પ્રજ્ઞા ઠાકુરે 2001માં એક વ્યક્તિને ચપ્પુના ઘા માર્યા હતા : બઘેલ


નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેષ બઘેલે ઘટસ્ફોટ કરતા દાવો કર્યો હતો કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાની સાથે ચપ્પુ રાખતા હતા, તેમણે એક વ્યક્તિનું છરીથી સ્ટેબિંગ પણ કર્યું હતું. 

૨૦૦૧માં આ ઘટના બની હતી જેમા પ્રજ્ઞા ઠાકુરે એક વ્યક્તિને ચપ્પુના ઘા માર્યા હતા.  એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વેળાએ બઘેલે જણાવ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુર સાધ્વી બનવા માગતા જ નહોતા ન તો તેમનામાં સાધ્વીના ગૂણ છે. 

તેમણે વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુરનું છત્તીસગઢ સાથે પણ કનેક્શન છે, તેમના જીજા અહીં ભિલાઇમાં નોકરી કરતા હતા. જ્યારે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ આપવા પાછળ હિંદુત્વકાર્ડ છે તેમ પૂછવામાં આવ્યું તો બઘેલે જણાવ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુર છત્તીસગઢના ભિલાઇમાં રહેલા છે, તેઓ અહીં ચાકુબાજી કરતા હતા, તેઓ શરૃઆતથી જ અપરાધીક પ્રવૃત્તિ ધરાવતી મહિલા રહ્યા છે. આ પ્રકારના લોકોને ટિકિટ ન આપવી જોઇએ. જોકે મોદી અને અમિત શાહના રાજમાં બધુ જ શક્ય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IWH0jW
via Latest Gujarati News

Post a Comment

0 Comments