(પીટીઆઇ) નવી દિલ્હી, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર
ચૂંટણી પંચે આજે સાત રાજ્યોની ૫૯ લોકસભા બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડયું હતું જ્યાં ૧૨મેના રોજ મતદાન યોજાશે. સાત તબક્કાની ચૂંટણીનો પ્રથમ તબક્કો ૧૧ એપ્રિલે શરૃ થયો હતો અને અંતિમ મતદાન ૧૯મેના રોજ કરાશે જે દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોમાં મતદાન યોજાશે.
દિલ્હીના તમામ સાતે બેઠકોની ચૂંટણી પણ છટ્ટી તબક્કામાં જ યોજાશે.તો આ તરફ કોંગ્રેસ અને 'આપ'અને કોંગ્રેસ વચ્ચ બેઠકોની વહેંચણીને લઇને જે ચર્ચા શરૃ થઇ હતી તે બુધવારે ચાલુ રહેશે.
કોંગ્રેસના વડા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપને હરાવવા માટે અમે લોકસભાની ચાર બેઠકો આપને આપવા તૈયાર છીએ જે તેમણે ૨૦૧૪માં કબજે કરી હતી.કોંગ્રેસે ૪:૩ની ફોર્મ્યુલાની ઓફર કરી હતી. એટલે કે કોંગ્રેસને ચાર અને આપને ત્રણ બેઠકો મળે.
૨૦૧૭માં બંને પક્ષોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલા મતના આધારે આ ફોર્મ્યુલા ઘડાઇ હતી. હવે પછીની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપનો મુકાબલો વિવિધ પક્ષો સાથે અને સામે થશે. આજે જાહેરનામાની પ્રસિધ્ધ સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની શરૃઆત થઇ ચૂકી હતી જે ૨૪ એપ્રીલ સુધી ચાલશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Umb36L
via Latest Gujarati News
0 Comments