નવી દિલ્હી, તા. 21. એપ્રિલ 2019 રવિવાર
પાકિસ્તાનના 14 સૈનિકોની બસમાંથી ઉતારીને ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી છે.
18 એપ્રિલે બલૂચિસ્તાન પ્રાંતમાં સૈનિકોના વેશમાં આવેલા અજાણ્યા વ્યક્તિઓએ આ બસને રસ્તા પર અટકાવી હતી અને તેમાં મુસાફરી કરી રહેલા નૌસેનાના સૈનિકોને બસમાંથી નીચે ઉતરવા ફરજ પાડી હતી.એ બાદ તેમને ગોળીઓથી વિંધી નાંખ્યા હતા.
જોકે આ હત્યાકાંડ બાદ પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સબંધોમાં તનાવ આવી ગયો છે.પાકિસ્તાને આ કૃત્ય માટે તહેરાન સ્થિત આતંકવાદીઓને જવાબદાર ઠેરવીને તેમની સામે કાર્યવાહી કરવાની ઈરાન સરકાર સમક્ષ માંગ કરી છે.
પાકિસ્તાની સરકારે પત્રમાં કહ્યુ હતુ કે, નિર્દોષ પાકિસ્તાનીઓની હત્યા બહુ ગંભીર ઘટના છે.જેનો પાકિસ્તાન વિરોધ કરે છે.હવે ઈરાન તેના પર શું કાર્યવાહી કરે છે તેની રાહ જોવાઈ રહી છે.
પાક પીએમ ઈમરાનખાન આજથી ઈરાનની મુલાકાતે છે ત્યારે તેના પહેલા જ આ હત્યાકાંડ સર્જાયો છે. જેના પર ઈરાનના વિદેશમંત્રીનુ કહેવુ છે કે, આ માટે ઈરાન અને પાકિસ્તાનના દુશ્મન જવાબદાર છે.આ હુમલાની ઈરાન નિંદા કરે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xp1plU
via Latest Gujarati News
0 Comments