શ્રીલંકાઃ ચર્ચ અને હોટલમાં બોમ્બ ધડાકા, 129 મોત, 300 ઘાયલ

નવી દિલ્હી, તા. 21. એપ્રિલ 2019 રવિવાર

શ્રીલંકામાં આજે ઈસ્ટરના દિવસે જ ચર્ચ અને હોટલને બનાવીને કરવામાં આવેલા સિરિયલ બ્લાસ્ટમાં 49 લોકોના મોત થયા છે.જ્યારે 300 કરતા વધારે લોકો ઘાયલ છે.

આજે શ્રીલંકાની રાજધાની કોલંબો અને અને અન્ય એક શહેર બટ્ટી કોલામાં 3 હોટલ અને 3 ચર્ચને નિશાન બનાવવામાં આવ્યા હતા.જબરદસ્ત બ્લાસ્ટના પગલે શ્રીંલંકા હચમચી ગયુ હતુ.

પહેલો ધડાકો સવારે 8-45 વાગ્યે થયો હતો.ત્યારે લોકો ચર્ચમાં ઈસ્ટરની પ્રાર્થના માટે એકત્રિત થયા હતા.એ પછી એક પછી એક ધડાકાથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

ચર્ચની અંદરના દ્રશ્યો ધ્રુજાવી દે તેવા હતા.કોલંબોની નેશનલ હોસ્પિટલના કહેવા પ્રમાણે ઘાયલોની સંખ્યા 300 કરતા વધારે હોઈ શકે છે.

અત્યાર સુધી કોઈ સંગઠને આ બ્લાસ્ટ માટે જવાબદારી લીધી નથી.હોટલ શાંગરી લા અને કિંગ્સબરીને ટાર્ગેટ બનાવાઈ હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે.કોલંબોમાં બ્લાસ્ટની ખબર બાદ ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યુ હુત કે, ભારત સ્થિતિ પર લગાતાર નજર રાખી રહ્યુ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L1F90e
via Latest Gujarati News

Post a Comment

0 Comments