મુંબઈમાં 80 ટકા સ્કૂલના વિદ્યાર્થીઓ ઉચ્ચ માનસિક તણાવનો ભોગ બન્યાં!


- હાલની શિક્ષણ પદ્ધતિ, સ્પર્ધા અને વાલીઓની આશા વિદ્યાર્થીઓના માનસિક તણાવ પાછળના મુખ્ય કારણો હોવાનો ખૂલાસો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા. 14 એપ્રિલ 2019, રવિવાર

આજકાલ ભણતરની પદ્ધતિ તથા હેતુ એટલાં બદલાઈ ગયા છે કે જેને કારણે કૂમળા માનસ પર ઘેરી અસર થતી જોવા મળે છે. મુંબઈમાં સ્કૂલ-કૉલેજમાં જતાં ૧૦થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓમાં વધુમાં વધુ શૈક્ષણિક તણાવ હોવાનું તાજેતરમાં થયેલ એક સર્વેક્ષણના અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે. 

મુંબઈમાં સર્વેક્ષણમાં સહભાગી બનેલાં ૧૦થી ૧૮ વર્ષની વયજૂથના આશરે ૨,૦૦૦ બાળકોમાંના ૮૦ ટકા બાળકોમાં તણાવનું ઊંચુ સ્તર જોવા મળ્યું છે. વિદ્યાર્થીઓમાં તણાવના મુખ્ય કારણોમાં દૈનિક અભ્યાસ, પરીક્ષા, ટયૂશન્સ, વાલીઓનું દબાણ તથા તેમની આશાઓ હોવાનું સર્વે દ્વારા જાણી શકાયું છે. 

આ સંદર્ભે નિષ્ણાતોનું માનવું છે કેે, હાલની શિક્ષણ પદ્ધતિ, સ્પર્ધા અને વાલીઓ દ્વારા 'મસ્ટ-ટૂ-પર્ફોમ' (આ તો કરવું જ જોઈએ)નું જે કલ્ચર અપનાવાયું છે તેને કારણે પણ બાળકોમાં તાણનું વાતાવરણ જોવા મળે છે. આથી વાલીઓએ પણ તેમના બાળકોને આ માનસિક તણાવમાંથી બહાર લાવવા માટે તેમની જોડે વાત કરવી જરુરી છે. અને તેમને મુક્તમને જે અભ્યાસ કરવાની ઈચ્છા હોય તે તરફ તેમને વાળવા જોઈએ, જેથી બાળકો વધુ તણાવગ્રસ્ત ન બને. જો બાળકો તણાવમાં રહીને અભ્યાસ કરશે તો તેમનો અભ્યાસ માત્ર પરિણામ મેળવવા માટેનો હશે, ગુણવત્તાનો નહીં.    



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UYbGYE
via Latest Gujarati News

Post a Comment

0 Comments