મુંબઈ,તા. 15 એપ્રિલ, 2019,સોમવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે હવામાન નરમ હતું. નવી માગ પાંખી હતી. વેપાર છૂટાછવાયા હતા. વિશ્વ બજારના સમાચાર નરમાઈ બતાવતા હતા. દરમિયાન ભારતની વૈધશાળાએ આગામી ચોમાસું નોર્મલ રહેશે એવી આગાહી આજે કરી હતી અને તેની નરમાઈની વર્તાઈ રહી હતી. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઘટી રૂ.૫૩૫ હતા દરમિયાન સીપીઓ વાયદાના ભાવ સાંજે રૂ.૫૩૪.૭૦ તથા સોયાતેલ વાયદાના ભાવ સાંજે રૂ.૭૨૩.૨૦ બોલાયા હતા.
મુંબઈ બજારમાં સિંગતેલના ભા વ રૂ.૯૯૦ વાળા ૯૮૫ હતા. ૯૫૦ તથા ૧૫ કિલોના રૂ.૧૫૨૦થી ૧૫૩૦ રહ્યા હતા. કોટન વોશ્ડના ભાવ ઘટી રૂ.૬૯૬થી ૬૯૮ હતા. મુંબઈમાં કપાસિયા તેલના ભાવ રૂ.૭૪૮ હતા. મુંબઈ બજારમાં આજે સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૦૦ તથા રિફા.ના રૂ.૭૪૦ બોલાતા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૭૦૦ તથા રિફા.ના રૂ.૭૬૫ હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૬૦ બોલાતા હતા.
મુંબઈ દિવેલના ભાવ આજે ઉંચા મથાળેથી ૧૦ કિલોના રૂ.૨૦ ઘટી કોમર્શિયલના રૂ.૧૨૨૦, એફએસજીના રૂ.૧૨૩૦ તથા એફએસજી કંડલાના રૂ.૧૨૧૦ હતા. મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૬૦૫૦ વાળા રૂ.૫૯૫૦ હતા. મધ્ય પ્રદેશમાં સવારે સોયાબીનની આવકો ૪૦ હજાર ગુણી નોંધાઈ હતી મથકોએ ભાવ રૂ.૩૭૦૦થી ૩૮૦૦ તથા પ્લાન્ટના રૂ.૩૮૦૦થી ૩૮૬૦ હતા. જયારે સોયાતેલના ભાવ ઘટી ૬૯૫થી ૭૦૦ તથા રિફા.ના ૭૪૦થી ૭૪૨ રહ્યા હતા.
ઘરઆંગણે એરંડા વાયદા બજારમાં આજે ભાુવ ઉંચેથી ગબડયા હતા અને સાંજે એરંડા એપ્રિલના ભાવ રૂ.૧૫૬ તૂટયા હતા જ્યારેમેના ભાવ રૂ.૧૪૮ તૂટયા હતા. સીપીઓ વાયદો તથા સોયાતેલ વાયદો સાંકડી વધઘઠે અથડાતો હતો. અમેરિકા-શિકાગો બજારમાં સાંજે સોયાખોળ તથા સોયાબીનનો વાયદો ઉંચોબોલાયો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v2WECq
via Latest Gujarati News
0 Comments