રાજ્યભરમાં માવઠાં દરમિયાન વીજળી ત્રાટકતા 40 પશુઓના મોત



મુંબઇ, તા. 16 એપ્રિલ 2019, મંગળવાર

મહારાષ્ટ્રના ઉત્તર તથા પશ્ચિમના વિસ્તારોમાં રવિવાર- સોમવારના ૨૪ કલાકમાં કમોસમી વરસાદ (માવઠાં) થયો હતો તથા ગયા સપ્તાહદરમિયાનના ઊંચા તાપમાનને કારણે મુંબઇમાં પણ રવિવારે રાતે હળવા ઝાંપટા પડયાનું ભારતીય હવામાન ખઆતાએ જણાવ્યું હતું. આજે બપોરે બાદ પુણે અને આસપાસ કરાનો વરસાદ થયાના અહેવાલ હતાં.

કમોસમી વરસાદના વાતાવરણ વચ્ચે નાશિક જિલ્લામાં વીજળી પડવાની બે અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયાં હતાં. હવામાન ખાતાના જણાવ્યા મુજબ પશ્ચિમ રાજસ્થાનમાં પેદા થયેલા ચક્રવાત વાવાઝોડાને કારણે હવાના હલકા દબાણનો પટો ગુજરાત થઇને દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્ર તરફ પ્રસરી રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના હવામાનમાં વરસાદને સાનુકૂળ ફેરફારો થઇ રહ્યા હોવા સાથે મુંબઇના પશ્ચિમનાં ઉપનગરોમાં હળવા ઝાપટાં પડયા હતા જ્યારે રાજ્યના ધૂળે, નંદુરબાર, સાતારા અને સાંગલી જેવા અન્ય વિસ્તારોમાં પણ તોફાની પવન અને વીજ ચમકારા સાથે માવઠાં થયા હતાં એમ હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન, નાશિક જિલ્લાના ડિંડોરી તાલુકાના મનોરી ગામે વૃક્ષ નીચે ઉભેલા ત્રણ લોકો પર વીજળી ત્રાટકતાં તેમનાં મોત થયા હતાં જ્યારે આ જ કારણે ચાંદવડ તાલુકામાં એક મહિલાનું  મોત થયું હતું. યેવલે અને નાશિક તાલુકામાં વીજળી પડતાં ત્રણ ગાય અને એક ભેંસનું મરણ થયું હતું. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KUtkbM
via Latest Gujarati News

Post a Comment

0 Comments