નાગપુરમાં દતકપુત્રીએ બૉયફ્રેન્ડ સાથે મળીને માતા-પિતાની હત્યા કરી



મુંબઇ તા. 16 એપ્રિલ 2019, મંગળવાર

સંબંધોની હત્યાની વધુ એક ઘટના મહારાષ્ટ્રમાં બની છે. નાગપુરમાં વૃદ્ધ દંપતીની હત્યાનો ચકચારજનક કેસ પોલીસે ઉકેલી લીધો છે. સોફટવેર એન્જિનિયર દતક પુત્રી અને  તેના ક્રિકેટર બૉયફ્રેન્ડ તેમની હત્યા કરી હતી. પોલીસે ઝીણવટભરી પૂછપરછ કરતા તેમણે વટાણા વેરી નાખ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી છે. વૃદ્ધ માતા-પિતાની સંપતિ મેળવવા માટે અને અન્ય મુદ્દે વિવાદ થતા પુત્રીએ જ બૉયફ્રેન્ડ સાથે મળીને ફિલ્મીઢબે માતા-પિતાની હત્યા કરી હતી પછી  ખોટી માહિતી આપીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો.

નાગપુપ સ્થિત વાડીના સુરક્ષા નગરમાં ૭૨ વર્ષીય શંકર ચંપાતી તેમની પત્ની સીમા (ઉ.વ.૬૪) દત્તકપુત્રી પ્રિયંકા ઉર્ફે ઐશ્વર્યા (ઉ.વ.૨૩) સાથે રહેતા હતા. હાલમાં તેઓ નારીયેળ પાણી વેચવાનો વ્યવસાય કરતા હતા.

આ વૃદ્ધ  દંપતી રવિવારે રાતે ૮ વાગ્યે ઘરમાં મૃત અવસ્થામાં મળ્યા હતું. માથા પર હુમલો કરી અને ગળુંચીરીને તેમની હત્યા કરવામાં આવી હતી. ઘરમાં સામાન પણ અસ્તવ્યસ્ત પડયો હતો. આથી લૂંટમાં ઇરાદે ડબલ મર્ડર કરવામાં આવ્યા હોવાની  ચર્ચા થઇ રહી હતી. મૃતકની દત્તક પુત્રી રાતે ૮ વાગ્યે ઘરે આવી ત્યારે આ હત્યાની જાણ થઇ હતી. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આ ખળભળાટ જનક કેસની તપાસ શરૂ કરી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન પ્રિયંકા વારંવાર તેનું નિવેદન બદલી રહી હતી. પણ છેવટે પોલીસની  ઝીણવટભરી તપાસથી તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

વાડી પોલીસ સ્ટેશનના એપીઆઇ ચોપડેએ જણાવ્યું હતું કે સોફટવેર એન્જિનિયરે જણાવ્યું હતું કે પ્રિયંકાનો બૉયફ્રેન્ડ મોહમ્મદ ઇકલાખ (ઉ.વ.૨૩) ક્રિકેટર છે તે દેશ-વિદેશમાં ક્રિકેટ મેચ રમતો હતો આ ગુનાની માસ્ટર માઇન્ડ  પ્રિયંકા તેના વૃદ્ધ માતા-પિતાની કંટાળી ગઇ હતી. નજીવી બાબતે તેમની બોલાચાલી થતી હતી.

તેમની  સંપતિ મેળવવા માગતી હતી. આથી બૉયફ્રેન્ડ સાથે મળીને તેમની હત્યાનું કાવતરું ઘડયું હતું. વૃદ્ધ દંપતનીની હત્યા લૂંટના ઇરાદે થઇ હોવાનું નાટક પણ કર્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V3r4mC
via Latest Gujarati News

Post a Comment

0 Comments