(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 15 એપ્રિલ, 2019,સોમવાર
કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૧૯ અંતના ચોથા ત્રિમાસિક પરિણામોની સીઝનમાં ગત સપ્તાહના અંતે આઈટી જાયન્ટ ઈન્ફોસીસ અને ટીસીએસના અપેક્ષાથી સારા પરિણામની પોઝિટીવ અસર તેમ જ ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ-વેધશાળા દ્વારા ભારતમાં ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય-સફળ રહેવાની આગાહી કરતાં પોઝિટીવ અસરે આજે શેરોમાં તેજી જોવાઈ હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૨૭ પૈસા વધીને રૂ.૬૯.૪૨ થઈ જવા છતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૭૧ ડોલરની ઉપર રહ્યા સાથે સ્થાનિકમાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી)નો ફેબુ્રઆરી મહિનાનો આંક ઘટીને ૨૦ મહિનાની ૦.૨ ટકાની નીચી સપાટીએ આવ્યા સાથે માર્ચ ૨૦૧૯ મહિનાનો હોલસેલ ફુગાવાનો આંક વધીને આવ્યાની નેગેટીવ અસર થવાના બદલે ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ અને સાઈડ માર્કેટમાં વેલ્યુબાઈંગ કરીને તેજીના ચક્રને ગતિમાન કર્યું હતું. ક્રુડ ઓઈલના ઊંચા ભાવ, રૂપિયા સામે અમેરિકી ડોલરની મજબૂતી અને ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણના એકંદર નબળા આંકડા તેમ જ ટાટા મોટર્સ દ્વારા જેએલઆરમાં ૫૦૦૦ જેટલા કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યાના અહેવાલો છતાં ઓટો શેરોમાં ફંડોની લેવાલી સાથે બેંકિંગ, મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ ૧૩૮.૭૩ પોઈન્ટ વધીને ૩૮૯૦૫.૮૪ અને નિફટી સ્પોટ ૪૬.૯૦ પોઈન્ટ વધીને ૧૧,૬૯૦.૩૫ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ૩૯૦૦૦ની સપાટી કુદાવવાની તૈયારીમાં : ઉપરમાં ૩૮૯૭૭ થઈ અંતે ૧૩૯ પોઈન્ટ વધીને ૩૮૯૦૬
ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત પોઝિટીવ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૭૬૭.૧૧ સામે ૩૮૮૦૫.૫૪ મથાળે ખુલીને આરંભમાં સાધારણ મજબૂતી બાદ નીચામાં ૩૮૭૮૦.૦૮ સુધી આવી ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, ટાટા મોટર્સ ડીવીઆર, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકી સાથે આઈટી શેરોમાં ટીસીએસના એકંદર સારા પરિણામે અને અમેરિકાના રોજગારીના સારા આંકડાએ અને રૂપિયા સામે અમેરિડી ડોલર આજે ૨૭ પૈસા વધીને રૂ.૬૯.૪૨ થઈ જતાં ફંડોની ટીસીએસ, એચસીએલ ટેકનલોજી સહિતમાં લેવાલી થતાં અને મેટલ-માઈનીંગ શેરોમાં કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, વેદાન્તા સહિતમાં આકર્ષણે અને ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં લેવાલીએ એક તબક્કે ૨૦૯.૪૭ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૮૯૭૬.૫૮ સુધી આવી અંતે ૧૩૮.૭૩ પોઈન્ટ વધીને ૩૮૯૦૫.૮૪ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે ૧૧૭૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૧૧૭૦૪ થઈ અંતે ૪૭ પોઈન્ટ વધીને ૧૧૬૯૦
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૬૪૩.૪૫ સામે ૧૧૬૬૭ મથાળે ખુલીને આરંભમાં સાંકડી વધઘટમાં નીચામાં ૧૧૬૪૮.૨૫ થઈ ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો સહિતમાં લેવાલી થતાં અને આઈટી શેરોમાં ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રામાં તેજી થતાં ને અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ તેમ જ ભારતી એરટેલ, બ્રિટાનીયા, સિપ્લા સહિતમાં લેવાલીએ એક તબક્કે ૧૧૭૦૦ની સપાટી કુદાવી ઉપરમાં ૧૧૭૦૪.૬૦ સુધી જઈ અંતે ૪૬.૯૦ પોઈન્ટ વધીને ૧૧૬૯૦.૩૫ બંધ રહ્યો હતો.
એપ્રિલ નિફટી ફયુચર ૧૧,૭૦૩ થી વધીને ૧૧,૭૩૦ : બેંક નિફટી ફયુચર ૩૦,૦૯૮ થી વધીને ૩૦,૨૪૯
નિફટી એપ્રિલ ફયુચર ૬૭,૯૬૦ કોન્ટ્રેકટસમાં રૂ.૫૯૭૧.૫૭ કરોડના કામકાજે ૧૧,૭૦૩.૮૫ સામે ૧૧,૬૮૯.૯૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૬૮૨.૭૦ થઈ વધીને ૧૧,૭૩૯.૮૦ સુધી જઈ અંતે ૧૧,૭૨૯.૭૦ રહ્યો હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૮૫,૯૦૨ કોન્ટ્રેકટસમાં રૂ.૫૧૮૩.૯૪ કરોડના કામકાજે ૩૦,૦૬૩.૦૫ સામે ૩૦,૦૯૮.૧૦ મથાળે ખુલીને નીચામાં ૩૦,૦૪૩.૧૦ સુધી આવી વધીને ૩૦,૨૪૯ સુધી જઈ અંતે ૩૦,૧૮૫ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો કોલ ૩.૬૫ સામે ૨.૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૩.૪૦ સુધી જઈ ઘટીને ૧ સુધી આવીઅંતે ૧.૧૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૩૬,૩૧૯ કોન્ટ્રેકટસમાં રૂ.૩૨૬૯.૦૩ કરોડના કામકાજે ૧.૮૫ સામે ૧.૩૦ મથાળે ખુલીને ઉપરમાં ૧.૫૦ થઈ ઘટીને ૦.૮૫ સુધી આવી અંતે ૧ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો ૨૫,એપ્રિલ એક્સપાઈરીનો કોલ ૧૫.૧૦ સામે ૧૧.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૩.૪૦ અને નીચામાં ૭.૧૦ સુધી આવી અંતે ૮.૪૦ રહ્યો હતો.
ચોમાસાની આગાહીએ ઓટો શેરોમાં સતત તેજી : ટાટા મોટર્સ ૫૦૦૦ કર્મચારી છુટ્ટા કરશે : શેર રૂ.૧૫ વધીને રૂ.૨૩૧
ચોમાસું ચાલુ વર્ષે સામાન્ય-સફળ રહેવાની વેધશાળાની આગાહીએ ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓની વ્યાપક લેવાલી રહી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને બ્રેન્ટ ક્રુડ ૭૧ ડોલર થઈ જવા સાથે રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૨૭ પૈસા વધીને રૂ.૬૯.૪૨ થઈ જવા ઉપરાંત ઓટો કંપનીઓના વાહનોના વેચાણને મંદ પ્રતિસાદ સાથે ટાટા મોટર્સ દ્વારા તેના જેગુઆર લેન્ડ રોવર સવલતમાં ૫૦૦૦ કર્મચારીઓને છુટ્ટા કરવાના અહેવાલ છતાં ફંડોની ઓટો શેરોમાં લેવાલી રહી હતી. ટાટા મોટર્સ રૂ.૧૫.૨૦ વધીને રૂ.૨૩૧.૦૫, ભારત ફોર્જ રૂ.૧૮.૬૫ વધીને રૂ.૫૧૧.૪૦, મધરસન સુમી રૂ.૫.૨૦ વધીને રૂ.૧૫૪.૪૫, હીરો મોટોકોર્પ રૂ.૬૧.૩૫ વધીને રૂ.૨૭૦૧.૪૦, એકસાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪.૨૦ વધીને રૂ.૨૨૬.૧૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૫૫ વધીને રૂ.૯૬૭.૨૦, અપોલો ટાયર રૂ.૩.૩૫ વધીને રૂ.૨૧૮.૧૦, ટીવીએસ મોટર રૂ.૫.૯૫ વધીને રૂ.૫૦૪.૪૫, બજાજ ઓટો રૂ.૨૭.૬૫ વધીને રૂ.૩૦૩૪.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪.૮૦ વધીને રૂ.૬૮૨.૨૫, બોશ રૂ.૭૧.૭૦ વધીને રૂ.૧૮,૦૧૦.૬૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧.૯૦ વધીને રૂ.૭૫૦.૪૫, મારૂતી સુઝુકી રૂ.૪.૪૦ વધીને રૂ.૭૩૩૬.૫૫ રહ્યા હતા.
ક્રુડ બ્રેન્ટ ૭૧ ડોલર નજીક : ડોલર ૨૭ પૈસા ઉછળતાં આઈઓસી, એચપીસીએલ, ઓએનજીસી, બીપીસીએલ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ તાજેતરમાં વધીને ૭૧ ડોલરની સપાટી કુદાવી ગયા બાદ આજે ૭૧ ડોલરની અંદર ૭૦.૯૫ ડોલર નજીક રહ્યા સામે રૂપિયો ડોલર સામે ૨૭ પૈસા નબળો પડીને ૬૯.૪૨ થઈ જતાં ઓઈલ આયાત બિલ મોંઘુ થવાના નેગેટીવ પરિબળે ફંડોની આજે ઓઈલ-ગેસ શેરોમાં નરમાઈ રહી હતી. એચપીસીએલ રૂ.૨.૬૦ ઘટીને રૂ.૨૫૭.૧૫, ઓએનજીસી રૂ.૧.૨૫ વધીને રૂ.૧૫૬.૫૫, આઈઓસી રૂ.૧.૨૦ વધીને રૂ.૧૫૪.૩૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૨૦ વધીને રૂ.૩૫૩.૪૦, બીપીસીએલ રૂ.૧.૮૦ વધીને રૂ.૩૫૮.૮૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૧૫ વધીને રૂ.૨૩૮.૩૦ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં ફંડોની તેજી: કોટક બેંક, ફેડરલ બેંક, એચડીએફસી બેંક વધ્યા : એબી કેપિટલ, મેગ્મા, એલ એન્ડ ટી ફાઈ. વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોની ફરી લેવાલી રહી હતી. કોટક બેંક રૂ.૨૫.૬૫ વધીને રૂ.૧૩૭૧.૧૫, ફેડરલ બેંક રૂ.૯૭.૬૫, એચડીએફસી બેંક રૂ.૨૦.૭૫ વધીને રૂ.૨૨૮૫.૯૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮ વધીને રૂ.૧૭૪૬.૬૫, એબી કેપિટલ રૂ.૩.૭૫ વધીને રૂ.૧૦૨.૧૫, મેગ્મા રૂ.૩.૭૫ વધીને રૂ.૧૨૬.૦૫, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૩.૯૫ વધીને રૂ.૧૫૦.૯૦, બિરલા મની રૂ.૧.૨૫ વધીને રૂ.૫૨.૯૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૫.૫૦ વધીને રૂ.૭૦૧.૮૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૧.૭૫ વધીને રૂ.૮૯.૫૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૪.૫૫ વધીને રૂ.૮૩૪.૬૫, ફાઈવ પૈસા રૂ.૨.૧૦ વધીને રૂ.૨૩૦.૫૦, બજાજ ફાઈનાન્સ રૂ.૧૫.૪૫ વધીને રૂ.૩૦૨૨.૫૫, રિલાયન્સ કેપિટલ રૂ.૧૮૪.૦૫, બજાજ હોલ્ડિંગ રૂ.૮.૨૦ વધીને રૂ.૩૩૦૮.૧૫ રહ્યા હતા.
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની ફરી તેજી : કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, સેઈલ, જિન્દાલ સ્ટીલ, જેએસડબલ્યુ વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે ફંડોની ફરી વ્યાપક લેવાલી નીકળી હતી. કોલ ઈન્ડિયા રૂ.૧૦.૩૦ વધીને રૂ.૨૫૦.૧૦, ટાટા સ્ટીલ રૂ.૧૮.૨૫ વધીને રૂ.૫૫૨, સેઈલ રૂ.૧.૯૦ વધીને રૂ.૫૮.૯૦, જિન્દાલ સ્ટીલ રૂ.૫.૨૫ વધીને રૂ.૧૮૬.૬૦, નાલ્કો રૂ.૫૬.૪૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૩.૫૦ વધીને રૂ.૨૮૩.૯૦, હિન્દાલ્કો રૂ.૨.૦૫ વધીને રૂ.૨૧૨, વેદાન્તા રૂ.૧૮૪.૮૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૫૭.૪૪ પોઈન્ટ વધીને ૧૧૭૨૪.૭૭ બંધ રહ્યો હતો.
ડોલર ૨૭ પૈસા વધીને રૂ.૬૯.૪૨ : ટીસીએસ સારા પરિણામે વધ્યો : એચસીએલ ટેકનોલોજી, વિપ્રો, ટેક મહિન્દ્રા વધ્યા
આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આજે ફંડોનું પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. ટીસીએસ દ્વારા ગત સપ્તાહમાં ચોથા ત્રિમાસિકના પરિણામ પ્રોત્સાહક જાહેર થતાં ફંડોની લેવાલીએ રૂ.૯૬.૩૦ ઉછળીને રૂ.૨૧૧૦.૦૫ રહ્યો હતો. એચસીએલ ટેકનોલોજી રૂ.૨૦.૭૫ વધીને રૂ.૧૧૦૩.૭૫, વિપ્રો રૂ.૪.૫૫ વધીને રૂ.૨૮૮.૧૫, માઈન્ડટ્રી રૂ.૩.૫૦ વધીને રૂ.૯૭૮.૦૫ રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૨૭ પૈસા વધીને રૂ.૬૯.૪૨ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીના આકર્ષણે માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૧૪૫૪ શેરોમાં તેજી : ૧૫૦ શેરોમાં તેજીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓની આજે પસંદગીની લેવાલી રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૦૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૫૪ અને ઘટનારની સંખ્યા ૧૧૪૧ રહી હતી. ૧૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
FIIની કેશમાં રૂ.૭૧૩ કરોડની ચોખ્ખી ખરીદી, ફયુચર્સમાં રૂ.૪૯૨ કરોડની વેચવાલી : DIIની રૂ.૫૮૧ કરોડની ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-સોમવારે કેશમાં રૂ.૭૧૩.૨૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૯૧૩.૪૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૨૦૦.૨૫ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં રૂ.૪૯૨.૪૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૨૨૨.૩૭ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૨૭૦.૦૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૫૮૧.૩૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૯૩૮.૦૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૩૫૬.૬૭ કરોડની વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PdIDen
via Latest Gujarati News
0 Comments