મુંબઈ,તા. 12 એપ્રિલ, 2019, શુક્રવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ ધીમી હતી.ભાવ સૂસ્ત હતા. વિશ્વ બજારના સમાચાર જોકે ધીમો સુધારો બતાવતા હતા. મલેશિયામાં પામતેલનો વાયદો વધી છેલ્લે ૫૦, ૪, ૧૨ તથા ૯ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો. જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢી ડોલર નરમ બોલાયા હતા. દરમિયાન, અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૬થી ૯ પોઈન્ટ નરમ રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવ સાંજે ૮ પોઈન્ટ પ્લસમાં બોલાયા હતા ત્યાં સોયાખોળનો વાયદો ઓવરનાઈટ ૨૮થી ૨૯ પોઈન્ટ માઈનસમાં હતો જ્યારે સોયાબીનનો વાયદો ૬૨થી ૬૬ પોઈન્ટ ઘટયાના સમાચાર હતા. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૪૧થી ૬૪ પોઈન્ટ ગબડયાના વાવડ હતા. અમેરિકા તથા ચીન વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણાઓ પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર હતી.
મુંબઈ બજારમાં આજે હાજરમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૯૯૦ હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૯૪૦થી ૯૬૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૨૦થી ૧૫૪૦ હતા. જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૦થી ૭૦૩ હતા. મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૬૫૦ હતા. જ્યારે પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૬૦૮ વાળા ૬૦૬ તથા જેએનપીટીના રૂ.૬૦૫ વાળા ૬૦૩ હતા. હવાલા રિસેલમાં વિવિધ ડિલીવરીઓના મળીને આશરે ૧૦૦થી ૧૫૦ ટનના વેપારો થયા હતા. રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીમાં ખાસ કામકાજ ન હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૩૬ હતા. જ્યારે સીપીઓ વાયદાના ભાવ એપ્રિલના સાંજે રૂ.૫૩૪.૯૦ તથા સોયાતેલ વાયદાના ભાવ મેના સાંજે રૂ.૭૨૨.૭૫ બોલાઈ રહ્યા હતા.
મુંબઈ બજારમાં આજે સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૦૦ તથા રિફા.ના ૭૪૨ વાળા રૂ.૭૪૦ હતા. સન ફલાવરના ભાવ રૂ.૭૦૦ તથા રિફા.ના રૂ.૭૬૫ બોલાતા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૬૦ તથા કોપરેલના ૧૦ કિલોના ભાવ રૂ.૧૧૬૦ હતા. દિવેલમાં મુંબઈ હાજર બજારમાં તેજી આગળ વધતાં ભાવ ૧૦ કિલોના વધુ રૂ.૭ ઉછળી કોમર્શિયલના રૂ.૧૨૪૦, એફએસજીના રૂ.૧૨૫૦ તથા એફએસજી કંડલાના રૂ.૧૨૩૦ બોલાયા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૬૦૦૦ વટાવી રૂ.૬૦૫૦ હતા. એરંડા વાયદા બજારમાં આજે તેજી આગળ વધતાં એપ્રિલ વાયદો સાંજે રૂ.૪૬ વધી રૂ.૬૦૭૬ તથા મે વાયદો સાંજે રૂ.૪૮ વધી રૂ.૬૧૭૦ બોલાયો હતો. સીપીઓ મે વાયદો સાંજે ૬૦ પૈસા નરમ હતો.
સોયાતેલ એપ્રિલ વાયદો સાંજે રૂ.૧.૪૦ નરમ હતો. જ્યારે મે વાયદો સાંજે રૂ.૧.૭૫ પ્લસમાં રહ્યો હતો. અમેરિકા-શિકાગો બજારમાં સાંજે પ્રોજેકશનમાં ભાવ સોયાખોળ તથા સોયાબીન વાયદાં ઇંચા બોલાયા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ભાવ નરમ હતા. કપાસિયા ખોળના ભાવ ટનના રૂ.૨૦૦ ઘટી રૂ.૨૭૫૦૦ જયારે સનફલાવર ખોળના ભાવ રૂ.૫૦૦ ઘટી રૂ.૨૩૫૦૦ હતા. સોયાખોળના ભાવ ટનના રૂ.૩૩૬૦૦ વાળા રૂ.૩૩૩૯૦થી ૩૩૩૯૫ હતા. અન્ય ખોળો અથડાતા હતા.
વિશ્વ બજારના સમાચાર મુજબ સાઉથ અમેરિકાથી ભારત માટે આશરે પાંચ લાખ ટન સોયાતેલ રવાના થયું છે. આના પગલે ભારતમાં એપ્રિલની આવી આયાત ૩ લાખ ૧૫ હજાર ટન તથા મેની આવી આયાત ૧ લાખ ૮૦ હજાર ટન જેટલી થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ચીન અને અમેરિકાએ વેપાર મંત્રણા વચ્ચે બન્ને દેશોએ પોતપોતાની એન્ફોર્સમેન્ટ ઓફિસોની રચના કરવાનું નક્કી કર્યું છે. ઘરઆંગણે મગફળીની આવકો સવારે ગોંડલ બાજુ આશરે ૭ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૭ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૨૫થી ૮૮૦ તથા ઉંચામાં ભાવ રૂ.૯૧૫થી ૯૩૦ હતા.
વિશ્વ બજારમાં સનફલાવરના ભાવ સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીઓના ૭૧૦ ડોલર હતા. મલેશિયાના પામતેલમાં ચીનની ખરીદી આગળ ઉપર વધશે એવા સંકેતો પણ વહેતા થયા છે. મધ્ય-પ્રદેશ બાજુ સવારે સોયાબીનની આવકો આશરે ૫૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં ભાવ રૂ.૩૬૭૫થી ૩૭૭૫ તથા પ્લાન્ટના ભાવ રૂ.૩૭૭૫થી ૩૮૫૦ હતા. જ્યારે ત્યાં સોયાતેલના ભાવ રૂ.૭૦૦થી ૭૦૫ તથા રિફા.ના રૂ.૭૪૨થી ૭૪૫ રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DeH4Iq
via Latest Gujarati News
0 Comments