માટે, વિકાસ વધારવા, નોકરીઓનું નિર્માણ કરવા અને દેશમાં અસમાનતા અટકાવવા માટે વર્તમાન લોકસભા ચૂંટણીમાં એનડીએને હરાવવું જરૃરી છે.
ગરીબો અને મહિલાઓને રિઝવવા માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ન્યાય યોજના હેઠળ આપવામાં આવનાર સહાયની રકમ કુંટુબની મહિલાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
તેલંગણામાં એક જાહેર સભાને સંબોધતા રાહુલે જણાવ્યું હતું કે ન્યાય સ્કીમના નાણા પરિવારની મહિલાના ખાતામાં જમા કરવામાં આવશે. દર મહિને આ રકમ મહિલાઓના ખાતામાં સીધી જ જમા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ન્યાય સ્કીમને કોંગ્રેસના લોકસભા ચૂંટણી ઢંઢેરામાં પણ સામેલ કરવામાં આવી છે. રાહુલે જણાવ્યું હતું કે કોંગ્રેસ ઇચ્છે છે કે ૨૧મી સદીમાં દેશમાં કોઇ પણ પરિવારની માસિક આવક ૧૨૦૦૦થી ઓછી ન હોય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FGdyeP
via Latest Gujarati News
0 Comments