વિવિધ કરન્સીઓ સામે રૂપિયો ઉંચકાયો ક્રૂડ 71 ડોલર વટાવ્યા પછી ફરી નીચે ઉતર્યું

મુંબઈ, તા. 09 એપ્રિલ, 2019, મંગળવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે હવામાન મિશ્ર હતું.  સોનાના ભાવ ઉંચે નરમ હતા જ્યારે  ચાંદીમાં તેજી  આગળ વધી હતી.  વિશ્વ બજારના સમાચાર જોકે કિંમતી ધાતુઓમાં  ઉછાળો બતાવતા હતા.  ઘરઆંગણે  કરન્સી બજારમાં   રૂપિયા સામે  ડોલરના ભાવ વધતા અટકી ફરી ઘટાડા  પર રહ્યા હતા.  વિશ્વ બજારમાં  ડોલરનો ઈન્ડેક્સ ઉંચેથી  નીચો આવતાં વૈશ્વિક સ્તરે સોનામાં ઘટાડે   ફંડવાળા ફરી દાખલ થયા હતા. 

  વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ  પણ સોનાની  ખરીદી વધાર્યાના સમાચાર હતા.   મુંબઈ કરન્સી બજારમાં   ડોલરના ભાવ  રૂ.૬૯.૬૮ વાળા ૬૯.૫૯ ખુલી ૬૯.૭૪ રહ્યા પછી ઝડપી  ગબડી રૂ.૬૯.૨૫ થઈ છેલ્લે બંધ  રૂ.૬૯.૨૯  હતા.  ડોલરના ભાવ આજે  ૩૯ પૈસા ઘટયા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૧ પૈસા ઘટી રૂ.૯૦.૬૦થી ૯૦.૬૧ તથા યુરોના ભાવ ૧૯ પૈસા  ઘટી રૂ.૭૮.૧૫થી ૭૮.૧૬ હતા.

દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના  રૂ.૩૧૯૨૯ વાળા રૂ.૩૧૮૯૭ તથા ૯૯.૯૦ના  રૂ.૩૨૦૫૭ વાળા રૂ.૩૨૦૨૫ બંધ રહ્યા હતા.   જ્યારે જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા.   દરમિયાન ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૬૬૦ વાળા રૂ.૩૭૭૫૦ બંધ રહ્યા પછી  મોડી સાંજે ભાવ રૂ.૩૭૮૫૦થી ૩૭૯૦૦ તથા જીએસટી સાથેના ભાવ રૂ.૧૦૦૦થી  ૧૧૦૦ ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના નીચામાં ૧૨૯૭ ડોલર રહ્યા પછી ઉંચામાં  ૧૩૦૬.૨૦ થઈ સાંજે ૧૩૦૫.૭૦થી ૧૩૦૫.૮૦  ડોલર હતા.  ચાંદીના ભાવ નીચામાં ૧૫.૨૩ ડોલર રહ્યા પછી ઉંચામાં ૧૫.૩૬ થઈ સાંજે ૧૫.૩૧થી ૧૫.૩૨ ડોલર હતા.   

ક્રૂડતેલના ભાવ આજે  વિશ્વ બજારમાં  વધ્યા પછી  ઘટાડા પર  રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં  ૭૧ ડોલર વટાવી  ૭૧.૨૫થી ૭૧.૩૦  સુધી ગયા પછી   ફરી ઘટી સાંજે   ૭૧ની અંદર ઉતરી ૭૧.૦૫ ડોલર બોલાયા હતા.

 ન્યુયોર્કના  ભાવ ઉંચામાં   ૬૪.૬૦થી ૬૪.૬૫ ડોલર રહ્યા પછી સાંજે ભાવ ૬૪.૨૫થી ૬૪.૨૦ ડોલર હતા.   ક્રૂડતેલના ભાવ ઉંચા  જતાં અમેરિકામાં ઉત્પાદન  વધવાની શક્યતા  બતાવી રહ્યા હતા.

 અમેરિકા તથા યુરોપ ચ્ચે વેપાર વિવાદ વધ્યાના વાવડ હતા.   અમેરિકાની વિમાન ઉત્પાદક કંપની બોઈંગની  હરીફ એરબસ કંપનીને  યુરોપ દ્વારા  સબસીડી  આપવામાં  આવતાં તેનાથી  અમેરિકા નારાજ થયુ છે  આના પગલે  અમેરિકામાં યુરોપ ખાતેથી   આયાત થતી  આશરે ૧૧ અૂજ  ડોલરની  આયાત પર અમેરિકા દ્વારા  ટેરીફ વધારવા  વિચારણા  શરૂ  થયાના સમાચાર હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OWVXnl
via Latest Gujarati News

Post a Comment

0 Comments