મુંબઈ,તા. 09 એપ્રિલ, 2019, મંગળવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ સાંકડી વધઘટે અથડાતા હતા. નવી માગ પણ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર ઉછાળે વેચવાલી બતાવતા હતા. જોકે પામતેલમાં અમુક રિફાઈનરીઓએ ડાયરેકટ ડિલીવરીના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધી કરતાં બજારમાં આશ્ચર્ય બતાવાઈ રહ્યું હતું. આ રિફાઈનરીઓએ પામતેલના ભાવ રૂ.૬૨૧થી ૬૨૪ વાળા ઉછાળી રૂ.૬૩૨ કર્યાની ચર્ચા હતી.
જોકે આની સામે બજારમાં પામતેલના હવાલા રિસેલના ભાવ રૂ.૬૧૧થી ૬૧૩ જેવા નીચા બોલાયા હતા. હવાલા રિસેલમાં આશરે ૧૫૦થી ૨૦૦ ટનના વેપારો થયા હતા મુંબઈઆ બજારમાં ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૪૪ વાળા ૫૪૧ હતા. વાયદા બજારમાં સીપીઓ વાયદાના ભાવ રૂ.૫૪૮.૭૦ રહ્યા પછી સાંજે રૂ.૫૪૨.૧૦ બોલાયા હતા જ્યારે સોયાતેલ વાયદાના ભાવ રૂ.૭૫૨ રહ્યા પછી સાંજે રૂ.૭૪૮ હતા.
મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૯૯૦ હતા. રાજકોટ બાજુ ભાવ રૂ.૯૪૦થી ૯૭૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૨૦થી ૧૫૪૦ હતા જ્યારે કોટન વોશ્ડના ભાવ રૂ.૭૨૦થી ૭૨૩ વાળા વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા વચ્ચે રૂ.૭૧૫થી ૭૧૮ રહ્યાના વાવડ હતા. મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૭૬૦ હતા જ્યારે સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૦૨ વાળા ૭૦૫ તથા રિફા.ના રૂ.૭૪૫ વાળા ૭૫૦ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૭૧૦ વાળા ૭૦૫ તથા રિફા.ના ૭૬૮ વાળા ૭૬૫ હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૭૦ જ્યારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૬૦ બોલાયા હતા.
દિવેલના ભાવ ઉંચેથી રૂ.૬ ઘટી કોમર્શિયલના રૂ.૧૬૮, એફએસજીના રૂ.૧૧૭૮ તથા એફએસજી કંડલાના રૂ.૧૧૫૮ હતા. મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૭૨૦ વાળા ૫૬૯૦ બોલાયા હતા. મુંબઈ ખોળ બજારમાં કપાસિયા ખોળના ભાવ ટનના રૂ.૨૮૨૦૦ વાળા રૂ.૨૮૦૦૦ હતા. જ્યારે સનફલાવર ખોળના ભાવ રૂ.૨૪૫૦૦ વાળા રૂ.૨૪૦૦૦ હતા. એરંડા ખોળના ભાવ જોકે રૂ.૪૮૦૦ વાળા ૫૧૦૦ બોલાયા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P3aoX6
via Latest Gujarati News
0 Comments