ગત વર્ષે ઈક્વિટી મ્યુ. ફંડમાં રોકાણમાં 37 ટકાનો ઘટાડો

મુંબઈ,તા. 09 એપ્રિલ, 2019, મંગળવાર

નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ દરમિયાન ઈક્વિટી મ્યુ. ફંડમાં રોકાણ રૂ.૧.૦૭ લાખ કરોડ થયુ છે જ્યારે ર૦૧૭-૧૮માં રૂ.૧.૭૧ લાખ કરોડ રોકાણ કરવામાં આવ્યુ હતું જે અગાઉના વર્ષની તુલનાએ ૩૬.૯ટકાનો ઘટાડો દર્શાવે છે. ગત વર્ષે ઈક્વિટી ફંડ્સના નબળા દેખાવને કારણે ઈનફ્લોમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે. વેલ્યુ રિસર્ચના આંકડા અનુસાર, ગત વર્ષે કુલ ૩૭૪ ઈક્વિટી સ્કિમ ખુલી હતી જેમણે એક વર્ષ દરમિયાન ૩પ.૩ ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યુ છે. 

સૌથી ખરાબ દેખાવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, સ્મોલ કેપ અને મીડ કેપની સ્કિમનો જોવા મળ્યો છે. ગત વર્ષમાં એક્સિસ સ્મોલ કેપ ફંડમાં પોઝિટિવ રિટર્ન જોવા મળ્યુ છે. જ્યારે મીડ કેપ સેગ્મેન્ટમાં યુટીઆઈ મીડ કેપ અને એડલવિસ મીડકેપ ફંડમાં ૧૦.પ૬ ટકા અને ૯.૯૬ ટકાનો ઘટાડો થયો છે.

ક્વોન્ટમ એસેટ્સ મેનેજમેન્ટ કંપનીના એમડી અને સીઈઓ જિમી પટેલ જણાાયુ કે, કેટલીક ફંડની કેટેગરીમાં અફરાતફરના માહોલને કારણે પ્રતિકૂળ અસર થઈ છે. ગત વર્ષ માટે સારી બાબતએ હતી કે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનના ઈનફ્લોમાં તીવ્ર વધારો થયો હતો. 

છેલ્લા એક વર્ષ દરમિયાન ટેકનોલોજી, બેન્કિંગ અને ફાર્મા ફંડ્સે પોઝિટિવ રિટર્ન આપ્યુ હતું. વેલ્યુ રિસર્ચના આંકડા અનુસાર, ટેકનોલોજી ફંડે ૧૯.૦૭ ટકા અને બેન્કિંગ ફંડ્સે ૧ર.૭૮ ટકા રિટર્ન આપ્યુ છે. જ્યારે ઈક્વિટી ફંડના ઈનફ્લોમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ ડેટ ફંડ્સમાં સતત આઉટફ્લો જોવા મળી રહ્યો છે. ગત નાણાકીય વર્ષે ડેટ ફંડમાં રૂ.૪૮,૪૮૩ કરોડનો આઉટફ્લો જોવા મળ્યોહતો. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uWk9gw
via Latest Gujarati News

Post a Comment

0 Comments