(પીટીઆઇ) ચેન્નાઇ, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
૧૮ વર્ષથી ઓછી વયની યુવતી અને તરૃણાવસ્થા અથવા તો એનાથી થોડા મોટા યુવાન વચ્ચેના સબંધને બિન કુદરતી અથવા અજાણ્યા નહીં હોવાનું માનીને મદ્રાસ હાઇકોર્ટે ૧૬ વર્ષથી વધુ વયની વ્યક્તિઓના સમંતિના સેક્સ્યુઅલ સબંધને પોક્સો એક્ટમાંથી બાકાત રાખવાનું સુચન કર્યું હતું.પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્ર્ન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ(પોક્સો) એક્ટ હેઠળ નમક્કાલમાં મહિલા કોર્ટ દ્વારા અપાયેલી દસ વર્ષની જેલને પડકારતી સાબરીની અરજીની સુનાવણી દરમિયાન આજે જસ્ટિસ વી.પતિભાને આ સુચન કર્યું હતું.
અરજદાર સામે ૧૭ વર્ષની યુવતીના અપહરણ અને સેક્લુઅલ સબંધ બાંધવાનો આરોપ હતો.આ એક્ટમાં સુધારાનું સુચન કરતાં જજે કહ્યું હતું'૧૬ વર્ષની વય પછીનો કોઇ પણ શારીરીક સબંધ અથવા શરીર સાથેનો સ્પર્શ અથવા સબંધીત કૃત્યને અને આવા સેકસ્યુલ એસોલ્ટને પોક્સોની સખ્ત જોગવાઇમાંથી બાકાત રાખવો જોઇએ.જો આવું કરાય તો એક્ટમાં જાતે જ તેને સમાવી શકાય. '
આ એક્ટમાં ગુનેગારની વય પાંચ વર્ષ કરતાં વધુની ના હોવી જોઇએ અથવા તો સમંતિથી સેક્સ ભોગવનાર યુવતીની વય ૧૬ વર્ષ અથવા તો તેનાથી વધુ હોવી જોઇએ કે જેથી પિડીતાની વય પ્રભાવક્ષમ વયનો લાભ એ વ્યક્તિ ના લઇ શકે જે તેના કરતાં ખૂબ વધારો મોટો હોય અથવા તો તે વ્યક્તિ નિર્દોષ છે કે પછી મોહથી દૂર છે તેવી ધારણા ના કરી શકાય'એમ જસ્ટિસ પતિભને કહ્યું હતું. તેમણે રાજ્યના બાળ અધિકાર માટેના વિભાગને અને સામાજીક ન્યાય વિભાગને કોઇ સક્ષમ સત્તા મંડળ સમક્ષ મૂકવાનું સુચન કર્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZEJZnf
via Latest Gujarati News
0 Comments