મુંબઇ, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે આંચકા પચાવી ભાવ ફરી ઉછળ્યા હતા. કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળી રૂ.૭૦ની સપાટી કુદાવી જતાં ઘરઆંગણે કિંમતીધાતુઓની આયાત પડતર ઉંચી ગઈહતી તેના પગલે ઝવેરી બજારમાં આજે ભાવ ઝડપી વધી આવ્યા હતા. નવી વેચવાલી અટકી હતી. માનસ લેવાનું હતું. ડોલરના ભાવ આજે રૂ.૬૯.૮૭ વાળા ૬૯.૯૯ ખુલી ૬૯.૯૨ રહ્યા પછી વધી રૂ.૭૦.૨૮ થઈછેલ્લે બંધ ભાવ ૭૦.૨૬ હતા. ડોલરના ભાવ વધુ૩૯ પૈસા વધ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ પાંચ પૈસા વધી રૂ.૯૦.૪૬થી ૯૦.૪૭ તથા યુરોના ભાવ આજે ૧૦ પૈસા ઘટી રૂ.૭૮.૧૭થી ૭૮.૧૮ હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલના ૭૫ ડોલરની સપાટી વટાવી જતાં ઘરઆંગણે રૂપિયો ગબડયો હતો. શેરબજારમાં ઘટાડો આવતા તેની અસરપણ કરન્સી બજાર પર જોવા મળી હતી. વિશ્વબજારમાં જર્મનીના આર્થિક આંકડા નબળા આવતાં ડોલર સામે વૈશ્વિક યુરોના ભાવ ગબડી ૨૨ મહિનાના તળિયે જતા રહ્યાના વાવડ હતા. વિશ્વ બજારમાં વિવિધ કરન્સીઓની બાસ્કેટ સામે ડોલરનો ઈન્ડેક્સ વધી ૯૮ની સપાટીની ઉપર જતા આવા ઈન્ડેક્સમાં ૨૩ મહિનાની નવી ઉંચી ટોચ જોવા મળ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ડોલર સામે ચીનની કરન્સી ઉપરાંત કોરિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મલેશિયા વિ. વિવિધ એશિયન દેશોની કરન્સીઓ આજે તૂટયાના સમાચાર હતા.
દરમિયાન વિશ્વ બજારમાં ડોલરના ભાવ ઉંચા જતાં સોનાના વૈશ્વિક ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૧૨૭૮.૯૦ ડોલર થયા પછી નીચામાં ભાવ ૧૨૭૩.૮૦ થઈ સાંજે ૧૨૭૫.૮૦થી ૧૨૭૫.૯૦ ડોલર હતા.
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૫૨૫ વાળા રૂ.૩૧૭૯૫ જ્યારે ૯૯.૯૦ના રૂ.૩૧૬૫૨ વાળા ૩૧૯૨૩ બંધ હતા જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા હતા. મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૦૩૫ વાળા રૂ.૩૭૩૬૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૩૫૦થી ૩૭૪૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૧૦૦થી ૧૨૦૦ ઉંચા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૧૪.૯૯ ડોલર તથા નીચામાં ૧૪.૮૬ રહી સાંજે ભાવ ૧૪.૮૬થી ૧૪.૮૭ ડોલર તથાપેલેડીયમના ભાવ સાંજે ૧૪૧૮.૩૦થી ૧૪૧૮.૪૦ ડોલરહતા.
દરમિયાન વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલમાં તેજી આગળ વધી હતી.બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે વધી બેરલના ૭૫ ડોલરની સપાટી વટાવી સાંજે ભાવ ૭૫.૨૦થી ૭૫.૨૫ ડોલરહતા. ન્યુયોર્કના ભાવ વધી સાંજે ૬૬.૧૫થી ૬૬.૨૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ઈરાનનો પુરવઠો ઘટયો છે રશિયાનો પુરવઠો જે પોલેન્ડ તથા જર્મની તરફ પાઈપલાઈનમાં જતો હતો તે ગુણવત્તાનો ડખો ઉભો થતાં આવો પુરવઠો રુંઘાતા તેનીઅસર પણ વિશ્વબજારપર જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં ૪૦ ટકા ઉછળ્યા છે. અમેરિકામાં ઉત્પાદન વધી રહ્યું છે. તેના પર હવે ક્રૂડના ખેલાડીઓની નજર રહી છે. જાપાને વ્યાજના નીચા દરોઆગળ ઉપર લાંબો સમય ચાલુ રાખવા નિર્ણય કર્યાના નિર્દેશો હતા.
ચીનમાં સરકારે હવે અર્થતંત્ર માટે વધુ સ્ટીમ્યુલ્સ નહિ ં આપવા નિર્ણય કર્યો છે અને તેના પગલે ચીનના શેરબજારો ગબડતાં સાત સપ્તાહનો નવો રેકોર્ડ સર્જાયો છે. ક્રૂડમાં આજના જેવા ઉંચા ભાવ છેલ્લે ઓકટો. ૨૦૧૮માં દેખાયા હતા. ચીનની નબળાઈના પગલે ન્યુયોર્ક કોપર વાયદો આજે સાંજે ૧.૧૦થી ૧.૧૫ ટકા ગબડયાના વાવડ હતા.
લંડન બજારમાં કોપરના ભાવ ઘટી ટનના ૩ મહિનાની ડિલીવરીમાં ૬૪૦૦ ડોલરની અંદરઉતરી ૬૩૮૫થી ૬૩૯૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ત્યાં કોપરનો સ્ટોક પણ આજે ૮૬૭૫ ટન વધ્યો હતો. જોકે હિન્દુસ્તાન ઝીંકે આજે જસતના ભાવ ટનના રૂ.૧૯૦૦ વધાર્યા હતા. જ્યારે સીસાના ભાવ જાળવી રાખ્યાના સમાચાર હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L4lpJi
via Latest Gujarati News
0 Comments