મુંબઈ, તા. 24 એપ્રિલ, 2019, બુધવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા ચાંદીના ભાવ નીચા ઉતર્યા હતા. કરન્સી બજારમાં આજે રૂપિયો વધુ નબળો પડયો હતો ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૭૦ નજીક પહોંચી ગયા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓ ઘટયા મથાળે બેતરફી વધઘટ બતાવતી હતી, મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૬૯.૬૨વાળા ૬૯.૮૨ ખુલી ઉંચામાં રૂ.૬૯.૯૮ રહ્યા પછી નીચામાં રૂ.૬૯.૭૫ થઈ છેલ્લે બંધ રૂ.૬૯.૮૬હતા.
ડોલરના ભાવ આજે વધુ ૨૪પૈસા વધ્યા હતા બ્રિટીશ પાઉન્ડના ભાવ ૨૦ પૈસા ઘટી રૂ.૯૦.૩૪થી ૯૦.૩૫ હતા. યુરોના ભાવ પાંચ પૈસા ઘટી રૂ.૭૮.૨૭થી ૭૮.૨૮ હતા. વિશ્વ બજારમાં વિવિખ કરન્સીઓની બાસ્કેટ સામે ડોલરનો ઈન્ડેક્સ વધી દોઢ મહિનાની નવી ઉંચી ટોચે પહોંચ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ડોલર ઉંધો જતાં વૈશ્વિક સોનાના ભાવ વધી આવ્યા હતા.
મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવજીએસટી વગર ૯૯.૫૦ના ૧૦ ગ્રામના રૂ.૩૧૪૬૧ વાળા ૩૧૫૨૫ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૫૮૭ વાળા ૩૧૬૫૨ બંધ હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૧૨૭૪.૬૦ ડોલર તથા નીચામાં ૧૨૬૯.૨૦ થઈ સાંજે ભાવ ૧૨૭૨.૮૦થી ૧૨૭૨.૯૦ ડોલર રહ્યા હતા.
મુંબઈ બજારમાં ચાંદીના ભાવ આજે કિલોના જીએસટી વગર ૯૯૯ના રૂ.૩૭૨૪૦ વાળા રૂ.૩૭૦૦૫ થઈ રૂ.૩૭૦૩૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૧૦૦થી ૩૭૧૫૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૧૦૦ ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૧૪.૯૧ ડોલર તથા નીચામાં ૧૪.૮૧ ડોલર થઈ સાંજે ભાવ ૧૪.૮૭થી ૧૪.૮૮ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ સાંજે ઔંશના ૮૯૨.૫૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ઘટી સાંજે ઔંશના ૧૩૯૧.૭૦થી ૧૩૯૧.૮૦ ડોલર હતા.
દરમિયાન વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ૬ મહિનાની ઉંચી સપાટીએ બેતરફી વધઘટે ભાવ અથડાતા રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૭૪.૩૬ થઈસાંજે ભાવ ૭૪.૫૬ ડોલર હતા. ન્યુયોર્કના ભાવ નીચામાં ૬૫.૯૩ થઈ સાંજે ભાવ ૬૬.૨૦ ડોલર રહ્યા હતા. આરબ પેટ્રોલિયમના જણાવ્યા મુજબ આ વર્ષે બ્રેન્ટક્રૂડના ભાવ ૬૦ તથા ૭૦ ડોલર વચ્ચે રહેશે એવી શક્યતા છે. સાઉદી અરેબિયાના જણાવ્યા મુજબ ઈરાનનો તેલનો પુરવઠો ઘટવા છતાં હાલ તુરંત સાઉદી અરેબિયા દ્વારા પુરવઠો બેલેન્સ કરવા કોઈ પગલાં ભરવામાં આવશે નહિં .
દરમિયાન, નોર્થ કોરિયાના પ્રમુખ રશિયાના પ્રમુખની મુલાકાતે આવ્યાના સમાચાર હતા. તાજેતરમાં અમેરિકા તથા નોર્થ કોરિયા વચ્ચે મતભેદો વધ્યા પછી રશિયામાં થઈ રહેલી આ મુલાકાત પર બજારોના ખેલાડીઓની નજર હતી. અમેરિકામાં શેરબજારો રેકોર્ડ સપાટીએ પહોંચતા ડોલર ઉંચો ગયો છે. ત્યાંના ગ્રોથના આંકડા શુક્રવારે આવવાના છે. દરમિયાન, યુરોપમાં કન્ઝયુમર કોન્ફીડન્સના આંકડા નબળા આવ્યા છે.
વેનેન્ઝુએલામાં વિજળીના ધાંધીયાના પગલે ક્રૂડતેલના ઉત્પાદનને અસર પડી છે. બ્રેકઝીટના પ્રશ્ને બ્રિટનના પાર્લામેન્ટમાં આવતા સપ્તાહમાં ફરી ખરડો રજૂ કરવામાં આવનારપ હોવાના સમાચાર હતા. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર મંત્રણાઓ આગળ વધી છે તથા હવે૩૦મી એપ્રિલે આ બે દેશોના પ્રતિનિધિઓ ચીનમાં મળવાના છે. અમેરિકાના હાઉસિંગ ડાટા આજે સારા આવતાં તથા ડોલર ઉંચકાતાં વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટી ૪ મહિનાના તળિયે ઉતર્યા હતા.
અમેરિકાના ગોલ્ડ ઈટીએફમાં એસપીડીઆરમાં સોનાનું હોલ્ડિંગ ઘટી ૭૪૯થી ૭૫૦ ટન થતા ઓકટો. ૨૦૧૮ પછીનું તળિયું પાંચ મહિનાનું તળિયું જોવા મળ્યું છે. પીપલ્સ બેન્ક ઓફ ચાઈના ૩૯થી ૪૦ અબજ ડોલરની મિડીયમ ટર્મલોન છૂટી કરી રહ્યાના સમાચાર આજે મળ્યા હતા. જર્મનીના બિઝનેસ સેન્ટીમેન્ટના આંકડા નબળા આવ્યા છે.
દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ નરમ બોલાયા હતા. ટીનના ભાવ ટનના ૩ મહિનાની ડિલીવરીના ૧૯૭૮૦ ડોલર રહ્યા હતા જ્યારે નિકલના ભાવ૧૨૪૫૨ ડોલર, એલ્યુ.ના ૧૮૭૬ ડોલર, જસતના ૨૭૫૭ ડોલર તથા સીસાના ૧૯૨૭ ડોલર હતા. જોકે કોપર ધીમા સુધારા વચ્ચે ૬૪૪૫ ડોલર હતું. ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ સાંજે ૦.૬૫થી ૦.૭૦ ટકા ઉંચા બોલાયા હતા. દરમિયાન, લંડન બજારમાં કોપરનો સ્ટોક ૨૧૭૫ ટન ઘટયો હતો એલ્યુમિનિયમનો સ્ટોક ૧૪૧૭૫ ટન ઘટયો હતો.
સીસાનો સ્ટોક આજે ત્યાં ૪૦૦ ટન વધ્યો હતો જ્યારે અન્ય ધાતુઓનો સ્ટોક ઘટયો હતો. ટીનનો સ્ટોક ત્યાં ૩૫ ટન, નિકલનો ૮૦૪ ટન તથા જસતનો ૨૫૦ ટન ઘટયાના નિર્દેશો મળ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W4udQp
via Latest Gujarati News
0 Comments