(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 12 એપ્રિલ, 2019, શુક્રવાર
કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૧૯ના અંતના ચોથા ત્રિમાસિકના પરિણામોની સીઝન આજે બજાર બંધ થયા બાદ આઈટી જાયન્ટ ઈન્ફોસીસ અને ટીસીએસના અપેક્ષાથી સારા પરિણામ સાથે થતાં પૂર્વે ફંડોએ આજે શેરોમાં છેલ્લી ઘડીમાં તોફાની તેજી કરી મૂકી હતી. લોકસભા ચૂંટણની ગઈકાલે યોજાયેલી પ્રથમ તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં ૮૦ ટકા અને બિહારમાં ૫૦ ટકા મતદાનના આંકડા સાથે ચૂંટણીના આ મહાસંગ્રામમાં કોનું પલડું કેટલું ભારે રહેશે એ વિશે આજે આરંભમાં અનિશ્ચિતતાને લઈ શેરોમાં ફંડોએ સાવચેતી બતાવીને ઈન્ડેક્સ બેઝડ સાંકડી વધઘટ બતાવ્યા બાદ છેલ્લા કલાકમાં ફંડોએ એફએમસીજી, બેંકિંગ, ઓટોમોબાઈલ શેરોમાં ઓલ રાઉન્ડ તેજી કરી મૂકી હતી. અલબત આઈટી શેરોમાં આજે ઈન્ફોસીસ, ટીસીએસના પરિણામ પૂર્વે ફંડો ખાસ લેવાલ રહ્યા નહોતા. રૂપિયા સામે અમેરિકી ડોલર નબળો પડતો અટકીને આજે ૨૩ પૈસા વધીને રૂ.૬૯.૧૫ રહ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે ઘટયામથાળેથી વધી આવી ફરી બ્રેન્ટ ક્રુડ ૭૧ ડોલરની સપાટી કુદાવી ગયા હતા. એફએમસીજી, બેંકિંગ, ઓટોમોબાઈલ શેરોમાં છેલ્લી ઘડીમાં આક્રમક લેવાલીએ સેન્સેક્સ ૧૬૦.૧૦ પોઈન્ટ વધીને ૩૮૭૬૭.૧૧ અને નિફટી સ્પોટ ૪૬.૭૫ પોઈન્ટ વધીને ૧૧,૬૪૩.૪૫ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ નીચામાં ૩૮૫૫૪ સુધી આવી છેલ્લા કલાકમાં વધીને ૩૮૮૧૮ સુધી પહોંચી અંતે ૧૬૦ પોઈન્ટ વધીને ૩૮૭૬૭
ટ્રેડીંગની શરૂઆત આજે સાધારણ મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૬૦૭.૦૧ સામે ૩૮૬૯૨.૦૬ મથાળે ખુલીને આરંભમાં મજબૂતી બાદ ફંડોની ફ્રન્ટલાઈન શેરોમાં ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એચસીએલ ટેકનોલોજી, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી સહિતમાં વેચવાલીએ નીચામાં ૩૮૫૫૪.૭૯ સુધી આવ્યો હતો. જે લાંબો સમય સાંકડી વધઘટે અથડાતો રહ્યા બાદ છેલ્લા કલાકમાં એફએમસીજી શેરોમાં આઈટીસીની આગેવાનીએ હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં લેવાલીએ અને બેંકિંગ શેરોમમાં એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતમાં આકર્ષણે અને ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ મારૂતી સુઝુકી, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો સહિતમાં આકર્ષણે અને ઈન્ફોસીસ, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પમાં લેવાલીએ એક તબક્કે વધીને ૩૮૮૧૮.૮૭ સુધી પહોંચી અંતે ૧૬૦.૧૦ પોઈન્ટ વધીને ૩૮૭૬૭.૧૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ફરી ૧૧૬૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૧૧૬૫૭ થઈ અંતે ૪૭ પોઈન્ટ વધીને ૧૧૬૪૩
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૫૯૬.૭૦ સામે ૧૧૬૧૨.૮૫ મથાળે ખુલીને આરંભમાં નજીવો સુધારો બતાવ્યા બાદ નરમાઈ તરફી થઈ જઈને ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, યશ બેંક સાથે ભારતી એરટેલ, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેકનોલોજી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, આઈઓસી, સન ફાર્મા, ટાટા સ્ટીલ સહિતમાં લેવાલીએ એક તબક્કે નીચામાં ૧૧૫૭૮.૮૦ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળે સાંકડી વધઘટે અથડાતો રહીને છેલ્લા કલાકમાં ફંડોની એફએમસીજી શેરોમાં આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં આક્રમક લેવાલી થતાં અને બેંકિંગ શેરોમાં એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક તેમ જ ઓટો શેરોમાં મારૂતી સુઝુકી, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં લેવાલીએ ઉપરમાં ૧૧૬૫૭.૩૫ સુધી જઈ અંતે ૪૬.૭૫ પોઈન્ટ વધીને ૧૧૬૪૩.૪૫ બંધ રહ્યો હતો.
નિફટી ૧૧,૭૦૦નો કોલ ૪૨.૬૦ થી વધીને ૬૨ થઈ અંતે ૩૬ : નિફટી ૧૧,૬૦૦નો પુટ ૫૩.૭૦ થી ઘટીને ૩૬.૨૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોની બે-તરફી વધઘટના અંતે ફરી ઉછાળે તેજીનો વેપાર હળવો કર્યાની ચર્ચા હતી. નિફટી ૧૧,૭૦૦નો ૧૮,એપ્રિલ એક્સપાઈરીનો કોલ ૨,૩૫,૩૭૦ કોન્ટ્રેકટસમાં રૂ.૨૦,૭૨૬.૭૮ કરોડના કામકાજે ૪૨.૬૦ સામે ૩૮ મથાળે ખુલીને ઉપરમાં ૬૨ અને નીચામાં ૨૫.૫૫ થઈ અંતે ૩૬ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો પુટ ૨,૩૩,૩૭૫ કોન્ટ્રેકટસમાં રૂ.૨૦,૩૮૨.૦૯ કરોડના કામકાજે ૫૩.૭૦ સામે ૫૩.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૬૫.૩૫ થઈ ઘટીને ૨૭.૧૦ સુધી આવી અંતે ૩૬.૨૦ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૧,૩૩,૮૬૨ કોન્ટ્રેકટસમાં રૂ.૧૧,૫૬૫.૪૦ કરોડના કામકાજે ૨૫.૩૦ સામે ૨૯.૮૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૦.૩૦ થઈ ઘટીને ૧૧.૫૦ સુધી આવી અંતે ૧૪.૯૫ રહ્યો હતો.
એપ્રિલ નિફટી ફયુચર ૧૧,૬૬૮ થી વધીને ૧૧,૭૨૭ થઈ અંતે ૧૧,૬૮૮ : બેંક નિફટી ફયુચર ૨૯,૯૪૫ થી વધીને ૩૦,૦૩૭
નિફટી એપ્રિલ ફયુચર ૯૫,૪૧૦ કોન્ટ્રેકટસમાં રૂ.૮૩૫૬.૮૩ કરોડના કામકાજે ૧૧,૬૬૮.૯૦ સામે ૧૧,૬૪૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૬૨૬.૦૫ થઈ વધીને ૧૧,૭૨૭ સુધી જઈ અંતે ૧૧,૬૮૮.૫૫ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો કોલ ૧,૧૮,૯૭૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૬૪૧.૧૦ કરોડના કામકાજે ૧૪.૯૫ સામે ૧૨ મથાળે ખુલીને નીચામાં ૭.૨૦ થઈ વધીને ૨૨.૩૦ સુધી જઈ અંતે ૯.૮૫ રહ્યો હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૧,૦૬,૮૫૪ કોન્ટ્રેકટસમાં રૂ.૬૪૦૯.૪૫ કરોડના કામકાજે ૨૯,૯૪૫.૦૫ સામે ૨૯,૯૨૫ મથાળે ખુલીને નીચામાં ૨૯,૮૩૩.૫૫ સુધી જઈ વધીને ૩૦,૧૫૦ થઈ અંતે ૩૦,૦૩૭.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો ૨૫,એપ્રિલ એક્સપાઈરીનો કોલ ૫૫,૦૭૪ કોન્ટ્રેકટસમાં રૂ.૪૯૬૨.૨૭ કરોડના કામકાજે ૧૫.૭૫ સામે ૧૩.૫૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૮ થઈ ઘટીને ૯.૮૫ સુધી આવી અણંતે ૧૧.૭૦ રહ્યો હતો.
આઈટીસી રૂ.૧૦ વધીને રૂ.૩૦૫ : એફએમસીજી શેરોમાં જીલેટ, પ્રભાત ડેરી, બલરામપુર, એટીએફએલ, ગોદરેજ એગ્રો વધ્યા
એફએમસીજી શેરોમાં આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ફરી વ્યાપક લેવાલી થઈ હતી. આઈટીસી રૂ.૯.૩૦ ઉછળીને રૂ.૩૦૫.૬૦, એટીએફએલ રૂ.૧૩.૨૫ વધીને રૂ.૫૯૦.૬૫, જીલેટ રૂ.૩૬૩.૧૦ વધીને રૂ.૭૨૯૮.૪૦, પ્રભાત ડેરી રૂ.૩.૯૦ વધીને રૂ.૮૨.૦૫, બજાજ કન્ઝયુમર રૂ.૭.૬૦ વધીને રૂ.૩૩૨.૮૦, ગોદરેજ કન્ઝયુમર રૂ.૧૧.૨૦ વધીને રૂ.૫૨૧.૮૫, બલરામપુર ચીની રૂ.૪.૫૦ વધીને રૂ.૧૩૮.૪૫, ગોદરેજ એગ્રો રૂ.૧૧.૨૦ વધીને રૂ.૫૨૧.૮૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૭૯.૪૦ વધીને રૂ.૧૦,૯૪૦.૯૫, બ્રિટાનીયા રૂ.૩૪.૩૫ વધીને રૂ.૨૯૮૫.૭૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૧૩.૩૫ વધીને રૂ.૧૭૨૦.૮૫, પરાગ મિલ્ક રૂ.૨.૭૦ વધીને રૂ.૨૫૦.૧૦, ફયુચર કન્ઝયુમર રૂ.૧.૩૫ વધીને રૂ.૪૪.૫૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૯૯.૯૧ પોઈન્ટ વધીને ૧૧૮૭૯.૫૩ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં એક્સીસ બેંક, બીઓબી, આઈસીઆઈસીઆઈ વધ્યા : આઈબી વેન્ચર્સ, ડીએચએફએલ, ઈન્ડિયાબુલ્સ ઘટયા
બેંકિંગ શેરોમાં આજે છેલ્લા કલાકમાં ફંડોની ફરી લેવાલી નીકળી હતી. એક્સીસ બેંક રૂ.૧૨.૧૦ વધીને રૂ.૭૬૪.૧૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૦૫ વધીને રૂ.૧૩૦.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪.૩૫ વધીને રૂ.૩૯૪.૪૫, એચડીએફસી બેંક રૂ.૮.૩૫ વધીને રૂ.૨૨૬૫.૧૫, પીએફએસ રૂ.૧૭.૨૫, એચડીએફસી લાઈફ રૂ.૧૧.૯૫ વધીને રૂ.૪૦૫.૨૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૫.૨૦ વધીને રૂ.૬૮૬.૩૫, ઈન્ડિયન બેંક રૂ.૪.૬૫ વધીને રૂ.૨૭૪.૮૦ રહ્યા હતા. જ્યારે આઈબી વેન્ચર્સ રૂ.૧૧.૯૦ ઘટીને રૂ.૩૩૭.૧૫, ડીએચએફએલ રૂ.૫.૫૫ ઘટીને રૂ.૧૬૭.૧૦, એડલવેઈઝ રૂ.૫.૦૫ ઘટીને રૂ.૧૭૮.૬૦, પીએનબી હાઉસીંગ રૂ.૧૬.૨૫ ઘટીને રૂ.૮૨૨.૮૫, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૫.૭૫ ઘટીને રૂ.૮૩૦.૧૦, જે એન્ડ કે બેંક રૂ.૧.૦૫ ઘટીને રૂ.૬૧.૯૦, બજાજ ફાઈનાન્સ રૂ.૪૧.૭૦ ઘટીને રૂ.૩૦૦૭.૧૦, મુથુટ ફાઈનાન્સ રૂ.૭.૧૦ ઘટીને રકૃ.૮૯૬.૯૦, ચૌલા ફિન રૂ.૧૧.૫૦ ઘટીને રૂ.૧૪૮૧.૪૦, બજાજ ફિનસર્વ રૂ.૪૬ ઘટીને રૂ.૭૫૧૯.૧૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં ફંડોની વ્યાપક તેજી : ટીવીએસ મોટર, મારૂતી, આઈશર મોટર્સ, એમઆરએફ, હીરો, મહિન્દ્રા, બોશ વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી મહારથીઓ સાથે ફંડોની વ્યાપક લેવાલી નીકળી હતી. ટીવીએસ મોટર રૂ.૧૪.૫૦ વધીને રૂ.૪૯૮.૫૦, મારૂતી સુઝુકી રૂ.૧૫૨.૮૫ વધીને રૂ.૭૩૩૨.૧૫, આઈશર મોટર્સ રૂ.૩૯૭.૨૦ વધીને રૂ.૨૧,૩૭૫.૬૦, એમઆરએફ રૂ.૧૦૮૦.૪૫ વધીને રૂ.૫૮,૫૩૬.૧૦, હીરો મોટોકોર્પ રૂ.૩૭.૧૫ વધીને રૂ.૨૬૪૦.૦૫, અશોક લેલેન્ડ રૂ.૧.૩૫ વધીને રૂ.૯૫.૬૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫.૩૦ વધીને રૂ.૬૭૭.૪૫, બોશ રૂ.૧૨૧.૦૫ વધીને રૂ.૧૭,૯૩૮.૯૫, બજાજ ઓટો રૂ.૧૯.૫૫ વધીને રૂ.૩૦૦૬.૪૫ રહ્યા હતા.
ઈન્ફોસીસ પરિણામ પૂર્વે વધ્યો : ટીસીએસ ઘટયો : વિપ્રો, ટેક મહિન્દ્રા, ઓરેકલ ફિનસર્વ મજબૂત
રૂપિયા સામે અમેરિકી ડોલર આજે નબળો પડતો અટકીને ૨૩ પૈસા વધીને રૂ.૬૯.૧૫ થઈ જવા છતાં અને આઈટી જાયન્ટ ઈન્ફોસીસ, ટીસીએસના બજાર બંધ થયા બાદ પરિણામો એકંદર સારા જાહેર થવા છતાં ફંડોની આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ખાસ લેવાલી રહી નહોતી. ઈન્ફોસીસ રૂ.૪.૭૦ વધીને રૂ.૭૪૭.૮૫, ટેક મહિન્દ્રા રૂ.૩.૭૫ વધીને રૂ.૭૮૪.૭૦, વિપ્રો રૂ.૨.૩૦ વધીને રૂ.૨૮૩.૬૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૮.૬૫ વધીને રૂ.૩૫૫૭.૫૦ રહ્યા હતા. જ્યારે ટીસીએસ રૂ.૫.૩૦ ઘટીને રૂ.૨૦૧૩.૭૫, એમ્ફેસીસ રૂ.૨૦.૨૦ ઘટીને રૂ.૯૯૦.૨૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૬ ઘટીને રૂ.૧૦૮૩ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીના આકર્ષણે માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૧૩૭૪ શેરો વધ્યા : ૧૫૬ શેરોમાં તેજીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના પસંદગીના શેરોમાં ફંડોના આકર્ષણે આજે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૦૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૭૪ અને ઘટનારની સંખ્યા ૧૧૭૩ રહી હતી. ૧૫૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FIIની કેશમાં રૂ.૮૯૭ કરોડની ખરીદી, સ્ટોક ફયુચર્સમાં રૂ.૮૫૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૬ કરોડની વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-શુક્રવારે કેશમાં રૂ.૮૯૭.૪૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૯૮૫.૭૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૦૮૮.૨૮ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૮૫૦.૨૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૪૩૬.૧૪ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૪૧૪.૧૪ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૫.૯૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૧૫૭.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૧૭૩.૪૮ કરોડની વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VCEl2E
via Latest Gujarati News
0 Comments