મુંબઈ, તા. 15 એપ્રિલ, 2019,સોમવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં ભાવ દબાણ હેઠલ રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઉંચો રહેતાં વૈશ્વિક સ્તરે સોનામાં ફંડવાળા વેચવાલ રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળ્યા હતા. ઉપરાંત બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ પણ વધી આવ્યા હતા.
ડોલરના ભાવ રૂ.૬૯.૧૬ વાળા આજે રૂ.૬૯.૦૭ ખુલી રૂ.૬૯.૦૬ રહ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૬૯.૪૬ રહ્યા પછી બંધ ભાવ રૂ.૬૯.૪૩ હતા. ડોલરના ભાવ ૨૭ પૈસા વધ્યા હતા. જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૪૭પૈસા વધી રૂ.૯૧ પાર કરીરૂ.૯૧.૦૧ થી ૯૧.૦૨ હતા.
યુરોના ભાવ ૨૩ પૈસા વધી રૂ.૭૮.૫૩થી ૭૮.૫૪ હતા. વિશ્વ બજારમાં ડોલર ઉંચો જતાં સોનાના ભાવ ઘટયાના વાવડ હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવઔંશના આજે ૧૨૯૩.૪૦ ડોલર રહ્યા પછી નીચામાં ભાવ ૧૨૮૫.૩૦ થઈ સાંજે ભાવ ૧૨૮૭.૮૦થી ૧૨૮૭.૯૦ ડોલર હતા. સોના પાછળ ચાંદીના વૈશ્વિક ભાવ ઔંશના ૧૫.૦૩ ડોલર રહ્યા પછી નીચામાં ૧૪.૯૩ થઈ સાંજે ભાવ ૧૪.૯૩થી ૧૪.૯૪ ડોલર હતા.
દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૩૧૬૬૫ વાળા રૂ.૩૧૫૬૦ થઈ રૂ.૩૧૫૮૯ તથા ૯૯.૯૦ના રૂ.૩૧૮૦૦ વાળા રૂ.૩૧૬૯૭ થઈ રૂ.૩૧૭૧૬ બંધ હતા. જ્યારેજીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા હતા. મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૨૫૦ વાળા ૩૬૯૮૦ થઈ રૂ.૩૭૦૧૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૦૫૦થી ૩૭૧૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી રૂ.૧૧૫૦થી ૧૨૦૦ ઉંચા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ નરમ પડતાં તેની અસર પમઆજે સોનાના ભાવ પર દેખાઈ હતી.
ક્રૂડતેલના ભાવ આજે બેરલદીઠ બ્રેન્ટ ક્રૂડના સાંજે ૦.૮૭ ટકા ઘટી ૭૧ની અંદર ઉતરી ૭૦.૯૩ ડોલર હતા. જ્યારે ન્યુયોર્કના ભાવ ૦.૯૯ ટકા ઘટી સાંજે ભાવ ૬૩.૨૬ ડોલરહતા. આપેક તથા રશિયાએ તાજેતરમાં ક્રૂડનું ઉત્પાદન ઘટાડયા પછી અમેરિકાનો બજાર હિસ્સો વધતાં રશિયા ચિંતામાં પડયું છે અને આવા પગલેરશિયા દ્વારા કદાચ ઉત્પાદન વધારાશે એવીશક્યતા ચર્ચાતી થતા ક્રૂડના ભાવ પર આજે તેની અસર દેખાઈ હતી.
વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ નરમ બોલાઈ હતી. પ્લેટીનમના ભાવ સાંજે ઔંશના ૮૮૪.૧૦થી ૮૮૪.૨૦ ડોલર તથા પેલેડીયમના ભાવ સાંજે ઔંશના ૮૮૪.૧૦થી ૮૮૪.૨૦ ડોલર તથા પેલેડીયમના ભાવ સાંજે ૧૩૬૭.૯૦થી ૧૩૬૮ ડોલર હતા.
વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકાના પ્રમુખે ત્યાંના ફેડરલ રિઝર્વના અધ્યક્ષની ફરી એકવાર ટીકા કરી છે. અમેરિકાના પ્રમુખે એવું જણાવ્યું છે કે જોકે ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધાર્યા ન હોત તો અમેરિકાના શેરબજારો હાલની સપાટી કરતાં ૫૦૦થી ૧૦૦૦ પોઈન્ટ વધુ ઉંચા રહેવાની શક્યતા હતી તથા અમેરિકાનો ઍજીડીપીપણ ઉંચો આવવાની શક્યતા હતી!
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v7Aije
via Latest Gujarati News
0 Comments